ઉત્સવ

ટૅક -વ્યૂહ: કાયમ કામમાં આવે એવી કેટલીક જબરી વેબસાઈટ્સ

ટેકનોલૉજીની દુનિયામાં શેરમાર્કેટ જેવી સ્થિતિ અનેકવાર આવી ચૂકી છે. એક સમયે આઈટી ક્ષેત્ર એટલો મોટો કડાકો બોલી ગયો હતો કે, એવું લાગતું હતું કે, આ ક્ષેત્ર ફરી ક્યારેય બેઠું નહીં થાય. વર્ષ 2009 પછી પોર્ટેબલ એપ્લિકેશન ડેવલપમેન્ટનો એક આખો યુગ શરૂ થયો. માહિતીસંચાર ક્ષેત્રે જખજનું સ્થાન ‘વોટ્સએપ’ નામની જાણીતી એપ્લિકેશને લેતાં સંવાદ પાછળનો ખર્ચ ઓછો થયો. ઈન્ટરનેટના પ્લૅટફૉર્મ પરથી ફ્રી સર્વિસનો આખો રાફડો ફાટ્યો. એક સમયે એવું લાગતું હતું કે, વેબસાઈટ ઇતિહાસ બની જશે. આ પછી બન્યું એવું કે, એપ્લિકેશનનો અઢળક ફાલ માર્કેટથી આપણા સુધી આવ્યો. એકસમયે રેર મનાતી ૠ-ળફશહ સર્વિસ પ્રાઈમ ટાઈમમાં આવી ગઈ. એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં ૠ-ળફશહ ના આઈડીથી જે પરિવર્તન થયું એ સૌ કોઈ જાણે છે.

હવે માની લો કે, લગ્નપ્રસંગ છે અને એના ફોટો કે ડેટા શેર કરી-કરીને કંટાળી ગયા હોવ તેમ છતાં ડેટા સાચવવો જ છે તો એક મસ્ત વેબસાઈટ છે જે સાચવવા જેવી છે. આવો, એ વિશે જાણીએ…‘સેન્ડબિગ’ જેવું નામ ધરાવતી આ વેબસાઈટનું કામ છે, જ્યાં 30 જીબી સુધી કોઈ પણ ફાઈલનું આરામથી શેરિંગ કરી શકાય છે. સર્વિસ ડિઝાઈન એ રીતે કરવામાં આવી છે કે એ ઓપરેટ કરવી પણ સરળ છે. માત્ર ફોટો કે વીડિયો અપલોડ કરો અને લિંક જનરેટ કરો. પછી આ લિંક શેર કરીને સમગ્ર ડેટા જેને મોકલવાનો છે એને સેન્ડ કરી દો! અહીં ખાસ વાત એ છે કે, લોગઈન કરીને આ ડેટાને કે તેની લિંકને કાયમી ધોરણે સાચવી શકાય છે. હા, ફોનનો ડેટા સેવ કરતી વખતે અપલોડનો સમય વધારે થતો હોય છે એટલે લેપટોપ કે પીસીમાંથી અપલોડ કરીને આખી લિંક સાચવવા કરતાં એ પેજ જ સાચવીને રાખી શકાય છે.

આર્કાઈવ
વોટ્સએપ એપ્લિકેશનમાં ગમતી રીલ્સની લિંક સાચવીને થાકી ગયા હોવ અને લીંકનો લોડ ફોનમાં વધી ગયો હોય તો પહોંચી જાવ ઈઝ વેબસાઈટની આર્કાઈવ પર. અહીં ફોનની લિંક કોપી પેસ્ટ કરતા જાવ એટલે એક જ વિષયની ડિજિટલ ડાયરી તૈયાર. ઑનલાઈન કોઈ આર્ટિકલ કે ન્યૂઝ વાંચવાની આદત હોય અને ફોન અચાનક બંધ થઈ જાય કે સ્વિચ ઑફ કરવો પડે તો ચિંતા નહીં. હિસ્ટ્રીમાંથી એની લિંક કોપી કરીને એ આખું વેબપેજ ઑફલાઈન પણ વાંચી શકશો. હા, આ વેબપેજ પરના ફોટો તથા બીજા મલ્ટિમીડિયાને સરળતાથી સેવ પણ કરી શકાય છે.

