ફોકસઃ નવી ટૅક્નોલૉજી રમતગમત માટે કેટલી જ રૂરી?

- સારિમ અન્ના
રમતગમત હવે માત્ર મહેનત, હિંમત અને પ્રતિભા સુધી જ સીમિત નથી રહી, પરંતુ રમતગમતમાં સફળતા પામવા માટે હવે વિજ્ઞાન, ટેકનોલોજી, ડેટા વિષ્લેષણ અને ઉચ્ચતમ તાલીમના સંસાધનો નું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન છે. જોકે આ પ્રકારની બધી જ સુવિધાઓ હજી ગ્રામીણ વિસ્તારમાં ઉપલબ્ધ નથી તેથી જ આજના રમતગમતના ક્ષેત્રમાં ગ્રામીણ ક્ષેત્રોની ભૂમિકા પર સતત સવાલ ઉઠાવવામાં આવે છે.
આ જ કારણ છે કે આપણા વડા પ્રધાન ભારતને રમતગમતમાં ઉત્તીર્ણ બનાવવા માટે અગ્રેસરના પ્રયત્નો કરી રહ્યા છે. જો જલદીથી આ લક્ષ્યને ધ્યાનમાં રાખી ગ્રામીણ ભારતને ડેટા, ઉચ્ચસ્તરની ટેકનોલોજી નહીં પ્રદાન કરવામાં આવે તો ગ્રામીણ ક્ષેત્ર ખેલકૂદમાંથી બાકાત ન થઈ જાય.
આજે ખેલાડીની સ્પીડ, સ્ટ્રેન્થ, હાર્ટ રેટ, ડાએટ, રિકવરી ટાઈમ, અને માનસિક તણાવનો સ્તર, આ બધું જ મશીનો દ્વારા મૉનિટર કરવામાં આવે છે. રમત વિશ્લેષણ સૉફટવેર જેવા ડાટાફિસ, કેટાપુલ જીપીએસ, સ્માર્ટ રેકેટ અને એઆઈ વીડિયો રિવ્યૂ વગેરેએ જે હિસાબે કસોટીઓ નિર્મિત કરી છે, તેને માટે પારંપારિક પ્રતિભાથી કામ નહીં ચાલે. આજે આઈપીએલ જેવી ક્રિકેટ સ્પર્ધામાં પણ હૉક હાઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
મેચનું વિશ્લેષણ AI ને આધારે થઈ ગયું છે અને ફિટનેસ ટ્રેકર્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઓલમ્પિક સ્તરે બાયોમેકેનિક્સ લેબમાં ખેલાડીઓની દરેક હરકતોનું વિશ્લેષણ થાય છે. પેરિસ ઓલમ્પિક 2024માં આપણી મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનું માત્ર 150 ગ્રામ વજન વધારે હોવાને કારણે અમેરિકાની કુસ્તીબાજ સારા સાથેના મુકાબલામાંથી તેને કાઢી નાખવામાં આવી હતી.
આવામાં આવનારા દિવસોમાં ગ્રામીણ વિભાગના ખેલાડીઓ પોતાને કઈ રીતે પુરવાર કરશે એ ખૂબ જ મોટો સવાલ છે. આજની તારીખમાં દેશનાં મહાનગરોની તમામ મોટી શાળા પોતાની શાળામાં રમત ગમતમાં એઆઈ ટ્રેનિંગની વ્યવસ્થા કરી ચુક્યા છે. સવાલ એ છે કે, ગામમાં ખેલાડીઓ પાસે ન તો આધુનિક સ્તર પર કોચિંગ સેન્ટર છે, ન તો બાયોમેટ્રીકની લેબ છે, ન તો મોંઘા હેલ્થ ક્લબ છે. કોઈ હાઈ ફાઈ જિમ પણ નથી, ન સ્પોર્ટસ એકસપર્ટ અને ન તો કોઈ ડિજિટલ ઉપકરણ છે. આવામાં શહેરી સુવિધાવાળા ખેલાડીઓની સામે ગ્રામીણ ખેલાડીઓ ક્યાં ટકવાના, અને આંતરરાષ્ટ્રિય સ્તર પર જવાની વાત જ ખૂબ દૂર છે.
