વિશેષ પ્લસ : ભોપાલની એક મહિલા પાઇલટે મેળવી અનેરી સિદ્ધિ 7000 કલાકની ઉડાન પૂરી કરીને બન્યા DGCA ફ્લાઇટ ઇન્સ્પેક્ટર!

-નિધિ શુક્લ
ભોપાલના ટેરેસથી 7,000 કલાકોની ઉડાન પૂરી કર્યા બાદ, કેપ્ટન પૂનમ દેવરાખ્યાનીએ એક પછી એક સફળતાના પરચમ લહેરાવ્યા છે. આજે, તે ભારતની એરલાઇન્સનું નિરીક્ષણ કરે છે. બાળપણની એક ક્ષણે તેને ઉડ્ડયનમાં કારકિર્દી બનાવવા તરફ કઈ રીતે ફેરવી? એને વિસ્તારથી જાણીએ.
ભોપાલમાં એક સાંજે. ખુલ્લા આકાશ નીચે પરિવારજનો બેઠેલા હોય. અગાસીમાં બેઠા બેઠા પાડોશી સાથે વાતો થતી હોય, નીચેના રસોડામાંથી જમવાની સુગંધ આવતી હોય. આ એક એવું શહેર છે જ્યાં જીવનની ગતિ ટાઈમ પ્રમાણે ચાલે છે. મોટાભાગની છોકરીઓને ખબર છે કે શું હાસિલ કરવું છે અને કઈ બાબતોથી દૂર રહેવું સારું.
એક સાંજે 10 વર્ષની છોકરીએ આકાશમાં વિમાન જોયું. એક છેડાથી બીજા છેડા, જ્યાં સુધી તે દેખાતું રહ્યું તે જોતી રહી. કોઈ બીજાએ તો નોટિસ પણ નહોતું કર્યું. તે ત્યાંજ ઊભી રહી. જે દ્રશ્ય જોયું તે તેના મનમાં ઘર કરી ગયું. તે સ્તબ્ધ થઇ ગઈ. આકાશમાં જે પણ હલનચલન થઇ તેના કરતા તેના મનમાં વધુ હલનચન થઇ હતી. તેણે કોઈને જ કશી વાત ના કરી પરંતુ તે વિમાનની ઉડાન તેના મનમાં જ પેસી ગઈ.
આપણ વાંચો: વિશેષ પ્લસ : મરુનગરી જોધપુર છે પર્યટન માટે બેસ્ટ!
એનું નામ પૂનમ દેવરાખ્યાની. વર્ષો પછી, ધરતીથી હજારો ફૂટ ઊંચે. એ ફક્ત ઊડી જ નથી રહી, પણ પોતાના જેવાં બીજાઓના સપના સાકાર કરવા માટે પણ એ જ માર્ગ તૈયાર કરી રહી છે. ચાલો જાણીએ પૂનમના સફર વિશે જે પહેલા પાઇલટ હતી અને કઈ રીતે ફ્લાઇટ ઓપેરશન ઇન્સ્પેકટર બની.
જ્યારે તેણે પોતાના પરિવાર જણાવ્યું કે તેને પાઈલટ બનવું છે, ત્યારે બધા આશ્ર્ચર્યમાં પડી ગયા. પૂનમ યાદ કરતા કહે છે કે, આ એવી કરિઅર હતી જેમાં છોકરીઓ ઓછી જોવા મળે.
ખાસ કરીને ભોપાલ જેવી જગ્યાએ તો બિલ્કુલ નહીં. પરિસ્થિતિ વધુ મુશ્કેલ હતી કારણ કે તેના માતા-પિતા પહેલેથી જ તેના દિવ્યાંગ ભાઈ વિજય દેવરાખયાનીની સંભાળ રાખી રહ્યા હતા. તેમના પર પહેલેથી જ ઘણો બોજો હતો. તેને ફ્લાઈટ ટ્રેનિંગ માટે મોકલવી એમના માટે આર્થિક રીતે પણ અને ભાવનાત્મક રીતે પણ અશક્ય લાગતું હતું.
આપણ વાંચો: વિશેષ પ્લસ : એક એવું મંદિર, જ્યાં ધાર્યું ન હોય એવી એવી અવાક કરી મૂકે તેવી પૂજા થાય છે?
સમય જતાં તેના અડગ હિંમતભર્યા જઝબા અને સખત મહેનતે તેને ફળ આપ્યું. ફ્લાઇટ અને અભ્યાસ વચ્ચેની ઘડીઓમાં તે પોતાના સપનાને સાકાર કરતી રહી. જ્યારે તે જેટ એવિયેશનમાં ઉડાન ભરી રહી હતી, ત્યારે પણ પૂનમે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. લેઓવર દરમિયાન કે લાંબી શિફ્ટ પછી એ અસાઇનમેન્ટ પૂરા કરતી.
બંને વચ્ચે સંતુલન જાળવવું સહેલું નહોતું, પણ તેના પ્રયત્નો સતત ચાલુ હતા. તેણે જ્યારે અભ્યાસ પૂરો કર્યો, ત્યારે તેણે માત્ર ડિગ્રી જ નહોતી મેળવી, પણ પોતે યુનિવર્સિટીમાં ટોપ પણ કર્યું હતું. ત્યારે જ જેટ એવિયેશનના લોકો તેને ગોલ્ડન ગર્લ કહીને સંબોધવા લાગ્યા.
તેને પહેલા ઉડાન વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેની આંખોમાં કઈ અલગ જ ચમક હતી. કોકપીટમાં બેસી, આખી ઉડાનને મેનેજ કરવું, પહેલા માત્ર વિચાર્યું જ હતું કે એક સપનું હતું જે આજે સાકાર થયું. જયારે પ્લેને પહેલી ઉડાન ભરી ત્યારે તો એમ જ લાગ્યું કે જાણે મારી આખી જિંદગી બદલાઈ ગઈ છે.
