ઉત્સવ

હેલ્થ કેર સપોર્ટ પ્રોફેશન એટલે ઓછા જોખમ સાથે પ્રતિષ્ઠિત કારકિર્દી…

કરિઅર – કીર્તિશેખર

આજના તીવ્ર સ્પર્ધા અને અનિશ્ર્ચિત નોકરીઓના યુગમાં હેલ્થ કેર સપોર્ટ વ્યવસાય ઓછું જોખમ, કાયમી માગ અને પ્રતિષ્ઠિત કારકિર્દી વિકલ્પ બનીને ઊભરી આવ્યો છે. ડોક્ટરો અને નર્સો સાથે ખભેખભો મિલાવીને કામ કરતાં આ વ્યાવસાયિકોમાં લેબ ટેક્નિશિયન, રેડિયોલોજી ટેક્નિશિયન, ફાર્મસી અને નર્સિંગ આસિસ્ટન્ટ, હોસ્પિટલ એડમિન સપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. હકીકતમાં આ લોકો સારવારની એકંદર વ્યવસ્થાને સૂચારું બનાવે છે.

આ ક્ષેત્રની સૌથી મોટી તાકાત તેની સતત જરૂરીયાત છે. બીમારીઓ, નિદાન, રિહેબિલિટેશન અને સંભાળ આ બધા કામ આ વ્યાવસાયિકોના કારણે અટકતા નથી. આ જ કારણ છે કે આર્થિક વધઘટની અહીં મર્યાદિત અસર થાય છે. આ ક્ષેત્રમાં ઓછું શિક્ષણ હોવા છતાં અને કૌશલ્ય-આધારિત તાલીમ બાદ નોકરી મળી જાય છે.

પ્રારંભિક પેકેજ ભલે મધ્યમ હોય, પરંતુ અનુભવ અને સ્પેશિયલાઇઝેશન સાથે આવક અને હોદો બંનેમાં સતત વધારો થતો રહે છે. તેથી જે લોકો સમાજ ઉપયોગી કામ સ્થિરતા અને આત્મસન્માન સાથે કારકિર્દી ઇચ્છે છે તેઓ માટે હેલ્થ સપોર્ટ પ્રોફેશન આજના ભારતમાં સલામત, વિશ્વસનીય અને ભવિષ્યલક્ષી માર્ગ પ્રદાન કરે છે.

વર્ષ 2026માં હેલ્થ કેર સપોર્ટ વ્યવસાયો ઝડપથી ઊભરી રહેલી કારકિર્દીની શ્રેણી છે. વધતી વસ્તી, વયસ્ક થતી વસ્તી અને જીવનશૈલી સંબંધિત બિમારીઓને કારણે ખાનગી હોસ્પિટલોની વધતી સંખ્યા, ટેલિ મેડિસિન અને ડાયગ્નોસ્ટિક સેવાઓના વિસ્તરણે આ ક્ષેત્રમાં સ્થિરતા અને સન્માનજનક નોકરીઓની માગમાં અનેક ગણો વધારો કર્યો છે.

હાલ આ ક્ષેત્ર એટલા માટે ખાસ છે કારણ કે ડાયગ્નોસ્ટિક અને પ્રિવેન્ટિવ કેર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નિદાન, સ્ક્રીનિંગ અને સમયસર સારવાર માટે ટેક્નિશિયન અને સહાયકોની માગ વધી છે. હોસ્પિટલો અને ક્લિનિકોનો વિસ્તાર થયો છે. શહેરોમાં નવી હોસ્પિટલો, ડે કેર સેન્ટર અને ડાયગ્નોસ્ટિક લેબ ખુલી રહી છે. આ સાથે ડિજિટલ હેલ્થનું વિસ્તરણ થઇ રહ્યું છે.

જેમ કે ઇ-હેલ્થ રેકોર્ડ, ટેલિ-રેડિયોલોજી, રિમોટ મોનિટરિંગથી આઇટી સપોર્ટ અને ડેટા હેન્ડલિંગની ભૂમિકાઓ વધી છે. આ સાથે કાસ્ટ ઇફેક્ટિવ કેર પણ આ વ્યવસાયની વધતી માગ પાછળનું એક પ્રેરક બળ છે. હકીકતમાં ડોક્ટરોનો સમય બચાવવા માટે આજે નાના શહેરોથી લઇને મહાનગરો સુધી પ્રશિક્ષિત તબીબી સહાય સ્ટાફની જરૂરિયાત અનેક ગણી વધી છે.

