ઉત્સવ

ટૅક વ્યૂહ: મહત્ત્વના ડેટા-મલ્ટિમીડિયા ને બીજી અનેક વસ્તુને સાચવતી મેમરીનું એ ટુ ઝેડ…

-વિરલ રાઠોડ

માણસ પર આફત આવે ત્યારે એને આઘાત લાગે પછી એની સીધી અસર વ્યક્તિના હૃદય પર થાય. આવી જ રીતે જ્યારે મોબાઈલ ફોન કે કમ્પ્યુટર પર અણધારી આફત આવે ત્યારે એની પહેલી અસર જે તે મેમરી પર થાય છે. ફોન ડેમેજ થાય એ પહેલાં જ આપણે સૌ એના બેકઅપની ચિંતા કરીએ છીએ. ઘણીવાર ફોન નવો લેવાનો હોય એવા સમયે પણ જૂનો ડેટા યથાવત રીતે સચવાઈ રહે એ વાતને અગ્રતા આપીએ છીએ. ડેટા હવે સામાન્ય જનજીવનનો એક દૈનિક હિસ્સો બની ગયો છે. એ પછી કોઈ પણ ફોર્મેટમાં કેમ ન હોય. આપણો હોય કે આપણને કામ આવે એવો હોય.

ડેટાની જરૂરિયાત હવે પાણી અને હવાની જરૂરિયાત જેટલી અનિવાર્યતા બની ગઈ છે. ડેટા કેટલો રાખવો અને કેટલો કાઢી નાખવો એને લઈને દરેક વ્યક્તિએ ક્યારેક તો મુંઝવણ અનુભવી હશે જ. એ પછી ફોટાનો ડેટા હોય કે દરરોજ જરૂરી વિગત સ્પષ્ટ કરતી પીડીએફની ફાઈલ્સ. આના માટે આમ તો ઘણાબધા એવા જુગાડ છે, જે અંતે તો બધુ મેમરી ઉપર જ નિર્ભર છે. જગ્યા હશે તો કંઈ થશે. નવું ઘર અને નવો ફોન બન્ને કેટલાક અંશે અમુક સમય સુધી સરખા રહે છે. ખાલી અને પૂરતી -મોકળાશ પછી ધીમે ધીમે એવી ભરાય કે ઘર ગોદામ બને અને ફોન ઓલ ઈન વનનું ઉપકરણ.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ : લો, ટેક્સી-બાઈક હવે હવામાં ઊડશે…! હોવરબાઈક યુગનો થઈ રહ્યો છે આરંભ

ડેટા મેનેજમેન્ટ સારી રીતે કરવામાં આવે તો મેમરી લાંબા સમય સુધી સારી રીતે અને સ્પીડ સાથે કામ કરે છે. કમ્પ્યુટર હોય કે ફોન ડેટા કેવી રીતે સેવ થાય છે એ વાતને સમજી લેવી ફાયદાકારક છે. એટલું જ નહીં, એને લીધે તે ડિવાઈસ પાસેથી કામ લેવું પણ સરળ બની જાય છે.

ફોન કે સિસ્ટમમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ડેટા સેવ થતો હોય છે. હા, હવેના ઘણા લેપટોપમાં ઓટોસેવ ઓપ્શન આવે છે. ઘણા ઓનલાઈન પ્રોગ્રામમાં પણ આ વિકલ્પ મળે છે, જેથી અચાનક કોઈ સિસ્ટમ બંધ થઈ જાય કે બેટરી ખૂટી જાય એ સમયે છેલ્લે સુધી કરેલું કામ તે કાયમી ધોરણે સેવ કરીને રાખે છે. સ્માર્ટફોનમાં કોઈ એપ્લિકેશન પર કામ કરતા હોઈએ કે બ્રાઉસિંગ કરતા હોઈએ ત્યારે તો આ ત્રણ પ્રકાર પૈકી કોઈ એક રીતે મેમરીનો ઉપયોગ થાય છે. પછી જે તે ડેટાની આપ-લે શરૂ થાય છે.

