ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: ઇવેન્ટ… માર્કેટિંગ માટે એક મૂલ્યવાન અંશ

સમીર જોશી

‘ઇવેન્ટ’ શબ્દ આજે લોકો માટે નવો નથી. માર્કેટિંગમાં આનું મહત્ત્વ મોટું છે, ખાસ કરીને ઇ2ઇ બિઝનેસ માટે. ઇ2ઈ માટે પણ આ ઉપયોગી છે પણ ઇ2ઈ માટે બીજાં ઘણાં માધ્યમ છે, જેના થકી કંપની પોતાની બ્રાન્ડ અને વેપારને લોકો સુધી લઇ જઇ શકે. માર્કેટિંગના વિવિધ પ્રકારોમાંનો એક પ્રકાર છે ઇવેન્ટ, બીજા શબ્દોમાં કહીએ તો ઇવેન્ટ એક માધ્યમ છે લોકો સુધી પહોંચવાનું. ઇવેન્ટ માર્કેટિંગ એ એક વ્યૂહાત્મક અભિગમ છે, જેમાં બ્રાન્ડ, પ્રોડક્ટ અથવા સર્વિસને પ્રમોટ કરવા માટે ઇવેન્ટ્સને પ્લાન કરવામાં આવે છે. આ ઇવેન્ટ મોટા પાયે ટ્રેડ શો અને કોન્ફરન્સથી લઈને વર્કશોપ અને વેબિનાર્સ સુધીની હોઈ શકે છે.

ઇવેન્ટ માર્કેટિંગનો પ્રાથમિક ધ્યેય પ્રેક્ષકોની સાથે સીધો સંપર્ક સાધવાનો, બ્રાન્ડ અને તેના ટાર્ગેટ માર્કેટ સાથે ઇવેન્ટમાં આવનાર સંભવિત વર્ગ વચ્ચેના જોડાણને પ્રોત્સાહન આપવાનો છે.
પરંપરાગત માર્કેટિંગ વ્યૂહરચનાઓ જેમ કે ટીવી, ન્યૂઝ પેપરમાં જાહેરાતો અથવા ઇમેલ, જે મોટેભાગે એકતરફી હોય છે, અર્થાત્ તમે બ્રાન્ડ જે મેસેજ આપે છે તે જુવો અથવા સાંભળો છો. તેનાથી વિપરીત, ઇવેન્ટ માર્કેટિંગ ઈન્ટરેક્ટિવ અર્થાત્ બેતરફી હોય છે, જે બ્રાન્ડ સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ તરફ દોરી શકે છે.

ઇવેન્ટ માર્કેટિંગનાં ઉદાહરણો જોઈએ તો નવા પ્રોડક્ટ કે સર્વિસ અથવા નવી ઓફરો રજૂ કરવા માટે પ્રોડક્ટ લોન્ચ પાર્ટીઓ, પ્રોડક્ટ અને નેટવર્ક પ્રદર્શિત કરવા માટે ટ્રેડ શો અને પ્રદર્શનો, વર્કશોપ્સ અને વેબિનાર્સ જે શૈક્ષણિક સામગ્રી પ્રદાન કરે છે વગેરે.

ઈવેન્ટ્સ વિવિધ પ્રકારના હોય છે અને તેનું એ રીતે પ્લાનિંગ થાય છે પણ આમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત એટલે તમારા ઇવેન્ટનો હેતુ નક્કી કરવો, જેમકે…

તમારું લક્ષ્ય શું છે? ટાર્ગેટ ઓડિયન્સ અર્થાત્ લક્ષ્ય પ્રેક્ષકો કોણ છે? ઇવેન્ટમાં આવનારાઓની અપેક્ષા શું હશે?

આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : ‘ઓપરેશન સિંદૂર’…… નામ મેં સબ કુછ હે!

