દેવનો વિજય આનંદ જ આનંદ

આજે આટલું જ – શોભિત દેસાઈ
એ જ વાત તો જરા વધુ પડતી થઈ ગઇ ને કે ગુરુદાસપુરના પિશોરીલાલ આનંદના બેટા ધરમદેવ આનંદ એટલે કે દેવ આનંદે નિવૃત્તિ’ શબ્દ જ જિંદગીમાંથી ભૂંસી નાંખેલો તે 88 એ ગયા પણ 86 સુધી તો પિકચરો બનાવતા જ રહેલાસાવ સાંપ્રત સંદર્ભ વગરના થઇ ગયા છે’ અને ઓડિયન્સના સાવ ઢીલા પ્રતિભાવનું લેબલ લાગી ગયું હોવા છતાંય… અને તમને ન ગમે એટલે શું’ મારે પિકચરો નહીં બનાવવાના? આ તે કયાંનો ન્યાય?
પછી મારી ક્રિએટીવ અર્જનું શું?ઘાયલ’ ને ચિત્રલેખા’ના ઇન્ટરવ્યૂ દરમિયાન અમે પૂછી બેઠેલા:ઘાયલ સાહેબ! આટલા બધા સન્માન?’ ઘાયલ'ઉવાચ’: લોકો દીયે છે તો હું લઉં છું… એમ દેવ સા’બને પણ ફાઇનેન્સિયર્સ મળતા ગયા અને એ પિકચરો બનાવતા ગયા. એમાં એમના નામનું પણ કદાચ થોડું ઘણું ધોવાણ થયું જ હશે, પણ સર્જકનો સૌથી મોટો મુસદ્દો છે કાયમ સજર્યા કરવું. પ્રમાણભાન કેટલાકને આવે કેટલાક ઐસીતેસી કરે. દેવસા’બ બીજી કેટેગરીના…
માનવજીવનની, ખાટલે મોટી ખોડ છે માંગવાનો શ્રાપ. જન્મથી તો પ્રત્યેક રાજા જ છે, સમજણો થવા માંડે અને માગવાની શરૂઆત કરે ત્યારથી ભિખારીમાં પરિવર્તિત થવા માંડે. તારા માટે જેટલું નિયત છે એટલું આપીને જ મોકલ્યો છે તને, રાજા રહે અને જલસા કર… પણ તો પછી પેલા-શ્રાપનું શું? એય નિયતી છે જ… જે સર્જકમાં આવી હિમ્મત છે એ તો ભવસાગર તરી ગયો, તરી ગયો, અને તરી જ ગયો…
ઉકેલો આપવા છે કૂટપ્રશ્નોના ગઝલ દ્વારા કોઇ પણ સ્વીકૃતી માટે હું કરગરવા નથી આવ્યો અને પછી એ સર્જક જુએ કે સ્વીકૃતિ કરગરતી કરગરતી આવે છે કે નહીં… અને જો ના આવે તો સર્જક એ વાત તો સમજી જ લે કે ખોડખાંપણ ખામી 100 ટકા રહી ગઇ છે.
આપણે દેવ આનંદની વાત કરીએ છીએ ભાઇ શોભિત !
ઓહ સોરી, કયાં હતા આપણે? હાં, દેવ આનંદને લીઝમાં મળેલી ક્રિએટીવીટીનો વધુ પડતો ભોગવટો… અને ગાઇડ…’ પણ માર્ગદર્શકના સંદર્ભમાં વધારે… નવનીતની રસાયણશાસ્ત્રની ગાઇડથી માંડીનેગાઇડ’ પિકચર સુધી … (નવાઇ લાગે છે ને પિકચર’ વાંચીને? એ જ તો કહેવું છે દિનબદિન વધુને વધુ હિપોક્રેટ બનતી જતી દુનિયાને કે જે નિર્ભેળ આનંદપિકચર’માં છે એ મુવી’ કેફિચર ફિલ્મ’ કે `ફિલમ’માં નથી જ નથી.)
