ફોકસઃ વર્ષાઋતુ: ગ્રીન-યલ્લો-ઓરેન્જ ને રેડ એલર્ટ શું છે?

- લોકમિત્ર ગૌતમ
જો તમે હવામાન સંબંધી ખબરો સાંભળતા હોવ કે વરસાદની આગાહી પર નજર રાખતા હોવ તો તમે નોંધ્યું હશે કે, હવામાન વિભાગ તરફથી અલગ અલગ કલરના એલર્ટ સાંભળવામાં આવે છે એટલે કે, રેડ, યેલો, ઓરેન્જ અને રેડ એલર્ટ. આજથી પંદર વર્ષ પહેલાં આવી હવામાન સંબંધી ચેતવણી નહોતી સાંભળવામાં આવતી.
હવે તો ટીવીમાં, રેડિયોમાં, મોબાઈલમાં અને બીજા અનેક ડિવાઈઝમાં વરસાદ સંબંધી જાણકારી હંમેશાં ફ્લેશ થતી હોય છે. મોટાં શહેરોના ચોક પર, મોટા પેટ્રોલ પંપ પર અને જાણીતા સાર્વજનિક સ્થળો પર પણ હંમેશાં સ્ક્રીન પર તે સમયનું તાપમાન અને વચ્ચે હવામાન સંબંધી ચેતવણીઓ ફ્લેશ થતી હોય છે. શું તમે આનો અર્થ જાણો છો?
હકિકતમાં ભારતીય હવામાન વિભાગ છેલ્લા એક દાયકાથી વરસાદની આગાહી માટે ઘણું સફળ થઈ ગયું છે. જાણવા જેવી વાત તો એ છે કે, જ્યાં અમેરિકા અને યુરોપ ઓછામાં ઓછા 20 કિલોમીટરના ત્રિજ્યામાં હવામાનની આગાહી કરી શકે છે, જ્યાં ભારતીયો હવામાન વિભાગના હાલની એક ખબરને આધારે માત્ર 6 કિલોમીટરના ત્રિજ્યામાં હવામાન સંબંધી ભવિષ્યવાણી કરવામાં સક્ષમ છે. આ જ કારણોને આધારે હવામાન વિભાગ એક જ સમયમાં ભારતના ઓછામાં ઓછાં 100થી વધારે ક્ષેત્રોની વરસાદ સંબંધી આગાહી કરી લે છે.
એજ કારણ છે કે જ્યારે પંજાબ ગર્મીમાં તપી રહ્યું હોય છે, બિહારમાં વીજળી અને સૂકા વાવાઝોડાનો ડર છે, તે જ વખતે આસામની બરાક ઘાટી મોસમ સંબંઘી ખતરનાક ચેતવણી હેઠળ હોય છે અને ભોપાલ, પંચમઢી, ઈંદોર વગેરેમાં ઠંડક આપવાવાળો ધીમો ધીમો વરસાદ હોય છે. તો ગોવા, કેરળમાં મૂસળધાર અને રત્નાગિરિમાં યેલ્લો એલર્ટ હોય છે.
એનો અર્થ એ થયો કે, ભારતીય હવામાન વિભાગ દેશના અલગ અલગ વિસ્તારમાં થયેલ જુદી જુદી રીતે કરવામાં આવેલી આગાહી એટલે કે, રેડ, યલ્લો, ઓરેન્જ, ગ્રીન એલર્ટ ચોક્કસ ટાઈમમાં કરવામાં સક્ષમ છે. આજ કારણ છે કે, આપણે રેડિયો, ટેલિવિઝન અને બીજાં પ્રસારણોમાં હંમેશાં અલગ અલગ કલરની ત્રણ ચાર ચેતવણી દેખાય છે.
જો કોઈ વિસ્તારમાં ભારે વરસાદ,પૂર, તોફાન કે અન્ય ગંભીર હવામાનના જોખમની શક્યતા હોય છે ત્યારે હવામાન વિભાગ આમજનતાને હવામાનની આગાહી આપવા માટે કોડિડ એલર્ટ આપે છે. આ એલર્ટ મોસમની ગંભીરતાને દર્શાવે છે. જો આપણે શહેરોમાં સુરક્ષિત જગ્યાએ કામ કરી રહ્યા હોય તો આપણને લાગે કે આટલી ચેતવણીનો શું અર્થ? પરંતુ કોઈ માછીમાર હોઈ કે પછી ખેતરોમાં કામ કરવાવાળા ખેડૂત, રસ્તા પર ચાલી રહેલા ડિલિવરી બોય, લાંબા અંતરનો ટ્રક ડ્રાઈવર હોય ત્યારે જ આ કલર કોડિડ ચેતવણીઓ ખાસ કામ લાગે છે. આનાથી દેશના ખુલ્લા ભાગમાં રહેવાવાળા ખેડૂતો અને માછીમારોને ઘણો ફાયદો થાય છે.
