ઉત્સવ

દરરોજ કામ આવી શકે એવા ઉપયોગી AI ટૂલ્સ

ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ

અઠવાડિયામાં દર ત્રણ દિવસે AI -આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના સમાચાર પ્રકાશિત થાય છે. AIથી જોખમ છે, AI નોકરીઓ ખાઈ જશે… હકીકત એ પણ છે કે, આ જ AI માણસના દિમાગની ઊપજ છે. ક્રિએટિવિટી આપી શકે, એમાં વિવિધતા રજૂ કરી શકે પણ માણસના દિમાગ જેટલી તીવ્રતા, ચોક્કસાઈ અને એક્યુરેસી મામલે હજુ સુધી કોઈએ દાવો કર્યો નથી. માત્ર મદદ લઈને કામ આગળ વધારવાની વાત છે.

ગૂગલ સર્ચ સામે AIથી જોખમ ઊભું થયું એવું ઘણી ટેક કંપનીઓ માનતી હતી. AIથી ડાયરેક્ટ ટેક્સ મેસેજ, લખાણ, સ્પેલિંગ મિસ્ટેક વગરના તમામ ડેટા હવે હાથવગા થયા છે. ગૂગલે આ બધું જોઈ અને ‘જેમીની’નું સર્જન કર્યું. અઈંના ડેટા અને સત્તાવાર માહિતીને લઈ જેટલા મોઢા એટલી વાતો છે.

ટેક્નોલોજી હોય કે ગેઝેટ્સ, વિવેકપૂર્ણ ઉપયોગ જ ખરી સમજદારી છે. દૈનિક ધોરણે કામ આસાન કરી આપતા ઘણા એવા AI ટુલ છે, જે હાથી જેટલા કદનું કામ આંખના પલકારામાં કરી આપે છે. AI ટુલના વિશાળ દરિયામાં ડોકિયું કરીએ અને જોઈએ એક નવી રસપ્રદ અને રોમાંચક દુનિયા. ચાલો…

ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો હશે તો એટલો તો અંદાજો હશે કે, જે પરિણામ જોઈએ છે એ પ્રમાણે ચોક્કસાઈ ભરી સૂચનાઓ AIને આપવાની હોય છે. જેને ટેકનિકલ ભાષામાં ‘પ્રોમ્પ’ કહે છે. જે ડેટાથી લઈને ફોટો વીડિયો જનરેટ કરવા માટે કમાન્ડ જેવું કામ કરે છે. ચેટ જીપીટીની જેમ ડીપ AI પણ અજમાવવા જેવું છે. ખાસ વાત એ છે કે, વધારે પડતા પ્રોમ્ટની જરૂર નથી. ટૂંકમાં જ બધી વસ્તુઓ આપીને કામ સોલ્વ કરી દેશે.

ઉદાહરણ તરીકે, ‘મોર્નિંગ ક્વોટ ઓન મોટિવેશન’ બસ… આટલું કહેશો એટલે જાણીતા ફિલોસોફરના ક્વોટ આપશે. એમાં પણ ફોટો એનિમેશનની સ્પષ્ટતા કરશો તો ડાયરેક્ટ શેર કરી શકાય એવી લિંક આપશે અથવા ડેટા આપી દેશે. સ્ટોર ટ્રાય કરવા જેવું. ફોટોગ્રાફની પાછળ જુદી-જુદી થીમ સેટ કરવી હોય કે બ્લર વસ્તુ સેટ કરવી હોય, ફોટો કે થિમથી કંઈ સમજાવવું હોય તો મિડજર્ની પર જાવ. જેનો ફોટો જોઈએ છે એનું નામ લખી સર્ચ કરો એટલે વસ્તુ તૈયાર, જેમ કે, દિલ્હી સિટી ચાંદની ચોક.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ: ડિજિટલ લિટરસી: સમજ-સુરક્ષા ને સ્વીકૃતિ

એક સમય જેવી આબેહૂબ તસવીર આપશે. હા, ધ્યાન એટલું રાખવાનું છે કે, પ્રતીકાત્મક તસવીર માટે સારું છે- એક્યુરેસી નથી. અવાજ સારો હોય, સ્ટોરી ટેલિંગ પર થોડી ફાવટ હોય અને સારી સ્પીચ આપ શકો એમ હો તો લાલા AI અજમાવવા જેવું. વોઈસઓવર પર સારી ઈફેક્ટ, બેગ્રાઉન્ડ, મ્યુઝિક સોર્સ સેપરેટિવ સર્વિસથી લઈ ઈન્સ્ટ્રુમેન્ટ સેટ કરવા સુધીની બેસ્ટ સર્વિસ આપશે. વાદ્ય વગર ગાયેલા ગીત પાછળ રીધમ પણ મૂકી દેશે. બસ, રેકોર્ડિંગ સારું થયેલું હોવું જોઈએ એક માત્ર શરત.