આ હેતુ સ્પષ્ટ થશે ત્યારે તમારા વ્યવસાય કે બ્રાન્ડ માટે કેવી ઈવેન્ટ શ્રેષ્ઠ રીતે અનુકૂળ રહેશે એનો અંદાજ આવશે. એ મુજબ ઇવેન્ટનો પ્રકાર પસંદ કરી શકાશે, જેમ કે :કોન્ફરન્સ, ટ્રેડ શો, વર્કશોપ, સેમિનાર વગેરે. તમે વિવિધ ઇન્ડસ્ટ્રીના ટ્રેડ શો જોયા હશે. મુંબઈમાં ગોરેગામમાં નેસ્કો અને હવે જીઓ સેન્ટરમાં કોઈને કોઈ ઇન્ડસ્ટ્રીના એક્સ્પો જોવા મળશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય તે ઇન્ડસટ્રીમાં શું નવું છે તે બતાવવાનો અને વિવિધ કંપની / બ્રાન્ડ માટે પોતાને પ્રમોટ કરવાનું પ્લેટફોર્મ પ્રદાન કરવું.

કોન્ફરન્સ અને સેમિનાર મોટેભાગે અભ્યાસાત્મક હોય છે, જેમાં વિવિધ વિષયો પર ચર્ચા-વિચારણા, આખ્યાનો, અનુભવોની આપ-લે થતી જોવા મળે છે.

હમણાં થોડા સમયથી અમુક ઇવેન્ટ નાના પાયે થાય છે, જેમાં નાના વેપારીઓ પોતાનો માલ લાવી સીધા ઘરાકોને વેચે છે. આ મોટા લેવલના ટ્રેડ શોથી અલગ હોય છે. આમાં ફેશન, ઘરનો સમાન, ફર્નિચર, પુસ્તકો વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. કોઈ એક બેન્કવેટ હોલ અથવા હોટેલમાં નાના નાના સ્ટોલ બનાવી આ ઇવેન્ટ યોજાય છે. આજે ઘણા એવા વેપારીઓ છે જે પોતાનો વેપાર ફક્ત અને ફક્ત આ માધ્યમના સહારે કરે છે. કોઈ જગ્યામાં રોકાણ નહિં અને બીજા રોજિંદા ખર્ચ નહિં. આવા ઈવેન્ટ એક્ઝિબિશન તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: યુદ્ધના સમયે બ્રાન્ડનો અભિગમ કેવો હોવો જોઈએ…-સમીર જોશી

હવે ઇવેન્ટના ફાયદાઓ જોઈએ તો સૌથી અગત્યની વાત થાય છે અને ઈવેન્ટથી તમારી બ્રાન્ડની અવેરનેસ વધે
છે. તમારા ટાર્ગેટ ઓડિયન્સ સાથે સીધો સંપર્ક
થાય છે.

ગ્રાહક્ને ફેસ ટુ ફેસ મળવાના ફાયદાથી આપણે વાકેફ છીએ અને આવી ઇવેન્ટ તે પૂરી પાડે છે. અહીં તમને તમારી ઇન્ડસ્ટ્રીના લોકો મળશે અને ગ્રાહકો પણ, આથી ફાયદો તો થશે કે તમને તમારી બ્રાન્ડનો ફર્સ્ટ હેન્ડ ફીડબેક મળશે અને જો નવું પ્રોડક્ટ લોન્ચ કરતા હશો તો રિસર્ચ પણ થઇ જશે. તમે જો કંઈ નવું લાવ્યા હશો તો લોકો તેની તરત નોંધ લેશે,
જો તમારો સ્ટોલ અલગ ડિઝાઇનનો હશે અથવા તમારી બ્રાન્ડ અલગ રીતે પ્રદર્શિત કરશો તો પ્રતિસ્પર્ધીથી અલગ તરી આવશો.

એકંદરે, ઇવેન્ટ માર્કેટિંગ માત્ર લીડ્સ અને વેચાણના સંદર્ભમાં તાત્કાલિક પરિણામો લાવતું નથી, પરંતુ લાંબા ગાળાના સંબંધોને પણ પોષે છે અને બ્રાન્ડ ઇક્વિટીમાં વધારો કરે છે, જે તેને વ્યાપક માર્કેટિંગ વ્યૂહરચનાનો મૂલ્યવાન અંશ બનાવે છે.

આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વ્યૂહરચનાને કઈ રીતે અમલમાં મૂકવી એ જાણો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button