મળો, હરિયાણાના નાનકડા ગામનાં કૅપ્ટન ડૉ. સુનૈના સિંહને…

કૅપ્ટન ડૉ. સુનૈના સિંહ છેલ્લાં પંદર વર્ષથી સાહસ ને બહાદુરીથી સેનામાં ફરજ બજાવે છે. સેનામાં આવતાં પહેલા તેમને એમ કહેવામાં આવતું હતું કે આર્મી એ મહિલાના ગજાની વાત નથી. જોકે તેમણે પોતાના અથાક પરિશ્રમ અને સમર્પણથી એ વાતને ખોટી સાબિત કરી છે. સેનામાં સેવા આપવાનું પોતાનું સપનું તેમણે પૂરું કરી દેખાડ્યું છે.
Also read : મારો પાર્થ, નંબર વન
એ વિશે કૅપ્ટન ડૉ. સુનૈના સિંહ કહે છે, ‘મારા સપનાને સાકાર કરતા હું દસ વર્ષથી સેનામાં કાર્યરત છું. દેશ માટે મારે કાંઈ કરી દેખાડવાની લાગણી છે.’ સુનૈનાના પેરન્ટ્સ ટીચર્સ છે. એથી સ્વાભાવિક છે કે તે પણ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવશે. જોકે દેશ સેવા કરવાની તેને લગન લાગી હતી. 2010માં પોતાના ગામમાંથી સેનામાં સામેલ થનાર તે એક માત્ર મહિલા હતી. જોકે આ જર્ની તેના માટે એટલી સરળ નહોતી. તેને અનેક પડકારો ઝીલવા પડ્યા હતા. દરેક મુશ્કેલી તેને વધુને વધુ મજબૂત બનાવી રહી હતી.
Also read : ઇઝરાયલ હુમલો ના કરે તો બંગડીઓ પહેરીને બેસી રહે?
આ જ કારણ છે કે તેઓ અન્ય મહિલાઓને પડકારોનો હિમ્મતથી સામનો કરવાનું માર્ગદર્શન આપે છે. તેઓ સ્કૂલ અને કોલેજોમાં વિવિધ વર્કશોપ્સ અને ચર્ચાસત્રનું આયોજન કરે છે. સાથે જ સ્ટુડન્ટ્સને તેમનાં સપનાઓ સાકાર કરવા માટે જરૂરી માહિતી પૂરી પાડે છે. એ વિશે કૅપ્ટન ડૉ. સુનૈના સિંહ કહે છે, ‘તમે જ્યારે આગળ વધો ત્યારે સાથે અન્યોને પણ આગળ વધવામાં મદદ કરવી એમાં ખરી તાકત સમાયેલી છે. માત્ર યુનિફોર્મ પહેરી લેવાથી દેશસેવા નથી થતી. સમાજમાં પરિવર્તન પણ લાવવું એટલું જ જરૂરી છે.’