વલો કચ્છ : મશરૂની સંઘર્ષથી રાષ્ટ્રીય સન્માન સુધીની કલાયાત્રા… | મુંબઈ સમાચાર
ઉત્સવ

વલો કચ્છ : મશરૂની સંઘર્ષથી રાષ્ટ્રીય સન્માન સુધીની કલાયાત્રા…

  • ડૉ. પૂર્વી ગોસ્વામી

કચ્છની ધરતીમાં એવી કળાઓ સમાયેલી છે, જે માત્ર હાથોની કારીગરી નહીં, પરંતુ સંસ્કૃતિની આત્મા બનીને ઝીલાય છે. એમાં એક કળા છે મશરૂ વણાટ. સદીઓ પુરાણી આ પરંપરા આજના સમયમાં લગભગ વિલુપ્ત જેવી સ્થિતિમાં છે, પરંતુ માંડવી તાલુકાના એક કારીગરની ધોરિયા ભોજરાજ દામજી; ખંત, ધીરજ અને સંઘર્ષથી જીવંત રાખવા પ્રયત્નશીલ છે. આ ખંત અને કુશળતાના આધારે ભોજરાજ ધોરિયાને વર્ષ 2024ના રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. ‘દિવ્યાંગ વણકર’ શ્રેણીમાં મળેલું આ સન્માન માત્ર તેમની વ્યક્તિગત જીત નથી, પરંતુ સમગ્ર કચ્છ માટે ગૌરવ છે. કારણ કે મશરૂ વણાટ માટે પ્રથમ વખત જાહેર થયેલો એવૉર્ડ કચ્છના કળાસર્જકો માટે ઐતિહાસિક ક્ષણ સમાન છે.

મશરૂ કાપડનો ઈતિહાસ અંદાજે 1300 વર્ષ જૂનો માનવામાં આવે છે. રાજાશાહી સમયમાં મશરૂની ચાદરો, ઓઢણું અને અન્ય બનાવટની ભારે માગ હતી. ખાસ કરીને કચ્છના માંડવી અને પાટણ વિસ્તારમાં મોટાપાયે વણાટ થતું. ક્યારેક આ વિસ્તારમાં 500થી વધુ વણકરો કાર્યરત હતા. સાટિન વણાટની આ અનોખી રીતમાં આગળથી રેશમ અને પાછળથી કપાસનો ઉપયોગ થતો, જેના કારણે મશરૂ ચમકતું અને ટકાઉ બનતું. સમયની સાથે આ કળા લુપ્તતાની એરણે પહોંચી ગઈ. મશીન બનાવટથી પરંપરાગત હસ્તકળાઓને પડકાર ઊભો થયો અને કાપડ ઉત્પાદનના ફટકાથી વણકરો પણ ધીમે ધીમે બીજી રોજગારી તરફ વળ્યા, પરંતુ ભોજરાજ ધોરિયા અને તેના પરિવારની સંઘર્ષમય સફર થકી મશરૂ કલા આજે પણ ધબકાર લઈ રહી છે અને તેમની કદર સરકારે પણ રાષ્ટ્રીય સન્માન આપીને દાખવી છે.

1976ના 5 ઓક્ટોબરે કચ્છ જિલ્લાના ડોણ ગામમાં જન્મેલા ભોજરાજભાઈ એક સામાન્ય કુટુંબમાં જન્મ્યા છે પરંતુ તેમના પિતા પાસેથી તેમને અમૂલ્ય વારસો મશરૂ વણાટનું કૌશલ્ય મળ્યો છે. એક પગે પોલિયોગ્રસ્ત હોવાને કારણે ભોજરાજ માટે જીવનની દરેક પળ પડકારોથી ભરેલી રહી. તેમ છતાં તેમણે કદી હિંમત હારી નહીં. શારીરિક અશક્તિને સફળતામાં પરિવર્તિત કરી બતાવ્યું.

ભોજરાજભાઈએ તાજેતરમાં ‘મશરૂ ભરસાઈ સ્ટોલ’ વણીને પોતાની કુશળતા સાબિત કરી. આ નમૂનો તૈયાર કરતા ભોજરાજભાઈને બે મહિના લાગ્યા હતા. લાલ, કાળા અને પીળા રંગના રેશમથી કાપડના દેખાવ ખૂબ જ વૈભવી બની ગયો હતો. 7 ઓગસ્ટના રોજ દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં હસ્તકલા મંત્રી, અભિનેત્રી કંગના રાણાવત વગેરેની હાજરીમાં જ્યારે તેમનું નામ લેવાયું ત્યારે કચ્છના મશરૂ વણકરોના હૃદયમાં નવો આત્મવિશ્વાસ પ્રગટ્યો હતો.

1990ના દાયકામાં જ્યારે સમગ્ર માંડવીમાં માત્ર તેમનો જ પરિવાર મશરૂ વણાટ કરતો હતો, ત્યારે પણ તેમણે આ કળાને જીવંત રાખવાનો સંકલ્પ લીધો. તેમના માટે મશરૂ માત્ર રોજગારી નહોતી પણ એક વારસાગત પરંપરાની ઓળખ હતી. તે માત્ર એક કારીગર નથી, પરંતુ કચ્છની વારસાગત સંસ્કૃતિના વાહક, સંઘર્ષના પ્રતીક અને સર્જનાત્મકતાનું જીવંત ઉદાહરણ છે.

