ઉત્સવ

ફોકસ: ‘જેન ઝી’માં કેમ વધી રહ્યું છે શોર્ટ વીડિયોનું ગાંડપણ…

  • વિવેક કુમાર

આજકાલ ‘જેન ઝી’ ખૂબ જ ચર્ચામા છે. જે બાળકો 1997 થી લઈને 2012ના સમયગાળમાં જન્મ લીધો છે તે ‘જેન ઝી’ તરીકે ઓળખાય છે. મોટાભાગે, આ પેઢી તેના ઉગ્ર વલણને કારણે મીડિયામાં ચર્ચાતી રહે છે.

બીજી તરફ માત્ર 50 થી 60 સેક્ધડનો વીડિયો આજે તેમની મનોરંજનની વ્યાખ્યા બની ગઈ છે. આમાં વિચારવા જેવી વાત એ છે કે, આમાં કોઈ મનોવૈજ્ઞાનિક કારણ છે કે આજ કાલનું જનેરેશન જ મીડિયાને અનુરૂપ બની ગયું છે. જેન ઝી મોબાઈલ અને ઇન્ટરનેટની સાથે ઉછરેલી પેઢી છે. તેથી એ ઇન્સ્ટાગ્રામ રિલ્સ, યુ ટ્યુબ શોર્ટ્સ, સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ સાથે સૌથી વધારે લગાવ છે. ખરી વાત તો એ છે કે આ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમ પર એ પોતાના વિચાર, જીવનશૈલી અને વાતચીત કરવાની રીત દ્વારા વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ બનાવી રહ્યા છે.

આ જેન ઝીનું બીજું નામ છે સ્ક્રોલ જનરેશન. જેન ઝી પાસે ઘણા વિકલ્પ છે. નવા વિકલ્પો ઝડપથી પસંદ કરવા જૂના વિકલ્પોને સાઈડ પર મૂકતા જાય છે. મોબાઈલ પર જે રિલ્સ અને શોર્ટ્સ આવે છે તે થોડી જ સેક્ધડમાં ઘણું બધું કહી જાય છે. આ જનરેશન પાસે સમયનો અભાવ છે એવું નથી પરંતુ એમને બધું ખૂબ જ ઝડપથી કરવું છે પરિણામે આ પેઢી સ્ક્રોલ જનરેશન તરીકે પણ ઓળખાય છે.

શા માટે એ આવી અધીરાઈ બતાવે છે?

એક વર્ગ એવો છે જે આ ગતિશીલ મનોવિજ્ઞાનથી બહુ પ્રભાવિત નથી હકીકતમાં, જ્યારે મગજ સતત બદલાતી સામગ્રી માટે ટેવાયેલું બને છે, ત્યારે ઊંડા વિચારની સામગ્રી બોજ બની શકે છે અથવા તો એ, કંટાળાજનક બની શકે છે. જયારે કોઈ પણ વસ્તુ સમજવા માટે જો તમે સમય નહિ આપો અને માત્ર અધીરતા વ્યક્ત કરશો તો કોઈ પણ વાત ઊંડાણથી સમજી નહિ શકાય. જે વીડિયો લાંબા હોય છે તેમાં વધારે વાત અને વિચાર હોય છે, પરંતુ જો તમારી પાસે એને સાંભળવાનો સમય જ નથી તો તેના ફાયદા પણ તમને નહિ મળે.

બીજી તરફ, શોર્ટ વીડિયોઝની ખાસિયત એ છે કે 30 સેક્ધડમાં જ આખી વાત કરી દેવામાં આવે છે. આને ‘માઈક્રો નેરેટિવ ફોર્મેટ’ કહેવામાં આવે છે. આ કલાને જેન ઝીએ નવાં શિખરો સુધી પહોંચાડી છે. શર્ત માત્ર એટલી કે, તમને ઓછા સમયમાં વધારે અને ચોક્કસ વાત કરતા આવડવી જોઈએ.

ફોલો – લાઈક અને પ્રસિદ્ધિની ભૂખે જ જેન ઝીને શોર્ટ વીડિયોઝનું ગાંડપણ લગાડ્યું છે. આ પેઢીવાળા પોતાની વાત અખબાર અને ન્યૂઝ દ્વારા નથી કરવા માગતા, કારણ કે તેમની નજરોમાં આ ખૂબ જ ધીમું માધ્યમ છે. સોશ્યલ મીડિયાનાં પ્લેટ્ફોર્મ્સ જ તેમનું મનપસંદ માધ્યમ છે કારણકે એ ખૂબ જ ફાસ્ટ છે. એને લીધે એમને જલદી પ્રસિદ્ધિ પણ મળે છે.

મોટી મોટી કંપનીની જાહેરખબરો પણ માત્ર 10 થી 30 સેક્ધડ સુધીની હોય છે. આજકાલ માઈક્રો લર્નિંગનો જમાનો છે જ્યાં તમારી વાત લોકો સુધી ઓછા ટાઈમમાં પહોંચાડવાની હોય છે એટલે જેન ઝીનું શોર્ટ વીડિયોઝ પ્રત્યેનું ગાંડપણ એમની જીવનશૈલી બની ગઈ છે.

આપણ વાંચો:  ઝબાન સંભાલ કે: ગરજે ગધેડાને બાપ કહેવો પડે अडला हरी गाढवाचे पाय धरी !

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button