ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૬-૧૦-૨૦૨૪ થી તા. ૧૨-૧૦-૨૦૨૪

રવિવાર, આશ્ર્વિન સુદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૬ઠ્ઠી ઓક્ટોબર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર વિશાખા મધ્યરાત્રે ક. ૨૪.૧૦ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં સાંજે ક. ૧૭-૩૩ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, વિંછુડો પ્રારંભ ક. ૧૭-૩૩, વિષ્ટિ ક. ૨૦-૫૦થી. શુભ દિવસ.

સોમવાર, આશ્ર્વિન સુદ-૪, તા. ૭મી, નક્ષત્ર અનુરાધા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૪ સુધી (તા. ૮મી), પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. લલિતા પંચમી, વિંછુડો, વિષ્ટિ ક. ૦૯-૪૭ સુધી. શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, આશ્ર્વિન સુદ-૫, તા. ૮મી, નક્ષત્ર જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૭ સુધી (તા. ૯મી), પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૭ સુધી (તા. ૯મી), પછી ધનુ રાશિ પર જન્માક્ષર. વિંછુડો સમાપ્તિ ક. ૨૮-૦૭. શુભ દિવસ.

બુધવાર, આશ્ર્વિન સુદ-૬, તા. ૯મી, નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૪ સુધી (તા. ૧૦મી) પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. સરસ્વતી આહ્વાન, ગુરુ વક્રી થાય છે. સામાન્ય દિવસ.

ગુરુવાર, આશ્ર્વિન સુદ-૭, તા. ૧૦મી, નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૦ સુધી (તા. ૧૧મી), પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. સરસ્વતી પૂજન, સૂર્ય મહાનક્ષત્ર ચિત્રામાં ક. ૧૪-૦૭, વાહન મહિષી (સંયોગિયું છે.) બુધ તુલામાં ક. ૧૧-૧૯, વિષ્ટિ ક. ૧૨-૩૯થી ૨૪-૨૩, આયંબિલ ઓળી અઠ્ઠાઈ પ્રારંભ. શુભ દિવસ.

શુક્રવાર, આશ્ર્વિન સુદ-૮, તા. ૧૧મી, નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૪ સુધી (તા. ૧૨મી), પછી શ્રવણ. ચંદ્ર ધનુમાં સવારે ક. ૧૧-૪૦ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, દુર્ગાપૂજા પ્રારંભ, મહાઅષ્ટમી, સરસ્વતી બલિદાન, મન્વાદિ. શુભ દિવસ.

શનિવાર, આશ્ર્વિન સુદ-૯, તા. ૧૨મી, નક્ષત્ર શ્રવણ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૭ સુધી (તા. ૧૩મી), પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. મહાનવમી, વિજયાદશમી, નવરાત્રોત્થાપન પારણા, દશેરા, સરસ્વતી વિસર્જન, શ્રી હરિજયંતી, શસ્ર-આયુધ પૂજા, વિજય મુહૂર્ત ક. ૧૪-૨૧ થી ૧૫-૦૭, બુદ્ધ જયંતી, સમી પૂજન. મન્વાદિ, બુધ્ધ જયંતી, શુક્ર વૃશ્ર્ચિકમાં ક.૩૦-૦૨, પર્વ શ્રેષ્ઠ દિન. ભૂમિ, ખાત પૂજન, ગૃહપ્રવેશ, વાસ્તુશાંતિ પૂજા, યંત્ર, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, ટેબલેટ, સ્ટેશનરી, પ્રિન્ટર, ફેક્સ, આદિ સાધન પૂજા તથા સમીવૃક્ષ, શસ્ત્ર પૂજન. ચોપડા બાંધવા આપવા તથા પર્વ પૂજનનાં મુહુર્તો: (૧) સવારે ક. ૦૮-૦૫ થી સવારે ક. ૦૯-૨૯ (શુભ), (૨) બપોરે ક. ૧૨-૨૫ થી બપોરે ક. ૧૩-૫૩ (ચલ), (૩) બપોરે ક. ૧૩-૫૩ થી બપોરે ક. ૧૫-૨૧ (લાભ), (૪) બપોરે ક. ૧૫-૨૧ થી સાંજે ક. ૧૬-૪૯ (અમૃત), (૫) સાંજે ક. ૧૮-૧૭ થી રાત્રે ક. ૧૯.૪૯ (લાભ), (૬) રાત્રે ક. ૨૧-૨૧ થી રાત્રે ક.૨૨-૫૩ (શુભ), (૭) રાત્રે ક.૨૨-૫૩ થી મધ્યરાત્રે ક. ૦૦-૨૫ (તા.૧૩)(અમૃત), (૮) મધ્યરાત્રિ પછી ક. ૦૦-૨૫ થી ક. ૦૧-૫૭ (તા. ૧૩) (ચલ), (૯) મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૧ થી ક. ૦૬-૩૩ (તા. ૧૩) (લાભ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button