વેનેઝુએલાનું પતન: અરે, આ તો જૂની સ્ક્રિપ્ટ છે!

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરા પર સાચા – ખોટા આરોપો લગાવીને તેને હાથકડી પહેરાવીને અમેરિકા ઊંચકી લાવ્યા….
કેનવાસ – અભિમન્યુ મોદી
ઈરાનમાં અત્યારે સ્થિતિ બહુ ખરાબ છે…
નાજી, આ કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છાપવામાં ભૂલ નથી થઇ. ઇરાનની જ વાત કરીએ છીએ… ભલેને અમે શીર્ષકમાં `વેનેઝુએલા’ લખ્યું હોય… હા તો, ઇરાનની પરિસ્થિતિ બહુ ખરાબ છે. સતત વિરોધ પ્રદર્શન અને અનેક પ્રકારનાં આંદોલન થઈ રહ્યા છે. પ્રજા રસ્તા ઉપર વારેવારે ઊતરી આવે છે.
આંતરવિગ્રહ જેવી સ્થિતિ છે. પ્રજામાં રોષ છે અને ઇરાનની સરકાર અસ્થિર છે. ગમે ત્યારે ઈરાનમાં સત્તાપલટો થાય તો નવાઈ લાગશે નહીં, કારણ કે આ બધું એક ચોક્કસ ફોર્મ્યુલા મુજબ થઈ રહ્યું છે. ઈરાનમાં ખાસ નક્કર એવો કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં છેલ્લાં ઘણાં વર્ષોથી ઇરાનની વૈશ્વિક મીડિયામાં સતત બદનામી કેમ થઈ રહી છે?
અત્યારના સમયમાં બધા જ લોકોને શાંતિથી જીવન પસાર કરવું હોય છે ત્યારે રસ્તા ઉપર ઊતરવા માટે અને સતત વિરોધ પ્રદર્શનો કરવા માટેનો જુસ્સો અને એના પૈસા ક્યાંથી આવતા હોય છે? આવા અનેક સવાલ એક વખત વિચારવા જેવા છે. આ સવાલોના જો અછડતા અંદાજિત જવાબ પણ મળી જાય તો પણ વેનેઝુએલામાં શું થયું એ સવાલનો જવાબ મળી જાય એમ છે.
કોઈ એક દેશ હોય જે પ્રમાણમાં નાનો હોય. તેનું કદ નાનું હોય, વસતિ પણ બહુ ન હોય અને તેનું અર્થતંત્ર પણ બહુ મજબૂત ન હોય એ દેશ આપોઆપ નાજુક સ્થિતિમાં મુકાઈ જતો હોય છે, જેમ કે, નેપાળ અને તાઇવાન. બંને નિર્દોષ દેશ કહેવાય એવા છે, પણ તેની આજુબાજુની મહાસત્તાઓ તેને હડપી જવા ટાપીને બેઠી છે, પણ આવા નાના દેશની સ્થિતિ વધુ જોખમી તો થાય જો એ દેશ પછી કુદરતી સંપદા વિપુલ માત્રામાં હોય. આજના સમયમાં એનકેશ કરી શકાય એવો કુદરતી સ્રોત એટલે ક્રૂડ ઓઇલ અને ખનીજો.
વેનેઝુએલાના નસીબનો પડિયો કાણો એટલા માટે કહેવો પડે કે એની જમીન નીચે ખનીજ-તેલનો પુષ્કળ જથ્થો રહેલો છે. બસ, આ કારણે વેનેઝુએલા વર્ષોથી સુપરપાવર દેશોના રડારમાં છે. ક્યારે આ દેશ નબળો પડે અને તેનો શિકાર કરી શકાય એ લાગમાં મોટા દેશ બેઠા છે.
ઇરાક સાથે શું થયું? ઇરાક પાસે એક સમયે ક્રૂડ ઓઇલ બહુ હતું. ક્રૂડ ઓઈલનો જથ્થો ધરાવનારા આરબ દેશોએ ઓપેક સંગઠન પણ બનાવેલું. પચાસ ઝરખના ઝુંડને શિકાર ન બનાવી શકાય તો એકાદી ઝરખને તો એકલું પાડીને તેનો ઘડોલાડવો કરી શકાય ને?