વેબનોવેલ
ઑનલાઈન વાંચવું ગમતું હોય અને દુનિયાભરનાં પુસ્તકો જોવાં-જાણવાં હોય તો લોગઈન કરો વેબનોવેલમાં. સનાતન ધર્મથી લઈને ઇતિહાસના પાસા સ્ક્રિન પર જોવા મળશે. કોન્ટેટ એટલે એક નંબરનું અને લેખનશૈલી પણ જબરદસ્ત. હા, પહેલી વખત કોઈ અંગ્રેજી બૂક વાંચતા હશો અહીંયા તો અંગ્રેજી શબ્દકોષ અવશ્ય જોઈશે.

ગૅમ
મોબાઈલમાં ગૅમ રમીને કંટાળો આવતો હોય તો ફ્લેશ મ્યુઝિયમમાં પહોંચી જાવ. અક્કલ કામ નહીં કરે એવી ગૅમ્સનો ખજાનો છે ફ્લેશ મ્યુઝિયમમાં. નામ ભલે મ્યુઝિયમ હોય, પણ ગૅમ્સ એકથી એક ચડિયાતી છે. સૌથી ખાસ વાત એ છે કે, આ માટે કોઈ જ એક્સ્ટ્રા ગ્રાફિક્સ કાર્ડની જરૂર નથી. 2-ડી ગૅમ્સ રમવાની પણ એક અલગ મજા છે. એકવાર ગેમ શરૂ થઈ એટલે વાત ખતમ.

મસ્તીનું પેજ
મસ્તી- મનોરંજન અને ફ્રીલાંસ કામ આ બધું એક જ જગ્યાએથી મળી રહે તો? ‘ફેસબુક’નો ઉપયોગ કરતા હો અને નક્કામા પેજ ફોલો થયા હોય તો આ પેજ કામનું છે. નામ છે મુંબઈ કોવર્કિંગ. નાના સ્ટાર્ટઅપથી લઈને આંતરપ્રિન્યોર સુધીના દરેક વ્યક્તિ એવી મસ્ત ટીપ્સ આપશે કે નાના ધંધામાં મોટી પ્રગતિ થશે. કંઈક મોટું કરવાનું વિચારતા હો તો લોકોના કેવા આઈડિયા કામ કરી જાય છે એ જોવા મળશે. હા, આ જ નામથી એની વેબસાઈટ પર ચેક કરવા જેવી છે.

વીડિયો કોલની ઝંઝટ ખતમ
તમારા મિત્રોનું કે પરિવારનું મોટું ગ્રૂપ છે. ખાસ કરીને એમાંથી મોટા ભાગના વિદેશમાં છે. આવા સમયે એમનો અને આપણો સમય ફોન પર મૅચ ન થતો હોય તો ‘સ્વાર્મ’ પર લોગઈન અવશ્ય કરવું. સ્વાર્મ એક કોમ્યુનિટી વેબસાઈટ છે. જે વીડિયો કોલથી લઈને ગ્રૂપ બનાવવા સુધીનાં ફીચર્સ આપે છે. આમાં કંઈ ન ફાવે તો આના જેવી જ ‘સર્કલ’ નામની સાઈટ પર આંટો મારવા જેવો છે. અહીં ગેરેન્ટી એ છે કે, એકથી એક ચડિયાતાં ફીચર્સ જોઈને મન મોહી જશે. ખાસ વાત એ છે કે, જે રીલ્સ જેવું ફોર્મેટ બનાવવું છે એ સરળતાથી બની જશે અને એને શેર પણ કરી શકશો.

આઉટ ઑફ ધ બૉક્સ
લાંબી-લાંબી લિંક શેર કરીને કંટાળ્યા હોવ તો ‘શોર્ટ’ નામની વેબસાઈટ પર સર્ફિંગ કરી લો. બ્લોગથી લઈને વીડિયો લિંક સુધીની સાઈટનું સોલ્યુશન મળી જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button