અંતે, ‘મશરૂ એ રંગોનું સંગીત છે,’ ‘સૂતનું નૃત્ય છે અને પરંપરાનો ચમકતો અરીસો છે.’

ભાવાનુવાદ: કચ્છજી ધરતીતે ઍડ઼ી કલાઉં સમાયેલી ઐં, જુકો ખાલી હાથેંજી કારીગરી ન પ સંસ્કૃતિજી આત્મા ભનીને જીલાજેતિ. તેમેં હિકડ઼ી કલા આય મશરૂ વણાટ. સધિ પુરાણી હી પરંપરા અજ઼્જે સમયમેં લગભગ વિલુપ્ત થેજી હાલાતમેં આય, પ મડઇ તાલુકેજે ધોરિયા ભોજરાજ દામજીજે ખંત, ધીરજ ને સંઘર્ષ થકી હી કલા અઇયા જીવંત રિઇ સગ઼ઇ આય. હી ખંત ને કુશડ઼તાજે લિધે જ ઇનીકે વરે 2024જો રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કારસેં નવાજેમેં આયા ઐં. ‘દિવ્યાંગ વણકર’ શ્રેણીમેં જુડલ હી સન્માન ઇનીજી વ્યક્તિગત જીત નાય, પણ સજે કચ્છજે માટે ગૌરવજી ગ઼ાલ આય. કુલા ક મશરૂ વણાટલા હી પ્રથમ વખત જાહેર થેલો એવૉર્ડ આય.

આ પણ વાંચો…વલો કચ્છ : કચ્છનો વરસાદ: આશા – આગાહી ને અનુભવની લ્હાણી…

મશરૂ કપડ઼ેજો ઈતિહાસ આસરે 1300 વરે જૂનો મનેમેં અચેતો. રાજાશાહી સમોમેં મશરૂજી ચાધરુ, ઓઢણા ને બિઇ બનાવટજી ભારે માગ હૂઇ. ખાસ ત કચ્છજે મડઇ ને પાટણ વિસ્તારમેં વડેપાયૈ વણાટ થીંધો હો. કડેક હિન વિસ્તારમેં 500 ક્નાં વધુ વણકરો કાર્યરત હોઆ. સાટિન વણાટજી હિન આઉગી રીતમેં અગ઼િયાનું રેશમ ને પૂંઠીયાનું કપાજો ઉપયોગ થીંધો હો, જેંજે લીધે મશરૂ ચમકીલો ને ટકાઉ કપડ઼ો ભનંધો હો. વખત રોંધે કારીગર પ ગટ્યા ને કલા લુપ્તતાજી હાલાતમેં પુજી વિઇ. મશીન બનાવટસેં પ પરંપરાગત હસ્તકલા કે મુસિભતું ઉભી થિઇયું નેં ઇતરે જ વણકર હરે હરે બિઇ રોજગારી કુરા વર્યા, પ ભોજરાજ ને ઇનીજે પરિવારજી આકરી સફર થકી હી કલા અજ઼ પણ ધબકાર ગ઼િની રિઇ આય નેં ઇનીજી કધર સરકાર પણ રાષ્ટ્રીય સન્માન ડિઇને કિઇ આય.

1976જે 5 ઓક્ટોબર જો કચ્છ જે ડોણ ગામમેં જન્મેલા ભોજરાજભાજો સામાન્ય કુટંભ આય, નેં ઇની પિંઢજે પે વટા હી અમૂલ્ય વારસો મશરૂ વણાટ સખ્યા ઐં. હિકડ઼ો પગ પોલિયોગ્રસ્ત હૂંધે જે કારણે ભોજરાજલા જીયણજી હરેક પલ પડકારસે ભરલ હૂઇ. તેં છતાં ઇ હિંમત ન હાયોં નેં શારીરિક અશક્તિ કે સફલતામેં ભધલાય વતાયોં.

ભોજરાજભા હેવર ‘મશરૂ ભરસાઈ સ્ટોલ’ વણેનેં તૈયાર ક્યોં હો જેંકે તૈયાર કરીંધે ઇનિકે બો મેંણા લગ્યા વા. કારો, રતો ને પીરે રેશમજે લૂગડ઼ે જો ડેખા જ વૈભવી ભની વ્યો જેંકે 7 ઓગસ્ટ જો દિલ્હીમેં યોજલ સમારોહમેં હસ્તકલા મંત્રી, અભિનેત્રી કંગના રાણાવત જી હાજરીમેં એવૉર્ડ જુડ્યો. જેર ઇનીજો નાં ગિનાણો તેર કચ્છજે મશરૂ વણકરેંજે રુડિયેમેં નઉ વિશ્વાસ પેધા થ્યો વો.

1990જે ડાયકેમેં જેર સજે મડઇમેં ખાલી ઇનીજો જ પરિવાર મશરૂ વણાટ કરીંધો વો તેર પ મશરૂમેં રોજગારી ન હૂઇ છતા પ ઇ પિંઢજી વારસાગત પરંપરાજી ઓરખ સમજીને જાડ્વી વ્યા. તે ખાલી હિકડ઼ા કારીગર નાય પ કચ્છજી વારસાગત સંસ્કૃતિજા વાહક, સંઘર્ષજા પ્રતીક ને સર્જનાત્મકતાજો જીરો ડાખલો આય.

આ પણ વાંચો…વલો કચ્છ : પીડાને ભૂલી શ્રમ ને સૂઝબૂઝ થકી મેળવી સિદ્ધિ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button