હવામાન વિભાગ ચાર ટાઈપની ચેતાવણી આપે છે અને આ ચાર અલગ અલગ કલરમાં હોય છે. વરસાદને સંબંધિત પહેલી ચેતવણી ગ્રીન કલરમાં હોય છે જેનો અર્થ એ છે કે સ્થિતિ સામાન્ય છે, ચિંતાની કોઈ વાત નથી અને કોઈ વિશેષ કાર્યવાહી અથવા સાવધાનીની જરૂર નથી.
ત્યાર બાદ બીજા એલર્ટનો રંગ યેલ્લો છે. આનો અર્થ એ છે કે ઘરથી બહાર નીકળવાવાળા ઓને થોડી પરેશાની થઈ શકે. શહેરોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે તેથી સાવધાન રહેવું અને વરસાદ સંબંઘી અપડેટ લેતા રહેવું.
ત્રીજા એલર્ટનો રંગ ઓરેંજ હોય છે. આનો અર્થ એ થાય કે, મોસમ બેકાબૂ થઈ શકે છે એટલે કે, હવામાન ધાર્યા કરતા વધારે બગડી શકે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે, પૂર પણ આવી શકે છે, ટ્રાફિક જામ પણ થઈ શકે છે અથવા તો વીજળી પડવાની પણ આશંકા હોય છે. જરૂરી સાવઘાની રાખવી.
હવામાન વિભાગની ચોથી ચેતવણી રેડ એલર્ટ હોય છે. રેડ એલર્ટ એટલે જોખમની નિશાની. એટલે કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે. જીવન અને સંપત્તિ માટે જોખમ થઈ શકે છે. ગંભીર પૂરની સમસ્યા પણ થઈ શકે છે અને મોટા પાયા પર નુકશાન થઈ શકે છે. તત્કાલ કાર્યવાહી કરવી અને લોકોને સુરક્ષિત જગ્યા પર લઈ જવા અને એલર્ટ મોડ પર રહેવું.
ભારતમાં આ રંગીન ચેતવણી 2000ના દાયકાના મધ્ય ભાગથી શરૂ થયો છે. ઔપચારિક રીતે સાલ 2007-08 ની આસપાસ શરૂ કર્યો હતો. પહેલા માત્ર સમાચાર દ્વારા જ માહિતી મળતી હતી. પરંતુ જ્યારે મોબાઈલ અને બીજા ડિજિટલ ડિવાઈસનો યુગ આવ્યો તો એમએમએસ, વ્હોટ્સઅપ, બીજી ઘણી એપ, વેબસાઈટ અને જાહેરસ્થળો પરના ડિસપ્લે બોર્ડ જેવા તમામ સાધનો મોસમ સંબંધી ત્વરિત સૂચનાઓ મેળવવા માટે ઉપલબ્ધ છે. તેથી જ આ ચેતવણીનો ફાયદો પણ થયો અને અસર પણ થઈ.
આપણ વાંચો: ટૅક વ્યૂહ : પ્રીમિયમ એકાઉન્ટ: ચાર્જિસ ભલે ચૂકવો, પણ ચીટિંગથી સાવધાન!
સવાલ એ છે કે, હવામાનની પેટર્નથી આમજનતાને કઈ રીતે ફાયદો થાય છે. હવામાન વિભાગને પહેલેથી જ બધી માહિતી હોય છે. તેથી જ આ ચેતવણીઓ આમજનતા માટે ખૂબ જ કામની હોય છે. આનાથી પરિસ્થિતિ ખરાબ થવા પહેલાના પગલાં લઈ શકાય જેમકે, જો સ્થિતિ બગડવાની હોય તો પહેલેથી જ શાળાઓ બંધ કરવાનો આદેશ અપાય છે. ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે છે, ઓફિસોમાંથી જલદી છોડી દેવામાં આવે છે અને ચેતવણી મળતા લોકો પોતાની યાત્રાઓના પ્લાન બદલી શકે છે. આ એલર્ટ ચેતવણી એટલી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે કે, આમજમતા ઘરની બહાર નીકળતા પહેલા કે કોઈ પ્રોગ્રામ બનાવતા પહેલા હવામાન ચકાસણી જરૂર કરે છે.