કવર સ્ટોરી : બિહારમાં મતદાન યાદીની સુધારણા: કેન્દ્રીય ચૂંટણી પંચના વાદ-વિવાદ ને વિખવાદ…

-વિજય વ્યાસ
બિહારની ચૂંટણી માથા પર તોળાઈ રહી છે ત્યારે ત્યાં ‘મતદાર યાદી સુધારણા’નું કારણ આપીને ચૂંટણી પંચ આધાર કાર્ડને અમાન્ય ગણી સુપર ઓથોરિટી તરીકે વર્તી રહ્યું છે. એના આ તૂતને વિપક્ષોએ કેન્દ્ર સરકાર પ્રેરિત ‘ષડયંત્ર’ ગણાવીને ઊહાપોહ મચાવ્યો છે. વાત સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગઈ છે…
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય ચૂંટણી પંચે ‘વોટર વેરિફિકેશન’ નું તૂત શરૂ કર્યું તેમાં ભડકો થઈ ગયો છે. કૉંગ્રેસ અને આરજેડી સહિતના વિપક્ષોને વિધાનસભાની ચૂંટણી પહેલાં એક સજ્જડ મુદ્દો મળી ગયો છે. ચૂંટણી પંચ વોટર વેરિફિકેશનના બહાને ‘ભાજપ વિરોધી મતદારો અને મોટા ભાગે મુસ્લિમ મતદારોને મતદાનથી દૂર રાખવા માગે છે’ એવો વિપક્ષોનો આક્ષેપ છે.
‘મહારાષ્ટ્રમાં પણ આ જ ખેલ કરીને ચૂંટણી પંચે ભાજપને સત્તા અપાવી હતી અને હવે એનું જ ‘ઍકશન રિ-પ્લે ’ બિહારમાં પણ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો વિપક્ષોનો આક્ષેપ છે.
બીજી તરફ, ચૂંટણી પંચ તેને નિયમિત પ્રક્રિયા ગણાવે છે. પંચની એકદમ વાહિયાત દલીલ એ પણ છે કે, ગેરકાયદેસર રીતે ઘૂસેલાં વિદેશીઓ સહિતના લોકો મતદાર યાદીમાં ઘૂસી ગયા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે વેરિફિકેશન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ પોતે જ મતદાર યાદી તૈયાર કરે છે ત્યારે મતદાર તરીકે નામ નોંધતી વખતે આ ચકાસણી કેમ ન કરવામાં આવી?
પંચે 2003માં કરાયેલા વોટર વેરિફિકેશનનો હવાલો આપ્યો છે. 2003માં વોટર વેરિફિકેશન કરાયું તેના બે વર્ષ પછી વિધાનસભા ચૂંટણી થયેલી તેથી પૂરતો સમય હતો, પણ અત્યારે તો ચૂંટણીને માંડ ચાર મહિના બાકી છે ત્યારે અચાનક પંચને કેમ આ સણકો ઊપડ્યો?
આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. કોર્ટે વોટર વેરિફિકેશન એટલે કે ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન’ (SIR) સામે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે, પણ આધાર કાર્ડ અને રેશન કાર્ડને માન્ય પુરાવા ગણવા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે અને એ સાથે પંચને કેટલાક વેધક સવાલો પણ કર્યા છે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં આખરી શું ચુકાદો આપે છે એ જોવાનું રહે છે, પણ ચૂંટણી પંચ ગેરબંધારણીય રીતે વર્તી રહ્યું છે તેમાં કોઈ શંકા નથી કેમ કે દેશના બંધારણ પ્રમાણે ચૂંટણી પંચને કોઈ પણ વ્યક્તિની નાગરિકતા અંગે નિર્ણય લેવાનો અધિકાર જ નથી. ભારતના બંધારણ પ્રમાણે, મતદાર યાદીઓ તૈયાર કરવી અને સુધારવી એ ભારતના ચૂંટણી પંચ (ECI) ની બંધારણીય જવાબદારી છે, પણ એક વાર કોઈનું નામ દેશના નાગરિક તરીકે નોંધાય પછી એની નાગરિકતા રદ કરવાનો અધિકાર માત્ર ને માત્ર કેન્દ્ર સરકારને છે. કેન્દ્ર સરકાર વતી ગૃહ મંત્રાલય આ ફરજ બજાવે છે. સાદા શબ્દોમાં કહીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય જ કોઈ પણ વ્યક્તિની ભારતની મતદાર યાદીમાંથી બાદબાકી કરવાનો નિર્ણય લઈ શકે, પણ ચૂંટણી પંચ નહીં.
ભારતમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાય છે તેમાં રાજ્ય સરકાર મદદ કરે છે. કોઈ પણ વ્યક્તિ માન્ય પુરાવા આપે એટલે તેનો સમાવેશ મતદાર યાદીમાં કરવો એ પંચની જવાબદારી છે. બિહારમાં આ મતદાર યાદી પહેલાં જ પ્રસિદ્ધ થઈ ચૂકી છે તેથી પંચનું કામ પતી ગયું પણ હવે પંચે આ વોટર વેરિફિકેશનનું નવું તૂત ઊભું કર્યું છે. આ તૂત દ્વારા બિહારમાં પંચ પોતે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હોય એ રીતે વર્તીને કોને મતદાર યાદીમાં રાખવા ને કોને ના રાખવા એ નક્કી કરવા બેઠું છે એ બંધારણનું ઘોર અપમાન છે.
હાસ્યાસ્પદ વાત પાછી એ છે કે, ચૂંટણી પંચે વોટર વેરિફિકેશનનું કામ ‘બ્લોક લેવલ ઓફિસર્સ’(બીએલઓ)ને સોંપ્યું છે. પંચ પાસે કોઈ પણ વ્યક્તિ ભારતની નાગરિક છે કે નહીં એ નક્કી કરવા માટે કોઈ સ્ટાફ જ નથી. ચૂંટણી પંચ તો ચૂંટણી કરાવવા માટે પણ સરકાર પર નિર્ભર છે. મતદાનની સ્લીપ પહોંચાડવા માટે પણ બ્લોક લેવલ ઓફિસર્સ (બીએલઓ)ની મદદ લેવી પડે છે. આ ‘બીએલઓ પંચ’ પાસે ફુલટાઈમ કર્મચારી નથી પણ કામચલાઉ સ્ટાફ છે. સ્કૂલોના શિક્ષકો અને બીજા કર્મચારીઓને આ કામગીરી સોંપાય છે. એ જ :‘બીએલઓ’ને મતદાર યાદીમાં કોને રાખવા ને કોને ના રાખવા એ નક્કી કરવાની જવાબદારી સોંપી દેવામાં આવી છે!
ચૂંટણી પંચે મનમાની કરીને વેરિફિકેશન માટે 11 દસ્તાવેજોને માન્ય ગણ્યા છે અને તેમાં પંચે જ તૈયાર કરીને આપેલું ‘વોટર કાર્ડ’ – આધાર કાર્ડ અને રેશન કાર્ડ નથી. હજુ હમણાં સુધી માત્ર આધાર કાર્ડને આધારે વ્યક્તિ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરાવી શકતી હતી. દેશનાં બીજાં રાજ્યોમાં છેલ્લે છેલ્લે મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ થયા તેમાં પણ આધાર કાર્ડને માન્ય પુરાવો ગણાયો હતો. હવે બિહારમાં પંચને આધાર કાર્ડ માન્ય પુરાવો નથી લાગતો એ કેવું? પંચે હાસ્યાસ્પદ દલીલ એ કરી છે કે, આધાર કાર્ડ માત્ર એક ઓળખપત્ર છે અને તેને નાગરિકતાનો આધાર ના માની શકાય…!