આ જ સ્ટે્રટેજી અમેરિકાની છે. ઇરાક પાસે સામૂહિક વિનાશ લાવી શકે એવા માસ ડિસ્ટ્રકશનના વેપન છે એવી અફવાઓ ફેલાવવામાં આવી. દુનિયા એવું માનવા મંડી કે ઇરાક પાસે તો બહુ ભયંકર શસ્ત્રો છે. ઇરાકમાં ધીમે ધીમે ઘૂસપેઠ કરવામાં આવી. સદામ હુસેનની ધરપકડ કરવામાં આવી. એને જેલમાં રાખવામાં આવ્યો. એની ઉપર કહેવાતો અદાલતી મુકદમો ચાલ્યો. એને ફાંસી આપવામાં આવી અને એની ફાંસીની તસવીરો પણ મીડિયામાં આપવામાં આવી. ઇરાકને સાફ કરી નાખવામાં આવ્યું.
આવું જ આજે ઈરાન સાથે પણ થઈ રહ્યું છે. ઈરાન છુપી રીતે અણુપ્રોગ્રામ ચલાવે છે તેવા ખબર ઘણા સમયથી આવી રહ્યા છે. એ વાત જુદી છે કે આજ સુધી અમેરિકા તેની એક પણ સાબિતી આપી શક્યું નથી. પણ ઇરાનને સંપૂર્ણ રીતે પાડી દેવાનો કારસો ઘણા સમયથી રચાઈ ગયો છે અને એ થઈને રહેશે. (ભવિષ્યમાં ઈરાનમાં ઇસ્લામ ધર્મ મેજોરિટીમાં ન રહે એવું પણ બને.)
હવે વેનેઝુએલા અને અમેરિકા પર આવીએ. ડોનલ્ડ ટ્રમ્પનો પ્રોબ્લેમ શું છે એ પહેલા જોઈએ. એ માણસ હોટેલિયર છે એટલે કે બિઝનેસમેન છે. એ દરેક બાબતમાં પ્રોફિટ-લોસ જુએ. હાડોહાડ મૂડીવાદી માણસમાં નૈતિકતા કે સૌજન્ય જેવું ખાસ કંઈ ન હોય. ટ્રમ્પની પ્રકૃતિમાં મૂડીવાદ અને ઉપરથી એ કટ્ટર જમણેરી.
`મેક અમેરિકા ગ્રેટ અગેન’-નું સ્લોગન આપીને અશક્ય ચૂંટણી જીતનારો માણસ. હવે એની સામે પ્રોબ્લેમ એ છે કે એણે નાખેલા ટૅરિફને કારણે દુનિયા ડી-ડૉલરાઇઝેશન તરફ વધી રહી છે. કોઈને કોઈ રીતે ડૉલરની વેલ્યુ નથી ઘટી, પણ બીજા દેશોને ફક્ત યુએસ ડૉલર પર જ આધાર રાખવો પડે છે એ ખૂંચવા લાગ્યું છે.
ઇઝરાયલનો સાથ અમેરિકા કોઈ પણ સંજોગોમાં છોડી શકે એમ નથી. ઇઝરાયલ પંકાઈ ગયું છે અને તેની સરહદો સતત સળગતી રહી છે. ટ્રમ્પે એના બીજી વખતના ચૂંટણી પ્રચારમાં શેખી મારી હતી કે તે રશિયા-યુક્રેઇન યુદ્ધ ચપટી વગાડતા બંધ કરાવશે તે શેખી હાસ્યાસ્પદ ઠરી છે. રશિયા અને ચીન ટ્રમ્પને ગાંઠતા નથી.
વેપાર અને ઉદ્યોગમાં ચીનનુ પલડું ભારે બનતું જાય છે. અમેરિકન કંપનીઓ પણ ભારત જેવા માર્કેટની ફાયદો લેવા અહીં આવી રહી છે. અમેરિકામાં નોન-અમેરિક્નસ ખૂબ પૈસા કમાઈ રહ્યા છે અને કમાઈને વતન મોકલી રહ્યા છે. આવા સમયમાં અમેરિકાએ પોતાનું જગત જમાદારનું લેબલ જાળવી રાખવા અમેરિકાએ જડબેસલાક પ્લાનિંગ મુજબ વેનેઝુએલા પર પોતા…
આ પણ વાંચો…કેનવાસ: મશીનની જેમ વિચારી શકતો માણસ અંતે આજે ક્યાં છે?



