ઉત્સવ

આજે આટલું જ : આખુ આ જગ ગઝલની ભાષા છે

-શોભિત દેસાઈ

ગઝલની તાસીર, ગઝલના સ્વરૂપનુ આતરસ્ત્રવિક અનહદપણુ, ઉત્તમ ઉમદા ગઝલની-સીધી કલમથી ભાવકના ભીતરે પહોંચવાની સાધ્યન્નતા અને સારી/ખરાબના નિર્ણય વખતે કવિને વશીકરણથી ગોથુ ખવડાવી શકવાની અજરામર કુનેહને લઈને જ તો છેલ્લાં 50 વરસથી ગઝલના હીંચકે ઝૂલી રહ્યા છીએ.

હમણા, એટલે કે એકઝેક્ટ કહુ તો 23 સપ્ટેમ્બરથી 3 ડિસેમ્બર એવો સરસ સમય ગયો, એટલી બધી સર્જનાત્મક ક્ષણોએ હારતોરા પહેરાવ્યા, નવનીત સમર્પણ અને પરબમા એવુ સરસ સ્થાન મળ્યુ કે થયુ મારા પરમપ્રિય વાચકો સાથે એ નિજાનદ વહેંચુ. મને ય ખબર તો પડે કે એમની નજરમા હુ ક્યા છુ !

(1) પ્રથમ પ્રહરની મજાઓ ગઝલમા લાવ્યો છુ.
હુ શ્લોક, મત્ર, ઋચાઓ ગઝલમા લાવ્યો છુ.
તુ વેણી વાળમા ગૂથે, બે પક્તિ એમ ગૂથી
હુ બેનમૂન કલાઓ ગઝલમા લાવ્યો છુ.
કદીક સતાવે બીમારીઓ માનસિકતાની
તો બેઠા કરવા દવાઓ ગઝલમા લાવ્યો છુ.
હવે શુ કરશે વિસવાદી તર્કવાળા બધા ?
સીધી, પ્રજાની વ્યથાઓ ગઝલમા લાવ્યો છુ.
અહીં છે કાશી અહીં કાબા, બન્ને ઉપરથી
રવિ, શશીની ધજાઓ ગઝલમા લાવ્યો છુ
અસીમ તુ છે હવે સૌ અનુભવોથી અલગ
તેં મોકલેલી દુઆઓ ગઝલમા લાવ્યો છુ
ગીતા કુરાન મળીને રચે છે અદ્ભુત શેર
અને અઝાન પૂજાઓ ગઝલમા લાવ્યો છુ.


(2) જગલ દેખાડુ છુ
છે વન ને રણના ગવાઈ રહ્યા છે મ્હાડ જુઓ.
`પધારો’ કહેતુ લીલુછમ આ મારવાડ જુઓ.
તમારી આખથી સિચાતા સર્વ ઝાડ જુઓ.
નર્યા નિસર્ગના ખૂલી રહ્યા કમાડ જુઓ.
ખૂલી રહ્યુ છે ખરેખર નસીબ, ઉઘાડ જુઓ.
નદીઓ વૃક્ષો ફૂલો પર્વતો પહાડ જુઓ.
પતગિયાએ મૂકેલી મૂગી દહાડ જુઓ.
સુણીને ડોલતી વેલાની એક વાડ – જુઓ.
પૂરબ દિશાથી થયુ દૂર સહેજ અધારુ,
ધરે છે ઘાસને આ ઓસ કેવા લાડ – જુઓ!
ફૂટી રહ્યા છે અહીં નવ્ય સોમ્ય અકુરો,
અડે છે આભને બીજી તરફ આ તાડ ..જુઓ.
ન દૃશ્ય થાય છે બગલાને માછલી એકે,
ગળ્યા નજરમા છે પોતાની એના હાડ… જુઓ!
બધા જ પખીઓ, પ્રાણીઓ છે અચાનક ચુપ,
સૂતેલા રાજાએ જાગી, મૂકેલી ત્રાડ જુઓ.
તિમિરની સેના છે સામે ને આગિયા થોડા,
વિરાટ સામે મથામણ આ મારફાડ – જુઓ!
સમસ્તને જે ગજાવી રહી છે ખુશ્બોથી,
એ રાતરાણીની માદક ને મુગ્ધ ધાડ જુઓ.
ન મટકુ મારતા, સોગદ તમને જગલના,
ઊતરતા શબ્દમા, આ સૌ પ્રભુના પાડ – જુઓ.