મુખ્ય હેલ્થ કેર સપોર્ટ પ્રોફેશન

  • મેડિકલ લેબ ટેક્નિશિયન(એમએલટી)- લોહી, પેશાબ, પેથોલોજી અને માઇક્રોબાયોલોજી ટેસ્ટ કરે છે. તેમની માગ ડાયગ્નોસ્ટિક લેબ અને હોસ્પિટલો વગેરે બંને જગ્યાએ રહે છે.
  • રેડિયોલોજી/ઇમેઝિંગ ટેક્નિશિયન- એક્સરે, સિટી સ્કેન, એમઆરઆઇ, અલ્ટ્રાસાઉન્ડ જેવી મશીનો ઓપરેટ કરે છે. તાજેતરના દિવસોમાં આધુનિક હોસ્પિટલોમાં આ સપોર્ટ સ્ટાફની ડિમાન્ડ સૌથી ઝડપથી વધી રહી છે.
  • ફાર્મસી આસિસ્ટન્ટ- દવાઓનો સંગ્રહ, વિતરણ અને રેકોર્ડ જાળવવા માટે ફાર્મસી સહાયકોની જરૂર પડે છે. હોસ્પિટલ ફાર્મસી, રિટેલ ચેન અને ઓનલાઇન ફાર્મસીઓમાં તેમની માગમાં નોંધપાત્ર વધારો થયો છે.
  • નર્સિંગ આસિસ્ટન્ટ/જીએનએમ સપોર્ટ- આ લોકો મૂળભૂત સંભાળ, મોનિટરિંગ, દસ્તાવેજીકરણમાં નર્સોની મદદ કરે છે. હોસ્પિટલો, કેર હોમ્સ અને હોમ હેલ્થના ક્ષેત્રમાં તેમની માગ ઝડપથી વધી છે.
  • હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન સપોર્ટ- ફ્રન્ટ ઓફિસ, બિલિંગ, મેડિકલ રેકોર્ડ, ઇન્શ્યોરન્સ કો-ઓર્ડિનેશન વગેરે ક્ષેત્રોમાં તેમની સતત માગ રહે છે. ખાસ કરીને મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને કોર્પોરેટ હેલ્થ સેટઅપમાં તેમની ભારે ડિમાન્ડ રહે છે.
  • ફિઝિયોથેરાપી આસિસ્ટન્ટ/રિહેબ સપોર્ટ- તેઓ રિકવરી અને રિહેબિલિટેશનમાં મદદ કરે છે. તેથી તેમની જરૂર ઓર્થોપેડિક, ન્યૂરોરિહેબ અને સ્પોર્ટ્સ ક્લિનિકમાં રહે છે.

યોગ્ય લાયકાત અને કૌશલ્યો

  • મેડિકલ સપોર્ટ પ્રોફેશન માટે જરૂરી શૈક્ષણિક લાયકાત 10+2(સાયન્સ) છે- જે મોટાભાગની ટેક્નિકલ સપોર્ટ ભૂમિકાઓ માટે જરૂરી હોય છે.
  • આ ઉપરાંત ડિપ્લોમા/સર્ટિફિકેટ- આ લાયકાત મલ્ટી લેબ ટેક્નોલોજી, રેડિયોલોજી, ફાર્મસી આસિસ્ટન્ટ અને નર્સિંગ અસિસ્ટન્ટ માટે જરૂરી છે.
  • હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન અથવા સ્પેશિયલાઇઝ્ડ ટેક્નિશિયન ભૂમિકાઓમાં ઉત્તમ તકો ઉપલબ્ધ છે. ટેક્નિકલ અને સોફ્ટ સ્કિલની વાત કરીએ તો આ ક્ષેત્ર માટે બેસિક મેડિકલ નોલેજ અને ઇન્ફેક્શન કંટ્રોલ સ્કિલ જરૂરી છે. આ ક્ષેત્રના પ્રોફેશનલ્સ માટે મશીન હેન્ડલિંગ, ડેટા એન્ટ્રી અને ઇ-હેલ્થ રેકોર્ડમાં નિપુણતા પણ જરૂરી છે. કોમ્યુનિકેશન, પેશન્ટ હેન્ડલિંગ, ટીમવર્ક અને શિફ્ટમાં કામ કરવાની ક્ષમતા તથા પ્રોફેશન એથિક્સ પણ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગતા ઇચ્છુકો માટે જરૂરી કુશળતા છે.

