ઉત્સવ

ડિજિટલ સંસ્કૃતિ માટે નવું વર્ષ કેવું રહેશે?

ટૂંકું ને ટચ – ધીરજ બસાક

2026નું વર્ષ ભારત માટે ડિજિટલ સંસ્કૃતિનો એક નિર્ણાયક વળાંક સાબિત થશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. 2026માં તે સંસ્કૃતિના નિર્માણ, પુન:વ્યાખ્યા અને અનુભવ માટેનું પ્રમુખ મંચ બનતું જોવા મળવાનું છે. કારણ કે સંસ્કૃતિ હવે માત્ર મંચ પર જ નહીં સ્ક્રીન પર પણ તેની હાજરી મજબૂત બનાવશે.

વર્ષ 2026માં ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી ઓળખાણ એ હશે કે તે ભૌતિક અને ડિજિટલ બંને દુનિયામાં સમાન રીતે તેની હાજરી નોંધાવશે. શાસ્ત્રીય નૃત્ય, લોક સંગીત, કથકલી, યક્ષગાન, પંડવાણી જેવા કલા સ્વરૂપ હવે ફક્ત ઓડિટોરિયમમાં જ જીવંત થતા નહીં જોવા મળે પરંતુ લાઇવ-સ્ટ્રીમ, રેકોર્ડેડ પરર્ફોમન્સ અને શોર્ટ વીડિયોના માધ્યમથી આ કલાઓ ભારતના ખૂણેખૂણા સુધી પહોંચશે.

`ડિજિટલ લોકસંસ્કૃતિ’ જન્મ લેશે

વર્ષ 2026માં લોકગીતો, પ્રાદેશિક બોલીઓ, પરંપરાગત કહેવતો, રીત-રિવાજોની રીલ્સ, પોડકાસ્ટ અને માઇક્રો ડોક્યુમેન્ટ્રી સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કરશે. આ વર્ષે ભોજપુરી, અવધી, બ્રજ, બુંદેલી, મૈથિલી અને સંથાલી જેવી ભાષાઓ ડિજિટલ સ્પેસમાં મુખ્ય પ્રવાહની સંસ્કૃતિને પડકારતી જોવા મળશે. હકીકતમાં આ લોકસંસ્કૃતિનું ડિજિટલ સ્વરૂપ હશે.

હેરિટેજ સ્થળો વર્ચ્યુઅલી આકર્ષશે

આ વર્ષે ભારતીય સંસ્કૃતિનો એક મોટો ભાગ વર્ચ્યુઅલ ટુરિઝમનો હિસ્સો બનશે. કોઇપણ વ્યક્તિ દેશનાં પ્રખ્યાત મંદિરો, ઐતિહાસિક સ્થળો અને સંગ્રહાલયોની મુલાકાત લઇને જ નહીં પરંતુ મોબાઇલ અને સ્માર્ટફોનના માધ્યમથી ઇતિહાસનો આબેહૂબ અનુભવ કરશે. શાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાં ઇતિહાસ અને સંસ્કૃતિનું શિક્ષણ ઇમ્પલસિવ એક્સપીરિયન્સના રૂપમાં મળશે. એટલે કે હવે જ્ઞાન અને અભ્યાસનું માધ્યમ માત્ર પુસ્તકો પૂરતું જ સીમિત નહીં રહે. આ પરિવર્તન માત્ર સંસ્કૃતિના સ્વરૂપને જ નહીં બદલે પરંતુ અનુભવ કરવાના અહેસાસમાં પણ પરિવર્તન લાવશે. આ વર્ષે એઆઇ આધારિત સંગીત રચનાઓમાં ભારતીય રાગોનો શુદ્ધ ઉપયોગ જોવા મળશે.

ડિજિટલ આર્ટમાં પૌરાણિક કથાઓ અને લોકકથાઓની નવી વ્યાખ્યાઓ જોવા અને સાંભળવા મળશે. જૂની હસ્તપ્રતોનું ડિજિટલીકરણ અને પુન:વાંચન શક્ય બનશે. આ રીતે પરંપરા હવે વારસાની વસ્તુ નહીં પરંતુ સતત વિકસતી અસાધારણ ઘટના સાબિત થશે.

સર્જકો અને ઉપભોક્તાના સંબંધો બદલાશે

અત્યાર સુધી એક વર્ગ સંસ્કૃતિનો સર્જક અને બીજો વર્ગ તેનો ઉપભોક્તા રહ્યો છે, પરંતુ ડિજિટલ સંસ્કૃતિનું કાર્ય આ પરંપરાગત સમીકરણોને બદલી નાખશે. હવે ડિજિટલ સંસ્કૃતિમાં નિર્માતા અને ઉપભોક્તા બે જુદીજુદી દુનિયાના લોકો નહીં હોય. ખાસ કરીને 2026માં આપણા મિલેનિયલ્સ અને ઝેન ઝી યુવાનો માત્ર ઉપભોક્તા જ નહીં હોય પરંતુ તેઓ આ ડિજિટલ સંસ્કૃતિના સર્જક પણ બનશે.

ફેશનમાં પરંપરાગત પેટર્નનું ડિજિટલ રિમિક્સ હશે. સંગીતમાં લોક અને ઇલેક્ટ્રોનિકનું ફ્યૂઝન હશે. વાર્તા કહેવાની પરંપરામાં પૌરાણિક કથાઓનું આધુનિક વર્ણન વિકસશે. એકંદરે નવી પેઢી હવે સંસ્કૃતિને વારસા તરીકે નહીં પરંતુ સર્જનાત્મક ઓળખ તરીકે જોશે.

આ પણ વાંચો…ટૂંકું ને ટચઃ ડિજિટલ દુનિયાના મોડર્ન આઈકોન છે સદા યુવા એવા શ્રીકૃષ્ણ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button