પાણીની બહાર પણ લાંબા સમય સુધી જીવી શકે છે પર્ચ માછલી!

ફોકસ – કે. પી. સિંહ
પર્ચ માછલીની મોટાભાગની જાતિઓ નદી કે તળાવોમાં જોવા મળે છે અથવા તો સાગરો અને મહાસાગરોમાં હોય છે. પર્ચ એક પ્રખ્યાત માછલી છે જે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. વિશ્વમાં પર્ચના 150 પરિવાર છે. આમાંથી 35 પરિવાર ભારતમાં મળી આવે છે. વૃક્ષ પર ચડવાવાળી માછલી પર્ચનો જ એક પ્રકાર છે. આ માછલી દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ભારત અને શ્રીલંકાથી લઈને ફિલીપાઈન્સ સુધી જોવા મળે છે.
આ દક્ષિણ ભારતના પૂર્વ ઘાટ અને પશ્ર્ચિમી ઘાટના સાગર પર પુષ્કળ પ્રમાણમાં મળે છે. ભારતમાં તેને ‘કોઈ’ માછલી તરીકે ઓળખવામાં આવે છે ચડતી માછલીઓ ઘાસનાં મેદાનોમાં પોતાના માથાને એક બાજુથી બીજી બાજુ ફેરવીને ફરે છે અને પાણીની બહાર લાંબા સમય સુધી ટકી શકે છે.
ચડવાવાળી પર્ચનું મુખ્ય ભોજન જળીય જીવજંતુ, નાની મોટી માછલીઓ તેમ જ જળીય છોડ હોય છે. મોટાભાગની તાજા પાણીની માછલીઓ પહેલા બાળકોની દેખભાળ કરે છે અને મોટા થયા પછી તેમનું ભક્ષણ કરે છે. આના વિપરીત ચડવાવાળી પર્ચ માછલી બીજા જીવોનું તો ભક્ષણ કરે જ છે પરંતુ પોતાનાં બાળકોને ક્યારેય ખાતી નથી.
ભારતની ચડવાવાળી પર્ચ ‘કોઈ’ પ્રજનન કાળમાં તળાવોના છીછરા પાણીમાં જળીય છોડના મધ્યમાં નાનો એક માળો બનાવે છે અને તેમાં જ ઈંડા આપે છે. તેના ઈંડા તરત જ સપાટી પર આવે છે અને ચોવીસ કલાક સુધી તરતા રહે છે. આ ચોવીસ કલાકથી લઈને અડતાલીસ કલાકની વચ્ચે બાળકો ઇંડામાંથી નીકળી જાય છે અને સ્વતંત્ર રૂપથી વિહરવા માંડે છે.
ચડવાવાળી પર્ચની ચાલ ઘણી બેઢંગી હોય છે. તે હંમેશાં તળાવોમાં રહે છે અને જયારે તળાવવાળું નિવાસ સુકાવા લાગે છે ત્યારે તે જમીન પર ચાલીને નવા તળાવની શોધ કરે છે. ચડવાવાળી પર્ચના શરીરમાં મોસમમાં થતા અચાનક થવાવાળા ફેરફારોને લીધે થતા પરિવર્તનને સહન કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે તેમ જ આ પાણીની બહાર લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. ચડવાવાળી પર્ચની શારીરિક સંરચના સામાન્ય પર્ચની જેમ હોય છે. એની લંબાઈ 15 સેન્ટિમીટરથી લઈને 22 સેન્ટિમીટર સુધી તેમજ તેનો રંગ ડાર્ક ગ્રીનથી લઈને સિલ્વર કલર જેવો હોય છે. આના મીનપંખ કથ્થાઈ હોય છે.
ચડવાવાળી પર્ચ જમીન પર પોતાના ગલફડોની એક મોટી જગ્યા દ્વારા હવા ખેંચીને શ્વાસ લે છે. અને ગલફડોની જગ્યા બે ભાગમાં વિભાજિત થાય છે. નાના અને નીચેના ભાગમાં સામાન્ય ગલફડા હોય છે. આ ગુચ્છાઓમાં જ પાતળી પાતળી રક્તવાહિનીઓની જાળ હોય છે, તેમજ આ ગુચ્છાઓ ફેંફસાની જેમ કાર્ય કરે છે.
ચડવાવાળી પર્ચ પાણીની બહારના વાયુમંડળમાંથી હવા લે છે તેમજ પોતાના ગાળાની બન્ને બાજુ બન્ને છિદ્રો દ્વારા પ્લેટોના ગુચ્છા સુધી પહોંચાડે છે. આ છિદ્ર એક વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. અને પછી ફેફસાંથી કાર્ય કરવાવાલો ગુચ્છાઓ હવામાંથી ઓક્સિજન લઇ લે છે.
પોતાના આજ વિશેષ અંગોની મદદ દ્વારા આ ફેફડા માછલીની જેમ સડી ગયેલી વનસ્પતિવાળા પાણી, પ્રદૂષિત પાણી તેમજ ઓછા ઓક્સિજનવાળા પાણીમાં પણ સરળતાથી રહી શકે છે. આ પ્રકારના પાણીમાં તે સપાટી પર આવે છે અને વાયુમંડળમાંથી હવા લઈને પછી અંદર વઇ જાય છે. શુષ્ક મોસમના આરંભમાં આ જમીનની અંદર ખાડો ખોદીને અને ફેફડા માછલીની સમાન ઊંડી નિંદ્રા લે છે.