ક્યાં નોકરી મળશે

સરકારી અને ખાનગી હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક લેબ, ઇમેઝિંગ સેન્ટર, ડે-કેર અને રિહેબ સેન્ટર જેવા નર્સિંગ હોમ અને હેલ્થ હોમ કેરની એજન્સીઓમાં આ પ્રકારના વ્યાવસાયિકો માટે હંમેશાં તકો રહે છે. પ્રારંભિક પેકેજ અને આવકનું માળખું આ પ્રકારનું છે.

  • ડિપ્લોમા લેબલ સપોર્ટ સ્ટાફને વાર્ષિક 2 થી 3.5 લાખ રૂપિયાનું પેકેજ મળી રહે છે.
  • જ્યારે સ્પેશિયલાઇઝ્ડ ટેક્નિશિયનને વાર્ષિક 3 થી 5 લાખ રૂપિયાનું પેકેજ મળી રહે છે અને હોસ્પિટલ એડમિન સપોર્ટ સ્ટાફને શરૂઆતના તબક્કામાં 3 થી 4.5 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળી રહે છે.
  • મોટા શહેરોમાં નાઇટ શિફ્ટ અને સ્પેશિયલ સ્કીલ જેવા એમઆરઆઇ, સિટી સ્કેન, એમઆઇસીયૂ, સપોર્ટ પર પેકેજ વધુ મળે છે.

ભવિષ્યની સંભાવના

સ્પેશિયલાઇઝેશન અને એડવાન્સ સર્ટિફિકેટથી પગાર અને જવાબદારી બંને વધે છે. જ્યારે સુપરવાઇઝર કે લીડ રોલ અનુભવી સ્ટાફ સાથે ટીમ લીડ અથવા શિફ્ટ ઇન્ચાર્જના રૂપમાં આ વ્યાવસાયિકો માટે નોકરીના દરવાજા ખોલે છે. આ રીતે હોસ્પિટલ ઓપરેશન, ક્વોલિટી ઇન્શ્યોરન્સની એડમિન અને મેનેજમેન્ટમાં પ્રગતિની નોંધપાત્ર સંભાવના રહે છે. આ વ્યાવસાયિક પાસે વિદેશમાં, ખાસ કરીને ખાડીના દેશો અને એશિયા પેસિફિકના ક્ષેત્રમાં ખૂબ જ સારી તકો ઉપલબ્ધ છે. આ વ્યવસાયમાં નિપુણતા મેળવ્યા પછી સ્વરોજગારી પણ સરળતાથી કરી શકાય છે. ખાસ કરીને ડાયગ્નોસ્ટિક ક્લેક્શન અને સેન્ટર હોમ સર્વિસ વગેરેના ક્ષેત્રમાં.

યોગ્ય કારકિર્દી

જે લોકો સ્થિર નોકરી કરવા માગે છે અને સમાજમાં પોતાના માટે કાયમી અને ઉપયોગી ભૂમિકા ઇચ્છે છે તેમના માટે આ કારકિર્દી ખૂબ જ યોગ્ય છે. જેઓમાં દર્દીઓ સાથે કામ કરવાની ધીરજ અને સંવેદનશીલતા છે, જે લાંબા અભ્યાસ વિના કૌશલ્ય આધારિત કારકિર્દી ઇચ્છે છે, તે બધા માટે વર્ષ 2026માં હેલ્થ સપોર્ટ પ્રોફેશન ઓછા જોખમ અને કાયમી માગ સાથે એક પ્રતિષ્ઠિત કારકિર્દી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button