બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: જાણો છો, તમારો ખરો સ્પર્ધક કોણ છે?

-સમીર જોશી
જો આપણને પૂછવામાં આવે કે તમારા વેપારમાં તમારો પ્રતિસ્પર્ધી કોણ? આપણે કહીશું, મારો જે વેપાર છે તેવો જ વેપાર જે કરે છે એ મારો પ્રતિસ્પર્ધી…
વાત સાચી છે, પણ આજની તારીખે તમારો પ્રતિસ્પર્ધી એ એવા વિચાર છે જે તમારા હેતુ સાથે સ્પર્ધા કરે છે અથવા તેની સાથે સંઘર્ષ કરે છે – ખાસ કરીને, તે એવા વિચારો છે જે તમારી બ્રાન્ડ જે માને છે અને જે ઈચ્છે છે તેનાથી વિરુદ્ધ દિશામાં ચાલે છે. તમારો પ્રતિસ્પર્ધી બીજી માન્યતા અથવા ધારણા હોઈ શકે છે. એ કોઈ ક્રિયા અથવા કામ કરવાની રીત હોઈ શકે છે. એ વૈશ્વિક પરિસ્થિતિ હોય શકે ….તે ગમે તે હોય, તે એવી વસ્તુ છે, જેનો તમારી બ્રાન્ડ મૂળભૂત રીતે વિરોધ કરે છે અને તેને બદલવા માગે છે, કારણ કે તમારાં મૂલ્યો સૂચવે છે કે તમારા માટે તે કરવું જરૂરી છે.
આને સમજવાની કોશિશ કરીએ. જયારે તમે તમારા પ્રતિસ્પર્ધી સાથે સ્પર્ધા કરો છો ત્યારે પ્રોડક્ટની સરખામણી થશે, ટાર્ગેટ ઓડિાઅન્સની સરખામણી થશે, તમારી બ્રાન્ડની જે ઞજઙ હશે તેની વાત થશે, ટેક્નોલોજીની વાત થશે વગેરે. આ સંદર્ભમાં કોઈ પણ વેપાર કે બ્રાન્ડ માટે એકબીજાની નકલ કરવી આસાન છે.
આવા સમયે બ્રાન્ડે પોતાને પ્રતિસ્પર્ધીથી અલગ તરી આવવા પોતે કોની સાથે ખરા અર્થમાં લડાઈ કરે છે તે જાણવું જરૂરી છે. તમારો પ્રતિસ્પર્ધી કોણ છે તે જાણવું જરૂરી છે અને જો તમે તે જાણી શકો અને તે વાતને તમારી બ્રાન્ડના પોઝિશનિંગ માટે વાપરી શકો તો પ્રતિસ્પર્ધી બ્રાન્ડ માટે તેની નકલ કરવી અશક્ય હશે.
આના અમુક ઉદાહરણ જોઈએ, જયારે બ્રાન્ડે પોતાના પ્રતિસ્પર્ધીને ઓળખી પોઝિશનિંગ બનાવ્યું અને તે પ્રમાણે ખ્યાતિ મેળવી. ફક્ત તેટલું નહિં, ગ્રાહક પણ તે બ્રાન્ડને માનની નજરથી જોતો થયો, જેમકે સ્પોર્ટ્સ વેર બ્રાન્ડ નાઈકી, જેનાથી આપણે પરિચિત છીએ. આપણે કહીશું કે નાઇકીનો પ્રતિસ્પર્ધી એડિદાસ કે પ્યુમા હશે પણ તે નાઇકીનો વાસ્તવિક પ્રતિસ્પર્ધી નથી. તે બધા સમાન વ્યવસાયમાં છે, પરંતુ દરેક કંપનીના જૂતા (સમાન ભાવે) વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત નથી. નાઈકીની સ્પર્ધા ઉદાસીનતા સાથે છે નિષ્ક્રિયતા સાથે છે… તે લોકો છે જે કોઈ બાબતની કાળજી લેતા નથી અથવા કંઈ પણ કરવા માંગતા નથી. તેમની ટેગલાઈન છે: ‘જસ્ટ ડુ ઈટ’ અર્થાત ફક્ત (કંઈક) કરો!
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : જેનું પ્રદર્શન મૂલ્ય વધુ એ ઉત્પાદનની કિંમત વધારે
‘નાઈકી’ એ નક્કી કર્યું જે લોકોને મનમાં કે વિચારોમાં જે કોઈ બાધ લઇને બેઠા હતા તેને તોડવા દબાણ કરવું. ‘નાઇકી’ના સ્થાપક ફિલ નાઈટ માને છે કે જો તમારી પાસે શરીર છે તો તમે એથ્લેટ છો. એમણે એક વિચારધારા કે પછી ક્લ્ચર ઊભું કર્યું કે તમારા ભાગ્યના નિર્માતા તમે જ છો તેથી તમારી માનસિકતામાંથી બહાર આવો અને કંઈક કરો…
આજ રીતે, ‘એપલ’ની સાચી સ્પર્ધા માઈક્રોસોફ્ટ કે ગૂગલ સાથે નથી. મેક અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ જ હેતુ હાંસલ કરે છે, જેની મોટાભાગના વપરાશકર્તાઓને જરૂર છે. શઙવજ્ઞક્ષય અને ઙશડ્ઢયહ ફોન કાર્યક્ષમતામાં સમાન છે.
‘એપલ’ ખરેખર જેની સામે લડી રહ્યું છે તે કંટાળાજનક વૃત્તિ છે. તે એક સરળ ડિઝાઇન જાળવી રાખીને તકનીકી વિકાસ માટે પ્રયત્ન કરે છે. એપલના ઉત્પાદનો ઉપયોગમાં તેની સરળતા તરીકે ઓળખાય છે.
હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે બ્રાન્ડ કે વેપાર માટે પ્રતિસ્પર્ધી કોણ અને શા માટે જરૂરી છે. હજુ એક ઉદાહરણ જોઈએ તો ટેસ્લા કાર, નાઇકી અને એપલ તેમના હેતુ પાછળ ઘણા લોકોને એકત્ર કરવામાં સફળ રહી છે.
ટેસ્લાની સ્પર્ધા પ્રદૂષણ સાથે છે. એ વિશ્વને પ્રદૂષણની અસરોથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આનાથી એક વિચારધારા ઊભી થાય છે. જ્યાં ગ્રાહકો માત્ર કાર ખરીદતા નથી એને લાગે છે કે પૃથ્વીને બચાવવામાં એ યોગદાન આપી રહ્યા છે!.
બીજી નામી બ્રાન્ડની વાત કરીએ તો ડિઝનીલેન્ડ વાસ્તવિક દુનિયાને તેના પ્રતિસ્પર્ધી તરીકે લે છે તો મેકડોનાલ્ડ કદાચ હેલ્ધી લાઇફસ્ટાઇલને પોતાનો પ્રતિસ્પર્ધી માનશે તેથી બ્રાન્ડ્સને સ્પર્ધકો કરતાં ગ્રાહકો અને એમની વફાદારી મેળવવા માટે વધુની જરૂર છે. એમને એવા વિચારની જરૂર છે જેને ક્યારેય હરાવી ન શકાય, કારણ કે તમે તે પહેલેથી કહી ચુક્યા છો કે તે વિચારની માલિકી તમે ધરાવો છો.
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : શું તમારા વ્યવસાયને બ્રાન્ડ બનાવવાની જરૂર છે?