ઉત્સવ

કરિયર: જોબ માર્કેટ 2025 અત્યાર જેવી પ્રતિસ્પર્ધા અગાઉ ક્યારેય જોઇ નથી!

-નરેન્દ્ર કુમાર
જોબ માર્કેટ પર લિંક્ડઇનના તાજેતરના રિપોર્ટ ‘સ્કિલ્સ ઓન ધ રાઇઝ 2025’ને જોઇએ તો ખ્યાલ આવે છે કે નોકરીના માર્કેટમાં હાલ જેવી પ્રતિસ્પર્ધા અગાઉ ક્યારેય જોઇ નથી. આ રિપોર્ટ અનુસાર, નોકરીદાતા આજના ઝડપથી બદલાતા પ્રોફેશનલ પરિદૃશ્યને નેવિગેટ કરવા માટે પોતાના કર્મચારીઓમાં ટેક્નિકલ કુશળતા અને સોફ્ટ સ્કિલનું મિશ્રણની શોધ કરતા હોય છે. વાસ્તવમાં ડિજિટલ પરિવર્તન, એઆઇ ઉન્નતિ અને માનવ કેન્દ્રિત કૌશલની વધતી પ્રતિસ્પર્ધાના કારણે આખી દુનિયાના નોકરીના માર્કેટની હાલત ખૂબ ખરાબ થઇ ગઇ છે. આ કારણે નોકરીના માર્કેટ ખૂબ ઝડપથી નવા રંગ રૂપમાં ઢળી રહ્યું છે. જેમ જેમ ઉદ્યોગ નવા પડકારો સામે ઢળે છે, પ્રોફેશનલને પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે ઊભરતા કૌશલ સાથે તાલમેલ બેસાડવો જરૂરી હોય છે.

જ્યારે આવ્યું હતું કમ્પ્યૂટર…
અનેક દાયકાઓ અગાઉ ભારતમાં જ્યારે કમ્પ્યૂટર આવ્યું હતું તો વર્ષો સુધી લગભગ અનેક ક્ષેત્રમાં તમામ જૂના કર્મચારીઓ પોતાની જીદના કારણે કમ્પ્યૂટર શીખ્યા નહીં. બેન્કો, ન્યૂઝપેપરની ઓફિસોમાં કમ્પ્યૂટર ન શીખવાની જીદમાં અડેલા અનેક કર્મચારીઓએ વર્ષો સુધી મનમાની કરી હતી. પરંતુ કમ્પ્યૂટરે પારંપરિક કર્મચારીઓને એડજસ્ટ થવા અને પોતાની જિદના કારણે કરિયર પૂરું કરવાની જે છૂટ આપી હતી તે છૂટ આજના ડિજિટલ ટેક્નોલોજી અને એઆઇ કાર્યક્ષમતા આપતી નથી. જો તમે પણ આ ટેક્નોલોજી સાથે તાલમેલ નથી બેસાડી શકતા એટલે કે તેને શીખતા નથી તો તમને નોકરીના માર્કેટમાં એક દિવસનો પણ સમય મળતો નથી. તમારે અહીંથી બિસ્તરા ઉપાડીને નીકળવું જ પડશે. જો પ્રતિસ્પર્ધા અને પરેશાનીની આ કસોટીઓમાં જોઇએ તો વર્ષ 2025માં જેવી નોકરીઓમાં સ્પર્ધા છે તેવી અગાઉ ક્યારેય નહોતી. આ પાછળ અનેક કારણો છે જેમ કે ટેક્નોલોજી, જનસંખ્યામાં વધારો અને બદલતા વર્ક ટ્રેન્ડ્સ સામેલ છે.

એઆઇ અને રોબોટિક્સ…
આજે જોબ માર્કેટમાં એઆઇ અને રોબોટિક્સે અનેક નોકરીઓનું સ્થાન લઇ લીધું છે. ખાસ કરીને ડેટા એન્ટ્રી, મેન્યુફેકચરિંગ, કસ્ટમર સર્વિસ જેવા ફિલ્ડ છે. કંપનીઓ ઓછામાં ઓછા લોકો પાસે વધુને વધુ કામ કરાવવા માટે ઓટોમેશનને અપનાવી રહી છે. જ્યારે ભારતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઇ રહ્યા છે. પરંતુ જોબ ગ્રોથ એ ગતિથી આગળ વધી રહ્યું નથી કારણ કે સરકારની નોકરીઓની સંખ્યા સીમિત થઇ ગઇ છે અને દિવસે ને દિવસે ઘટી રહી છે. એટલા માટે પ્રાઇવેટ સેક્ટરમાં વધુ સ્પર્ધા થઇ રહી છે.

વર્ક ફ્રોમ-એનિવેર કલ્ચર…
એક જમાનો હતો જ્યારે જ્યાં તમે કામ કરો છો ત્યાં જવું પડતું હતું, પરંતુ આજે હાઇ એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીના કારણે ડઝનેક ક્ષેત્રોમાં કામ દુનિયામાં ક્યાંય પણ બેસીને કરી શકાય છે. વર્ક ફ્રોમ હોમ અને રિમોટ વર્ક કલ્ચરના કારણે યુરોપ અને અમેરિકાની હજારો કંપનીઓ આજે ભારતમાં રહેતા કર્મચારીઓ પાસે કામ કરાવી રહી છે. આ એનિવેર કલ્ચર પણ છે. જેના કારણે આજે ભારત સસ્તા શ્રમિક દુનિયાભરના શ્રમિકોને જોરદાર સ્પર્ધા આપી રહ્યું છે, પરંતુ એક તરફી નથી. આજે જો ભારતીય દુનિયાભરમાંથી નોકરીઓ લઇ રહ્યા છે તો ભારતીય જોબ માર્કેટમાં પણ હજારો વિદેશી ફ્રિલાન્સર એક્સપર્ટ્સ રીતે કામ કરીને ભારતીય ટેલેન્ટને પડકાર આપી રહ્યા છે.