આમ જોઈએ તો પૂનમે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો, કોઈ વસ્તુ આસાનીથી નહોતી મળી. તેની પર શંકા, થાક અને તેની ક્ષમતા પર પણ ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા. ‘એવિએશન ટ્રેનિંગ ખૂબ જ અઘરી હોય છે.
ઘરની જવાબદારીને ભણતર સાથે પૂરી કરતા મને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. મેં કયારેય પણ હાર નહોતી માની. મેં હંમેશાં મારા ભાઈનો વિચાર કર્યો કે જો એ મુશ્કેલીનો સામનો આટલી હિંમતથી કરી શકે તો હું શું કામ ન કરી શકું.’
આપણ વાંચો: વિશેષ પ્લસ : સામાન્ય લોકોને સાવ અજાણી લાગે તેવી બીમારીઓથી ગ્રસ્ત છે સલમાન ખાન…
તેના આ હિંમતભર્યા વિચારોએ તેને ઘણી હિંમત આપી ખાસ કરીને કોકપીટમાં કે જયારે એક એક ક્ષણ તમારી ગણાતી હોય. બસ આવી જ એક ક્ષણોમાંથી, જેટ એરવેઝનો એક અનુભવ તેમના મનમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે.
પૂનમ આગળ વાત જણાવતા કહે છે કે, ‘હું દોહાથી ફ્લાઇટ ઉડાવી રહી હતી ત્યારે કાર્ગો ડોર એલર્ટે મને ટેકઓફ ન કરવાની ફરજ પાડી, જ્યારે વિમાન ઊડી રહ્યું હતું. બધું ધીમું પડી ગયું. મને ખબર હતી કે મારે ઝડપથી કાર્ય કરવું પડશે. મેં વિમાનને રોક્યું અને સમસ્યાની પુષ્ટિ કરી. અમે તેને ઠીક કરવામાં અને સુરક્ષિત રીતે ઉડાન ભરવામાં સક્ષમ હતા.’
શાંત રહેવાની, જવાબદારી સંભાળવાની અને ઉચ્ચ દબાણની ક્ષણોમાં લોકોને સુરક્ષિત રાખવાની ક્ષમતાએ ત્યારથી તેની યાત્રાને આકાર આપ્યો છે. પૂનમ તેના તાલીમના તે શરૂઆતના વર્ષો – લાંબા કલાકો અને તેનાથી શીખવવામાં આવેલી શિસ્ત હજી સુધી યાદ કરે છે.
2019માં જ્યારે જેટ એરવેઝ બંધ થવાની નજીક હતી, ત્યારે પણ પૂનમ તેની એરવેઝ સાથે રહી. પૂનમ જણાવે છે કે, ‘મેં ખાલી વિમાન ઉડાવ્યું અને મહિનાઓ સુધી પગાર વગર કામ કર્યું. જેટે મને ઘણું બધું આપ્યું. મને લાગ્યું કે અંત સુધી મારે પાછું વાળવું એ મારી ફરજ છે.’
આપણ વાંચો: વિશેષ પ્લસ : હિમાલયમાં કિંગ કોબ્રા?
જ્યારે ઉડ્ડયન ઉદ્યોગમાં સલામતીની ચિંતાઓ તાજેતરમાં ચર્ચાનો વિષય બની છે, ત્યારે પૂનમ આગળ જણાવે છે કે વિશ્વભરના પાઇલટ્સને તમામ સંભવિત તકનીકી જોખમોનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવે છે.
‘દર છ મહિને, પાઇલટ્સ સિમ્યુલેટેડ સેટઅપમાં તાલીમ લે છે. આ પ્રક્રિયાને બે દિવસમાં વહેંચવામાં આવે છે. પહેલા દિવસે, અમારી પાસે ચાર કલાકનો સમય ગાળો હોય છે, અને બીજા દિવસે, અમે તપાસ માટે જઈએ છીએ. કટોકટી દરમિયાન પાઇલટ્સ માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓમાંની એક એવિએટમેન્ટ, નેવિગેટિંગ અને વાતચીત કરવાની છે.’ પૂનમ કહે છે. ‘એવિએટ’નો અર્થ એ છે કે આપણે વિમાન ઉડાડવાની જરૂર છે, ‘નેવિગેટ’ નો અર્થ એ છે કે તમે ક્યાં જઈ રહ્યા છો તે જાણવા વિશે છે, અને ‘સંચાર’ નો અર્થ એર ટ્રાફિક કંટ્રોલર (ATC) સાથે સંપર્કમાં રહેવું છે.’
પૂનમ સમજાવે છે કે પાઇલટ્સને એન્જિન નિષ્ફળતા અને આગથી લઈને ઝડપી ડિકમ્પ્રેશન સુધીની તમામ પ્રકારની કટોકટીઓને સંભાળવા માટે તાલીમ આપવામાં આવે છે, જે ત્યારે થાય છે જ્યારે કેબિન અચાનક દબાણ ગુમાવે છે. તેમને આ પરિસ્થિતિઓ માટે નિયમિતપણે તાલીમ આપવામાં આવે છે. તેનું કહેવું છે કે એવા સમયે અમે જે પણ નિર્ણયો લઈએ એમાં અમારી જવાબદારી સમાયેલી હોય છે. કેપ્ટન પૂનમની ઈચ્છા છે કે તેને મળેલી સફળતા અન્ય યુવતીઓને પણ પ્રરેણા આપે. વધુમાં વધુ યુવતીઓ આ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવે.