નવા વર્ષે… નવી ટૅકનોલૉજી શું છે નવા આવિષ્કાર – અપડેટ ને એનિમેશન્સ? નવા વર્ષે… નવી ટૅકનોલૉજી

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
રંગોની રંગોળી અને ફટાકડાની આતશબાજીથી દિવાળી માહોલ હજું ઘણા લોકોના મનમાં અનુભવાતો હશે. નવી કપડાંની જોડી પહેરવાનો આનંદ હજું પણ વર્તાતો હશે. મોબાઈલમાંથી મળેલી શુભેચ્છાઓના ડિજિટલ કાર્ડ હજું પણ કેટલાક મસ્ત મેસેજ સાથે સચવાયેલા હશે. દર વર્ષે લેવાતા કેટલાક રિઝોલ્યુશનથી દરેક વ્યક્તિ પોતાનામાં કંઈક ઉમેરતો હોય છે…
આવી જ રીતે નવા વર્ષે ઘણી એવી ટૅકનોલૉજી આપણી ડિજિટલ લાઈફમાં જોડાઈ રહી છે. કેટલીક નવી ડિવાઈસ-ઉપકરણ આવી રહ્યાં છે તો ક્યાંક એપ્લિકેશનની અપડેટ પણ થઈ રહી છે. કોઈ ફોનના વર્ઝન તો કોઈ ફોન જ નવા આવશે.
Also read: ‘દિવેટિયા’ ને ‘લવિંગિયા’ ફૂટ્યા કેવી રીતે?
નવું શું એ જ અચરજ હોય છે. દેશ – દુનિયામાં થતા ફેરફારો પાછળ ટૅકનોલૉજીનો સિંહફાળો રહ્યો છે. હવે પછીના સમયમાં જે પરિવર્તન આવશે એ પાછળ પણ આવી કોઈ મોટી અપડેટ જવાબદાર હોઈ શકે છે. આવી જ અપડેટના એંધાણ અત્યારથી વર્તાય રહ્યા છે.
ઓગમેન્ટિક રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ કર્યા બાદ હવે કોઈ એવું કહે કે, અઈં સાથે ઓગમેન્ટિક રિયાલિટી આવશે તો બેસ્ટ છે. આ વાતને એક નાનકડા ઉદાહરણ સાથે સમજીએ…
માનો કે કોઈ મોલમાં કપડાં લેવા માટે જાવ અને ત્યાં કોઈ ટ્રાયલ રૂમ નથી. ઓગમેન્ટિક રિયાલિટી ફ્રેમબોક્સમાં માત્ર ડ્રેસને શરીર પાસે રાખવાથી એ વસ્ત્રોમાં તમે કેવા લાગશો એ ઈમેજ મિરર પર દર્શાવશે. આગળ-પાછળ તો ઠીક, ૩૬૦ ડિગ્રીનો વ્યૂ બતાવશે. એમાં પણ કસ્ટમાઈઝ પછી અને પહેલાંના લૂકને સરખાવી શકશો.
ગૂગલ સર્ચ ગૂગલ સર્ચમાં બીજા ઉપયોગી ટુલ્સ ઉમેરાય તો નવાઈ નહીં. લેન્સની સુવિધા અને ટાઈમિંગ આપ્યા બાદ કંપનીએ આ દિશામાં હંગામી ધોરણે અપડેટ અટકાવી દીધી. હવે બની શકે છે કે, નવા વર્ષમાં વધુ મર્યાદિત ફિચર્સ સાથે ગૂગલ અપડેટ થાય. એમાં ટાઈમબાઉન્ડ્રી આવી શકે. એક સ્તર બાદ ગૂગલ રિઝલ્ટ ફિલ્ટર અટકી જશે. લેંગ્વેજ ટુલ્સથી ડેટાનું વર્ગીકરણ કરી શકો એવું પણ બને જેમ કે, કોઈ શબ્દનો અર્થ ખબર નથી તો ડાયરેક્ટ એને શોધી શકો પછી એના ઉપયોગ અંગે કોઈ વેબરેફન્સ મળે એ પ્રકારનું સર્ચટુલ અંગે કંપની વિચારી રહી છે. સત્તાવાર વિગત કંપનીએ આપી નથી માત્ર બ્લોગર્સની અપડેટ પરથી કહી શકાય છે.