મજબૂત થશે ગિગ કલ્ચર…
આજે કંપનીઓ ફૂલ ટાઇમ જોબના બદલે કોન્ટ્રાક્ટ અને ફ્રિલાન્સર્સને પ્રાથમિકતા આપી રહી છે. જેનો અર્થ એ છે કે સ્થાયી નોકરીઓ ઓછી અને અસ્થાયી નોકરીઓ વધી રહી છે. વાસ્તવમાં તમામ ઇન્ડસ્ટ્રીઝમાં જે સ્તરની નવી ટેક્નોલોજીની ડિમાન્ડ છે તેના કારણે ટેકનો એક્સપર્ટ લોકોની ડિમાન્ડ વધુ છે જેનાથી અનેક સ્થાયી નોકરીઓ કરવાના બદલે તેઓ ફ્રિલાન્સ વર્કને પ્રાથમિકતા આપી રહ્યા છે. એ સ્થિતિ બનેલી છે કે તાજેતરનાં વર્ષોમાં ખૂબ ઝડપથી જૂની સ્કિલ્સ અપ્રાસંગિક થઇ ગઇ છે અને નવી ટેકનોલોજી પર પક્કડ ન ધરાવતા લોકો માટે નોકરીઓ ઘટી રહી છે. આજે લગભગ તમામ કંપનીઓને ડેટા સાયન્સ, ક્લાઉડ કમ્પ્યૂટિંગ, સાઇબર સિક્યોરિટી, રોબોટિક્સ જેવી નવી સ્કિલ્સ ધરાવતા લોકો જોઇએ છે.

આ પણ વાંચો….કરિયર : અવાજની દુનિયામાં કારકિર્દી બનાવવા માગો છો? …તો બનો સાઉન્ડ એન્જિનિયર

આ સ્થિતિનો કેવી રીતે સામનો કરવો?

હાઇ ડિમાન્ડ સ્કિલ્સ શીખો
ટેક્નોલોજી ફ્રેન્ડલી બનો. ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ક્લાઉડ કમ્પ્યૂટિંગ જેવી સ્કિલ્સ ધરાવતા લોકોની આજે ખૂબ જરૂર છે. આ સાથે જ ડિજિટલ માર્કેટિંગ, એનઆઇઓ, ગ્રાફિક ડિઝાઇનિંગ, યુઆઇ-વીએક્સ જેવી સ્કિલ્સ ફ્રિલાન્સિંગમાં મદદ કરી રહ્યા છે. હેલ્થકેર, બાયોટેક અને ગ્રીન એનર્જીમાં કરિયર બનાવો. જ્યાં નોકરીઓની માગ વધુ છે.

મલ્ટી સ્કિલ્ડ બનો
આજે દુનિયામાં જે વ્યક્તિ એક જ સ્કિલ જાણે છે તેની સામે અસુરક્ષાની તલવાર લટકતી રહે છે. એટલા માટે કરિયરની નજરે સુરક્ષિત અનુભવવા માટે મલ્ટી સ્કિલ્ડ બનો. સતત પોતાને અપગ્રેડ બનાવવા માટે કોર્સ અને સર્ટિફિકેશન કરો જેથી તમારી વેલ્યૂ માર્કેટમાં જળવાઇ રહે. જો સંભવ હોય તો ઇન્ટરનેશનલ લેવલના કોઇ સ્કિલ્સ ડેવલપ કરો જેનાથી તમે ગ્લોબલ જોબ માર્કેટમાં એપ્લાય કરી શકો છો.

પર્સનલ બ્રાન્ડિંગ કરો
લિંક્ડઇન પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ પર એક્ટિવ રહો. બ્લોગ, યુટ્યુબ, ઓનલાઇન કોર્સ મારફતે પોતાની પર્સનલ બ્રાન્ડિંગ કરો. સાથે જ ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ અને એક્સપર્ટ્સ સાથે કનેક્ટ થઇને નવા અવસર શોધો. સાથે જ ભારતની બહાર પણ નોકરીના અવસરો પર નજર રાખો. જર્મની, જાપાની, ફ્રેન્ચ અથવા ચીની જેવી વિદેશી ભાષામાંથી કોઇ એક વિદેશી ભાષા શીખી લો તો ખૂબ સારું રહેશે. એક રીતે જોઇએ તો વર્ષ 2025માં જોબ માર્કેટ અગાઉ કરતાં વધુ પડકારજનક છે. પરંતુ જો યોગ્ય સ્કિલ્સ અને અપ્રોચ અપનાવવામાં આવે તો નોકરી મેળવવી મુશ્કેલ નહીં હોય. ટેક્નોલોજી, નેટવર્કિંગ અને અપસ્કિલિંગ પર ધ્યાન આપીને તમે આ સ્પર્ધામાં ટકી શકો છો અને તમારા કરિયરને નવી ઊંચાઇઓ સુધી લઇ જઇ શકો છો.

આ પણ વાંચો….કરિયર : નોકરીના મામલે ડિગ્રી પર ભારી પડતા ડિપ્લોમા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button