અત્યાર સુધી ભલે હરિયાણાના ગામથી નીકળેલા પહેલવાન પોતાની મહેનતના જોરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઘણા મેડલો મેળવ્યા હોય, પરંતુ હવે જયારે ઓલમ્પિક સ્તરની કુસ્તીમાં ‘મેટ સૈંસ’, ‘વીડિયો રિપ્લે સ્ટડી’ અને ‘એઆઈ ડેટા એનાલિટિક્સ’નો પ્રયોગ થઈ રહ્યો છે, એવામાં માત્ર માટીના અખાડામાં લેવાયેલી ટ્રેનિંગમાં ટકી રહેવુ કઈ રીતે સંભવ થશે. ગ્રામીણ વિસ્તારોમાં ન તો સુશિક્ષિત કોચ છે અને નથી ટેકનોલોજીની જાણકારી.
ગ્રામીણ ખેલાડીઓની દેશ અને વિદેશમાં ખેલ કૂદમાં ભાગીદારી નિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને ટેક્નિકલ સાધનોને ગામ ગામ સુધી પહોંચાડવાં જોઈએ. દેશના દરેક જિલ્લામાં એક સ્પોર્ટસ સાઈઝનું મિની હબ બનાવવુ જોઈએ જ્યાં ઓછી કિંમતમાં ખેલાડીઓ પોતાની ફીટનેસ, ડાયેટ, માનસિક સ્વાસ્થ્ય વગેરેની તપાસ કરાવી શકે અને તેમના પર્ફોર્મન્સનો વીડિયો એનાલિસિસ પણ થવુ સંભવ હોય ત્યારે જ દેશના દરેક જિલ્લામાંથી હોનહાર ખેલાડીઓ ઊભરીને આગળ આવી જશે.
ગામોમાં મોબાઈલ સ્પોર્ટસ લેબની વ્યવસ્થા કરવી પડશે, જે ગામ ગામ પહોંચી ખેલાડીઓની વચ્ચે પહોંચી નિશ્ચિત ટેસ્ટિંગ અને ટ્રેનિંગની જરૂરિયાતને પૂરી કરી શકે.
જો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં દેશનાં 80 ટકાથી પણ વધુ શહેરો અને તેમાં પણ મહાનગરોમાં રહેવાવાળા ખેલાડીઓ જ કામયાબ થઈ રહ્યા છે, તો તેનું એક જ કારણ છે કે, ખેલાડીઓને મળેલી ઉચ્ચસ્તરની તાલીમ. પ્રશિક્ષણ માત્ર શારીરિક મહેનત અને વ્યક્તિગત જુનૂન સુધી જ સીમિત નથી રહ્યું.
આ બધી આધુનિક ટેકિનક અને કુશળ ટેક્નિક આપણી કુશળતાના વિશ્ર્લેષણ પર આધારિત છે અને આ સાધનોનો ગ્રામીણ, કસ્બાઈ અથવા નાનાં શહેરોની ખેલની દુનિયામાં સંપૂર્ણ અભાવ છે. તેથી જ આ ચિંતા સ્વાભાવિક છે કે જો રમતમાં ટેક્નિક ડેટા અને આધુનિક સુવિધાવાળા સંસાધનોની ઊણપ રહેશે તો ગ્રામીણ ક્ષેત્રના ખેલાડી કેવી રીતે દેશ અને દુનિયામાં પ્રતિસ્પર્ધા કરી શકશે? આના પર રાજ્યો અને કેન્દ્રની સરકારે જેટલું જલદી થઈ શકે ગંભીરતાથી ધ્યાન દેવુ જોઈએ. ગ્રામીણ ભારતને રમતગમતમાં મહત્ત્વપૂર્ણ બનાવી રાખવા માટે દર વર્ષે ઓછામાં ઓછા 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે અને ત્યારે આપણે રમતગમતની દુનિયામાં એક મહાશક્તિ બની શકશું.
આપણ વાંચો: આજે આટલું જઃ ખૈરાત ચાલે છે