આમ તો બધા જ જાણે છે કે આ દેશમાં કેન્દ્ર સહિતની તમામ સરકારી કામકાજમાં કોઈ પણ પ્રક્રિયા માટે આધાર કાર્ડ માન્ય ગણાય છે. બેન્કમાં ખાતું ખોલાવાથી માંડીને સરકારી યોજનાનો લાભ લેવો હોય તો પણ આધાર કાર્ડ ચાલે ને પાસપોર્ટ કઢાવવો હોય તો પણ આધાર કાર્ડ ચાલે. તમારે પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો પણ આધાર કાર્ડ જોઈએ ને બીજો કોઈ પણ સરકારી દસ્તાવેજ કઢાવવો હોય તો પણ આધાર કાર્ડ ચાલે પણ મતદાર યાદીમાં દાખલ થયેલું નામ વેરીફાય કરવા માટે આધાર કાર્ડ ના ચાલે તેનાથી હાસ્યાસ્પદ વાત બીજી કઈ હોઈ શકે?
પંચની દલીલ પ્રમાણે જ, આધાર કાર્ડ માત્ર એક ઓળખપત્ર છે તો એ શાનું ઓળખપત્ર છે? આ દેશની વ્યક્તિ હોવાનું કે બીજા કશાનું ?
વધારે હાસ્યાસ્પદ વાત પાછી એ છે કે, આધાર કાર્ડના આધારે નીકળેલા પાસપોર્ટ સહિતના પુરાવા માન્ય છે પણ આધાર માન્ય નથી…બોલો !
ચૂંટણી પંચ વિદેશી ઘૂસણખોરો મતદાર બની ગયા હોવાની વાત કરે છે એ પણ હાસ્યાસ્પદ છે. ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો ત્યારથી આ દેશમાં પાડોશી દેશોના નાગરિકો ઘૂસણખોરી કરતા રહ્યા છે. પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ,
મ્યાનમાર વગેરે દેશોમાં સતત અશાંતિ અને અરાજકતા રહી. તેના અસરગ્રસ્તો ભારતમાં આવીને જામી ગયા. બાંગ્લાદેશનું સર્જન થયું ત્યારે તો કરોડોની સંખ્યામાં ઘૂસણખોરો આવી ગયા ને તેમાંથી કેટલા લોકો ભારતના નાગરિક બની ગયા એ કોઈને ખબર નથી. ચૂંટણી પંચે આજ સુધી કદી આ ઘૂસણખોરોને ઓળખી કાઢીને તેમનું નાગરિકત્વ છિનવી લેવાની કોઈ હિલચાલ પણ કરી નથી ને હવે અચાનક બિહાર વિધાન સભાની ચૂંટણી માથા પર તોળાઈ રહી છે ત્યારે તેને ઘૂસણખોરો દેશના નાગરિક બની ગયા તેની ચિંતા થઈ ગઈ છે !
વિદેશી ઘૂસણખોરો તો આખા દેશમાં છે તો આખા દેશમાં વોટર વેરિફિકેશન કરવાના બદલે વિપક્ષો મજબૂત છે એવાં રાજ્યમાં જ કેમ થઈ રહ્યું છે એ સમજવું અઘરું નથી.
એક સમયે ચૂંટણી પંચ કેન્દ્ર સરકારમાં બેઠેલા લોકોની કઠપૂતળીથી વધારે કંઈ નહોતું, પરંતુ ટી.એન. શેષાને તે ઈમેજ બદલી પણ છેલ્લાં કેટલાંક વરસોમાં ચૂંટણી પંચનું વર્તન જોતાં લાગે છે કે, પંચ પોતાનું ગૌરવ ભૂલીને સરકારનું તાબેદાર થઈ ગયું છે.
થોડાં વર્ષ પહેલાં આપણી સર્વોચ્ચ અદાલતે દેશની ગુપ્તચર એજન્સી CBI ને ‘સરકારી પોપટ’ ની ઉપમા આપી હતી અને હવે એ જ હરોળમાં ચૂંટણી પંચ પણ ગોઠવાઈ ગયું છે..!

આ પણ વાંચો…કવર સ્ટોરી : કોણ મર્યાદા ઓળંગે છે સુપ્રીમ કોર્ટ કે રાજકારણીઓ?