(3) અલગ ચાલનુ વ્યથોપનિષદ
અહો ! પહેલી વખત પુરવાર કરવાનુ !
પછીથી તો સતત પુરવાર કરવાનુ.
દુઆ આપે છે ગત પુરવાર કરવાનુ.
`નવુ હો કાર્યરત પુરવાર કરવાનુ’.
ટણી પર ટેકવી વટ ઢાલ ભૂલી જઈ,
સ્વયમ્નુ પાણીપત પુરવાર કરવાનુ.
નિરાતે બેસવાનુ નહીં કદી ક્યાયે,
પધાયા કે તરત પુરવાર કરવાનુ.
ઘણા જાણે છે, રહે છે દૂર કાયમના,
કશી ક્યા આવડત પુરવાર કરવાનુ?!
પૂરી પ્રજ્ઞા ભૂસાઈ ઓલવાઈ જ્યા,
કે નીવડે કારગત પુરવાર કરવાનુ.
અદાલત વિશ્વભરની છે પ્રવૃત્તિમાં
બધુ સાચુ ગલત પુરવાર કરવાનુ.
અસત્‌‍ પડકારવાની હામ છે જગમા?
અને હમેશ સત પુરવાર કરવાનુ?
ફિતૂરી-વાસના – રઘવાટમા જીવતા,
સહુનો એકમત : પુરવાર કરવાનુ.
અગર ના હોત સાકળ આવી ભારેખમ,
તો અમને પણ ગમત પુરવાર કરવાનુ.
અપેક્ષાના બધા જગલની વચ્ચોવચ,
થયુ ના હસ્તગત પુરવાર કરવાનુ.
અભરખાઓ બધા વાસી દીધાં છે તેં;
હું નહીંતર મોકલત પુરવાર કરવાનુ.
મેં છોડયુ, ઝખ્યુ બહુ પાછુ અને આવ્યુ,
ન ઠેલાયુ પરત પુરવાર કરવાનુ.
તપાવુ લોહ ચકમકથી ને મારુ ઘણ?
બહુ દુર્ગમ, સખત પુરવાર કરવાનુ.
લીધુ કણ, ચાખ્યુ નાખ્યુ, ઊડી ગોરૈયા,
અહીં તો બસ ચખત પુરવાર કરવાનુ.
હવે થાકી અને હાફી ગયુ છે, જો!
હજી નહીં તો ચલત પુરવાર કરવાનુ.
વિષાદોથી ભરેલી જિદગી નીચે
છે મારા દસ્તખત : પુરવાર કરવાનુ.
આ કેવળજ્ઞાન આવ્યુ છે મને હમણા-
મૂઉ! છટ! મૂર્ખ! ધત! પુરવાર કરવાનુ…
અરે શોભિત ! હવે આ સોય-દોરાથી,
ભૂરા આભે ભરત પુરવાર કરવાનુ !


(4) જેટલુ અહિનુ નિયત છે, રહીને ;
થાય છે કે હવે નાસી જઇએ
આપણી વાત બરાબર કહીને,
થાય છે કે હવે નાસી જઇએ
છે કલમ સાથે પનારો જેનો,
એવો ખડિયો તો થવા આવ્યો ખતમ
મુકી અડધેથી આ ખાતાવહીને,
થાય છે કે હવે નાસી જઇએ
જ્યા જવુ’તુ ન જવાયુ ક્યારેય,
ને ગયા જ્યા ત્યા ચલાવી લીધુ;
કોઈ બોલે છે ભીતર રહીરહીને
“થાય છે કે હવે નાસી જઇએ”
લાગણીની થઈ દરકાર કશેક,
ક્યાક વિખરાઈ ગયા સવેદન
માન અપમાન સજાવી, સહીને;
થાય છે કે હવે નાસી જઇએ
કોઈ જાણે કે ન જાણે શુ ખબર
બોલશે, મુકી જઈશુ એ બધુ;
આપણા બસનુ ગઝલમા વહીને;
થાય છે કે હવે નાસી જઇએ.


આજે આટલુ જ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button