સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૪-૯-૨૦૨૩ થી તા. ૩૦-૯-૨૦૨૩
રવિવાર, ભાદ્રપદ સુદ-૯, તા. ૨૪મી, ૨૦૨૩. નક્ષત્ર પૂર્વાષાઢા બપોરે ક. ૧૩-૪૧ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૧૯-૧૭ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. શ્રી હરિ જયંતી, અદુ:ખ નવમી, તલ નવમી (બંગાલ-ઓરિસ્સા). શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, ભાદ્રપદ સુદ-૧૦, તા. ૨૫મી, નક્ષત્ર ઉત્તરાષાઢા સવારે ક. ૧૧-૫૪ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. પરિવર્તિની સ્માર્ત એકાદશી. (કમળકાકડી), એકાદશી ક્ષય તિથિ છે. શ્રી દયાનંદગિરી, ગુરુ બ્રહ્માનંદગિરી યાને શ્રી મુંડિયાસ્વામી જન્મજયંતી (સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છ), ભદ્રા સાંજે ક. ૧૮-૩૦થી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૦ (તા. ૨૬). શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, ભાદ્રપદ સુદ-૧૨, તા. ૨૬મી, નક્ષત્ર શ્રવણ સવારે ક. ૦૯-૪૧ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં રાત્રે ક. ૨૦-૨૭ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. પરિવર્તિની ભાગવત એકાદશી (કમળકાકડી), વામન જયંતી, શ્રવણ દ્વાદશી, શ્રાવણોપવાસ. પંચક પ્રારંભ રાત્રે ક. ૨૦-૨૭. શુભ દિવસ.
બુધવાર, ભાદ્રપદ સુદ-૧૩, તા. ૨૭મી, નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૦૭-૦૯ સુધી, પછી શતભિષા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૮ સુધી (તા. ૨૮), પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, ગૌત્રી-રાત્રિ વ્રતારંભ, પંચક, સૂર્ય મહાનક્ષત્ર હસ્તમાં સવારે ક. ૧૮-૫૪, વાહન દેડકો (સંયોગિયું નથી.). શુભ દિવસ.
ગુરુવાર, ભાદ્રપદ સુદ-૧૪, તા. ૨૮મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રે ક. ૨૫-૪૭ સુધી (તા. ૨૯) પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં રાત્રે ક. ૨૦-૨૭ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. અનંત ચતુર્દશી, વ્રતની પૂનમ, ઈન્દ્ર ગોવિંદપૂજા (ઓરિસ્સા), ઈદે મિલાદ (મુસ્લિમ), પંચક, ભદ્રા બપોરે ક. ૧૮-૪૯ થી મધ્યરાત્રિ પછી ૨૮-૦૫ (તા. ૨૯) પર્વ શુભ દિન, સાંસારિક, માંગલિક કાર્યો વર્જ્ય છે.
શુક્રવાર, ભાદ્રપદ સુદ-૧૫, તા. ૨૯મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. ૨૩-૧૭ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. પૌષ્ઠપદી પૂર્ણિમા, અંબાજીનો મેળો, ભાગવત સપ્તાહ સમાપ્તિ. સંન્યાસીના ચાતુર્માસ સમાપ્તિ. ગોત્રિ-રાત્રિ વ્રત સમાપન, અન્વાધાન, પંચક, મહાલય શ્રાદ્ધારંભ, પ્રતિપદા શ્રાદ્ધ. અથર્વવેદી ઉપાકર્મ
શનિવાર, ભાદ્રપદ વદ-૧, તા. ૩૦મી, ભાદ્રપદ વદ પક્ષ શરૂ, નક્ષત્ર રેવતી રાત્રે ક. ૨૧-૦૭ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં રાત્રે ક. ૨૧-૦૭ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, દ્વિતીયા શ્રાદ્ધ, પંચક સમાપ્તિ સવારે ક. ૨૧-૦૭. સામાન્ય દિવસ.ઉ