Also read: કોઈ માટે સુખનો પાસવર્ડ બનવાની કોશિશ કરીએ નવા વર્ષના સંક્લ્પો
જારવીસ અઈં જેવી અપડેટ દરેક ડિવાઈસ કે સોફ્ટવેર સાથે આવશે. સાદી ભાષામાં કહીએ તો જે તે સોફ્ટવેરમાં હેલ્પમેનું છે એમાં ન સમજાતી વસ્તુને ડાયરેક્ટ સર્ચ કરી શકાશે. માની લો કે કોઈ ટુલ્સ વિશે સમજ નથી પડતી તો એનું વીડિયો આઉટપુટ હેલ્પમાંથી મળશે. અર્થાત્ સીધું જ વિઝ્યુઅલ્સ પર્ફોર્મન્સ.એલેક્સા, ગૂગલ હોમ્સ અને એપલ હોમ પેડ જેવું ડિવાઈસ સોફ્ટવેર માર્કેટ કે એપ્લિકેશન માર્કેટમાં આવ્યું તો સૂતળી બૉંબ કરતાં વધુ અસરના ફટાકડા ડિજિટલ પ્લેટફોર્મ પર રોશની કરી જશે.
ઓટોનોમસ ડિલેવરી ડ્રોન મુંબઈથી એક મોટો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે જેનું ફોર્મેટ હાઈપરલૂપ ટૅકનોલૉજી જેવું છે, જે મેટ્રોના પિલ્લરની ઊંચાઈએથી સ્પીડમાં મૂવ થઈ એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી જઈ શકાશે. હાલ આ પ્રોજેક્ટ મુંબઈ-પુણે વચ્ચેની હાઈપરલૂપ બનાવવા માટે છે. હવે એ દિવસો દૂર નથી કે, સામાન્ય વજનવાળા પાર્સલ પેકિંગ ગણતરીના કલાકોમાં ડિલિવર થઈ જાય. ઓટોનોમસ ડિલેવરી ડ્રોન આ કામ કરશે, જેમાં ચોક્કસ આકારમાં રહેલા બોક્સમાં જે તે નક્કી કરેલા વજનનો સામાન મૂકી દો એટલે વાત ખતમ. આ દિશામાં ઘણી જાણીતી ટ્રાન્સપોર્ટ કંપની વિચારણા કરી રહી છે. વિધ્ન એ વાતનું છે કે, ક્ષમતા અને કંટ્રોલિંગને કેવી રીતે મેનેજ કરવું. આ પાછળનું સીધું કારણ એ છે કે, ડ્રોનનું સતત મોનિટરિંગ કરવું પડે. બની શકે છે કે, એક જ શહેરમાં આ મોડેલ સફળ નીવડે એ વાત પાક્કી છે. એમેઝોન પ્રાઈમ એર ડિલેવરી પ્રોજેક્ટ ઓન ફ્લોર થશે.
Also read: આ મંદિર વર્ષે એક વાર જ દર્શન માટે ખૂલે છે
માર્કેટ ફોર્મેટ મ્યુઝિયમ સુધી ટેબલેટ પહોંચી ગયા, જ્યાં જે તે ફોટો પર ટચ કરતા એની આખે આખી વાત ખૂલે. લોકો આતુરતાપૂર્વક વાંચે અને માહિતી મેળવે. માર્કેટનું ફોર્મેટ એ સ્તરે બદલશે, જ્યાં ટેબલેટમાંથી જે તે વસ્તુના પીસ પસંદ કરવાના રહેશે. પછી એમાં સાઈઝ અને કલર્સ સિલેક્ટ કરો એટલે વસ્તુ હાજર. બીજી તરફ, મોલ માર્કેટ માટે એ અપડેટ આવી રહી છે, જ્યાં લાઈવ સ્ટોકિંગ જોવા મળશે, જે તે બ્રાંડબેઝના આઉટલેટમાં ઓફર્સ શોરૂમની અંદર નહીં એના ડિસપ્લે બોર્ડ પર દેખાશે. આ માટે આવી રહી છે મિની કઊઉ. આ જ વિષય પર સિક્કાની બીજી બાજું જોઈએ તો હવે કોમર્શિયલ પણ બદલી રહ્યા છે. એક જ સ્ક્રિન પર ઘણી આઉટલેટની જાહેરાત જોવા મળે છે. મિની સ્ક્રિન આ મોનોપોલી તોડે એવું બનશે. આઉટ ઑફ ધ બોક્સ ‘સોની’ કંપનીએ પણ મોબાઈલની માર્કેટમાં ઝંપલાવ્યું હતું, પણ ફાઈલ પોર્ટેબિલિટી-ટ્રાન્સફર ન હોવાને કારણે કંપની લાંબો સમય સુધી ટકી નહીં.