જય સંતોષીમા અને હિંદી પિકચરો રિલીઝ થવાના શુભદિન શુક્રવારની…હવે વાત આગળ વધારું તો કોલમની જેમ જ ગાઇડ’ ઇન્સપાયર થયેલું એકમેવ ઓશોથી. ઓશો અને એ પણ સાવ શરૂઆતનાં પરબ્રહ્મ ઓશો. વિજય આનંદને સમગ્ર માનવજાતના મહાપૂજનનું સરનામું બહુ વહેલું, કદાચ સૌથી પહેલું મળ્યું હોય. વિજય આનંદગાઇડ’ના સંવાદકાર. વિજય આનંદની આ ભાષા તો જુઓ? `ન સુખ હૈ ન દુખ હૈ ન દીન હૈ ન દુનિયા હૈ ન ઇન્સાન ન ભગવાન… સીર્ફ મૈં હું… મૈં હું… મૈ હું…’
શરીર (અહંકાર) અને આત્મા (શાશ્વતી)નો સંવાદ તમારી સમક્ષ મુકવો જ છે. ઓશોથી પ્રેરિત વિજય આનંદની કલમમાંથી આ શબ્દો જગતમાં વહ્યાં હતાં. અતિશય રૂપાળા દેવ આનંદને ભગવા ઉપરણામાં વધુ રૂપાળા બનાવાયેલા દેવ આનંદ દ્વારા…
જહાં અપને આપ સર ઝૂક જાતે હૈ ઉસ પથ્થર કો ભી ભગવાન કા રૂપ માન લીયા જાતા હૈ. જીસ જગહ કો દેખકર પરમાત્મા કી યાદ આયે વો તીર્થ કહેલાતા હૈ ઔર જીસ આદમી કે દર્શન સે પરમાત્મા કી મૂર્તિ જાગે વો મહાત્મા કહેલાતા હૈ. તો અગર તેરે કારન યે પુરાના મંદિર તીર્થસ્થાન બન ગયા હૈ ઔર આજ હઝારોં … હઝારોં આંખે ઉપર ઉઠ રહી હૈ પ્રકાશ કી ઔર… તો ફીર તુઝે ચિંતા કયોં ? સર ઝૂકા લે ઔર શાંત હો કર બૈઠ જા… સમઝ લે કરનેવાલા કોઇ ઔર હૈ, તુ સીર્ફ એક બહાના હૈ. કામ ઉસકા નામ તેરા. ઉસકા નામ લે ઔર જો સોંપા ગયા હૈ ઉસ કામ કો કરતા રહે. મેરી તરેહ… એક પથ્થર કી તરેહ…
(હવે આત્મા રાજુ શરીર રાજુને કહે છે)
રોઝી (વહીદા) આ ગઇ… ઔર મા ભી…
પાની ના બરસા તો કયા હોગા ?
જીસ જિંદગી સે બેઝાર હો કર ભાગે થે વો અબ પીછાકર રહી હૈ. વાપસ બુલા રહી હૈ, ખુશીયોં કે વાદે કર રહી હૈ…
હઝારોં ગરીબોં કી ઉમ્મીદો પર પાની ફિર જાયેગા. ઉનકા વિશ્વાસ મીટ્ટી મેં મિલ જાયેગા. મુઝે કયા સમઝેંગે? ઢોંગી ધોખેબાજ…
તુઝે યકીન હૈ કી પાની બરસેગા? તુ ભી ઇન જાહિલોં કી તરહ અંધ-વિશ્વાસી હોને લગા? રાજુ તુ? તુ યે તો નહીં સોચને લગા કી ઇક આદમી કી ભૂખ કા બાદલોં સે કોઇ રીશ્તા હો સકતા હૈ?
મૈ નહીં જાનતા રાજુ… ઉલઝને બઢતી રહીં હૈ , ઐસી બાતેં સોચને લગા હું જીન્હે સોચના કભી ઝરૂરી નહીં સમઝા થા લેકીન જીન્હેં સોચના અબ ઝીદંગી ઔર મૌત સે ભી ઝ્યાદા ઝરૂરી હૈ… સવાલ અબ યે નહીં કે પાની બરસેગા યા નહીં, સવાલ યેં નહીં કે મૈ જીઉંગા યા મરુંગા. સવાલ યે હૈ કી ઇસ દુનિયા કો ચલાનેવાલા બનાનેવાલા કોઇ હૈ કી નહીં? અગર નહીં હૈ તો પરવા નહીં ઝીદંગી રહે યા મૌત આયે. ઇક અંધી દુનિયામેં અંધે કી તરહ જીને કા કોઇ મતલબ નહીં. ઔર અગર હૈ તો દેખના યહ હૈ કી વો અપને મઝબૂર બંદો કી સુનતા હૈ યા નહીં…
વેદ વ્યાસની કક્ષાનો શબ્દકાર વિજય આનંદ અને સ્વયં નટરાજ દેવ આનંદ આંખના જળને પાંપણોના પ્રબંધની પાર કરાવી રહ્યાં છે અત્યારે, એટલે…
ચશ્મે ખૂં બસ્તાંસે કલ રાત લહુ ફિર ટપકા
હમ તો સમઝે થે કી અય મીર ! યે આઝાર ગયા
- મીર તકી મીર
આંખમાં જામી ગયેલા લોહીના ગઠ્ઠામાંથી કાલે રાતે પાછી એક સરવાણી ફૂટી… અમે તો એમ સમજયા હતા ઓ મીર! કે આ રોગ જતો રહ્યો છે. (મટી ગયો છે)
આજે આટલું જ….