કોઈ પણ પ્રોમ્ટમાં જે વિષયની માહિતી જોઈએ છે એ પહેલા સ્પષ્ટ કરવાથી મળતા પરિણામમાં વિષયાંતર થશે નહીં. ઉદાહરણ: ચેટજીપીટી કે મેટા ચેટમાં લખો હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા, પછી જે રાજ્યનું જાણવું હોય એનું નામ બસ. આખો આર્ટિકલ તૈયાર કરી આપશે. એ પછી પોઈન્ટર જોઈતા હોય તો પોઈન્ટર કહેજો, વન લાઈન્સ જોઈતી હોય તો એ પણ કહી શકશે.

માત્ર બુકના નામ કહેશો તો બોલ્ડ અક્ષરમાં સૌથી વધુ વંચાયેલી બુકને પહેલા ક્રમે આપશે. નોટબુક એલએમ. સાયન્સ, લોજીસ્ટિક, હેલ્થ, એગ્રિકલ્ચર, અર્નિંગથી લઈને એજ્યુકેશન સુધીની ચોંકાવનારી માહિતી વાંચવા માટેની અન્નકૂટ જેટલી વિવિધતા ધરાવતું AI ટુલ્સ. હા, માહિતી સાચી છે અને સારી પણ છે. એમાંથી કોઈએક લાઈન લઈ ગૂગલ સર્ચ કરશો તો પણ સરખું જ પરિણામ આવશે.

ફીચર્સને લગતી વિગત આપની પાસે હશે તો એને વધારવામાં અને એની મસ્ત બુક બનાવવામાં પણ એ મદદ કરશે. ક્રિએટ યોર નોટબુકથી તમારો ડેટા પણ સાચવશે. પબ્લિક વિકલ્પ આપશો તો બીજા પણ વાંચતા કરશે. શરત માત્ર એટલી માહિતી સ્પષ્ટ, સરળ અને સાચી હોવી અનિવાર્ય. મહત્ત્વની ફાઈલ ફોનમાં ન સચવાતી હોય તો નોટબુકને આપી દો. સાચવી પણ આપશે અને જરૂર પડ્યે ડાઉનલોડ પણ કરી દેશે. આ માટે ઈ-મેઈલ અનિવાર્ય.

મ્યુઝિક પ્રોડક્શનનું પાયાનું જ્ઞાન હોય અને કોઈ મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવા હોવ અને પ્રેક્ટિસ વખતે રીધમનો ઈસ્યુ હોય તો એ સોલ્વ કરશે સાઉન્ડ રો. તૈયાર બીટ, રીધમ, ઈફેક્ટ, એન્ડિંગ અને એન્ટ્રી જેવી અનેક લૂપ તૈયાર મળશે. બસ, ટાઈમિંગ સેટ કરીને વાદ્ય વગાડવાનું ચાલું કરી દો.

આ ક્લિપ ડાઉનલોડ થશે અને રેકોર્ડ થયા બાદ આ જ ટ્રેક પર અપલોડ પણ કરી શકશો. ઈક્વિલાઈઝરથી લઈને ડ્રમ બીટ સુધી, મૂડથી લઈને મ્યુઝિકના જુદા જુદા ઝોનર સુધી, ઈન્સ્ટ્રુમેન્ટની બીટથી લઈને પિચલેવલ કે બીપીએમ સુધીનું બધું જ એડિટ કરી શકાશે. રીધમ તૈયાર થયા પછી એને ડાઉનલોડ પણ કરી શકાશે. એક પ્રોપર ઝોન બનાવીને મૂકી શકાય, શેર કરી શકાય. કોઈ રોકેટ સાયન્સ જેટલી અઘરી વસ્તુ અહીં નથી. માત્ર વોલ્યુમનો અને લેવલનો અંદાજો હોવો જોઈએ.

આઉટ ઓફ બોક્સ

વર્ષ 1960 ટેક પ્રોફેસર એચ.એન. મહાબાલાએ AIનો આઈડિયા ભારતીય માહિતીને લઈને આપ્યો હતો… જેમાં સૌ પ્રથમ તેણે એક સેપરેટ ડેટાબેઝ બનાવ્યો હતો.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ: ગૂગલ મેપની ટાઇમલાઈન સર્વિસ: કામ એક ફાયદા અનેક…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button