ડેટા સ્ટોરેજ અને એક્સેસની મુખ્ય ત્રણ રીત છે કેશ, મેમરી અને ડેટા ડ્રાઈવ. કમ્પ્યુટરમાં હોય કે ફોનમાં, એપ્લિકેશન ફટાફટ ખોલીએ અને બંધ કરીએ પછી એપ્લિકેશનમાં કરેલું બધુ ફટાફટ મળી જાય છે. ડેટા તૈયાર હોય છે આ પાછળ કામ કરે છે કેશ મેમરી. ઈન્સ્ટંટલી ખોલેલું અને જોયેલું બધું અહીં જમા થાય છે, પણ મર્યાદા એ છે આ મેમરી ટાઈપ પાસે મર્યાદિત જગ્યા હોય છે. એના કારણે ડેટા સતત ઓવરરાઈટ થતો રહે છે.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ: ગૂગલ સર્ચના વળતાં પાણી?ટૅક વ્યૂહ: ગૂગલ સર્ચના વળતાં પાણી?

દાખલા તરીકે, મોબાઈલની એક સર્ફિંગ એપ્લિકેશનમાં દર વખતે નવા નવા સજેશન આવે છે. એમાંય આપણે છેલ્લે સર્ચ કરેલી સામગ્રી પહેલા આવે છે.

બીજો પ્રકાર છે મેમરી, જેને આપણે રેમ અથવા રેન્ડમ એક્સેસ મેમરી તરીકે ઓળખીએ છીએ. ફોન હોય કે કમ્પ્યુટર રેમ અનિવાર્ય હોય છે. મોબાઈલ ફોનમાં આંગળીના વેઢાંમાં સમાઈ જાય એટલા નાના કદની રેમ હોય છે.

એક્ટિવ પ્રોગ્રામ અને પ્રોસેસનો ડેટા રેમમાં સ્ટોર થાય છે. એક સાથે વધુ પડતી એપ્લિકેશન ખોલવા કે એના પર એક જ સમયે જુદા જુદા કામ કરવા માટે રેમ મેમરી જરૂરી હોય છે, પણ પ્રોગ્રામ બંધ કરતા કે એપ્લિકેશન બંધ કરતા જ રેમમાંથી ડેટા ડિલિટ થઈ જાય છે. આ એવા ડેટાને
હંગામી ધોરણે સંગ્રહ કરી રાખે છે જેનો પછીના ટૂંક સમયમાં ઉપયોગ થવાનો
હોય છે.

કોઈ પણ પ્રોગ્રામની ફાઈલ, આપણે ફોનમાં એપ્લિકેશનની મદદથી બનાવેલી કે એડિટ કરેલી ફાઈલ કે કોઈ મલ્ટીમીડિયા આ તમામ વસ્તુ ડેટા ડ્રાઈવમાં સ્ટોર
થાય છે.

આ એક એવી મેમરી છે જે કોમ્પ્યુટરમાં લાંબા સમય સુધી ડેટા સ્ટોર રાખે છે. જ્યારે ફોનમાં તે ઈન્ટરનલ સ્પેસને વાપરી ડેટા સેવ રાખે છે. જ્યાં સુધી ડ્રાઈવ બગડે નહીં ત્યાં સુધી ડેટા અહીં સ્ટોર રહે છે. હવે મોટી ફાઈલ્સ કે વધુ પડતા મલ્ટીમીડિયાને સાચવવા માટે એ ડેટાને મર્જ કરીને પણ સાચવી શકાય છે. જેમ કે, તમામ બિલની રિસિપ્ટ, ફોટો હોય તો એપ્લિકેશનમાં મર્જ કે રેન્ડમ સેવ કરીને સ્ટોર કરી શકાય.

આઉટ ઓફ બોક્સ
ફોનને પણ રિ-સ્ટાર્ટ કરી શકાય એ વિકલ્પ શોધ કરનાર નોકિયા પ્રથમ કંપની હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button