ઉત્સવ

અમેરિકન ગુજરાતીઓ અને રીયર વ્યુ મિરર-૬: ચન્દ્રકાંત શાહ

આજે આટલું જ -શોભિત દેસાઈ

ઈન્ડિયાની નોસ્ટાલ્જિક વાતોથી ઘડી ઘડી ઊખડી જતાં છતાંય
આપણે તો યુનાઈટેડ સ્ટેટ્સને જ ચોંટેલા એમ
જાણે ફ્રીજ પર ચોંટેલાં મેગ્નેટ્સ!
મેગ્નેટ્સમાં-
નીન્જા ટર્ટલથી માંડીને હતાં
ચકી ચીઝ
તાજમહાલ
એલ્વિસ
બડવાઈઝર
નમો અરિહંતાણં
golden gate bridge
મિકી માઉસ
નાયેગરા ફોલ્સ
હાઈવે ૬૬
શિકાગો બુલ્સ –
અને માઈકલ જોર્ડન
તથા
તીહુઆના ખાતે પડાવેલો
પરસેવે રેબઝેબ, મેક્સિકન ટોપામાં આપણો જ ફોટો
ફ્રીઝ ઉપર ચોંટેલાં મેગ્નેટ્સ હતાં
ને હતી
મેગ્નેટ્સમાં ચોંટેલી ફેમિલી લાઈફ-
ગ્રોસરીનું લિસ્ટ
થોડી પિઝાની કુપન
દેશી રિયલ્ટરનો ફોટો ચોંટાડેલ
કોલ્ડવેલ બેંકરનું નાનું કેલેન્ડર
એક ડેન્ટિસ્ટનું અપોઈન્ટમેન્ટ-કાર્ડ
એક સરપ્રાઈઝ ! સરપ્રાઈઝ !
એક મ્યુઝિકલ પાર્ટીનું કાર્ડ
અને એક ક્રેયોનથી દોરેલું, હેપી મધર્સ ડે’ લખેલું
ઑફિસના એક્સટેન્શન
મમ્મીનો કાર-ફોન
કોઈક એક અંકલનો ફોન
અને એક આન્ટીનો ફોન
લોકલ પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટનો ફોન
તથા
એલાસ્કન ક્રુઝ માટે ટોલ-ફ્રી, ‘વન-એઈટ-હન્ડ્રેડ-કાર્નિવલ’
મારિયોનું સોકર-સ્કેજ્યુઅલ
એની સિસ્ટરની ‘લક્રોસ’ની ગેઈમ
તથા
ટીચરની સહીવાળું સર્ટિફિકેટ ઑફ મેરીટ ઈન મેથેમેટિક્સ
આ બધું હતું
ને હતો
‘કે-માર્ટ’ની ડિસ્કાઉન્ટ ઑફરમાં પડાવેલો
૨૧ કોપીમાંથી દસ બધે ઈન્ડિયામાં મોકલી દીધેલી
ને બાકીની દસ
ક્યાંક ઘર પછી ઘર પછી ઘર મુવ કરવામાં મિસ્પ્લેસ થયેલી
તે છેલ્લો બચેલ એક
યન્ગ હતાં ત્યારનો જ ફેમિલી ફોટો!
આપણે હતાં
ને હતું
પિક્ચર પરફેક્ટ એક ફેમિલી
બુદ્ધ નામ ગૌતમ, એક ઘર અને પથરાતા રસ્તાનો ટ્રાયેન્ગલ
ભીનીષ્ક્રમણને આદરવાનું આટલું ગણિત
અને એ જ એનો એન્ગલ
And the car is now zooming towards major roads
રીઅર વ્યુ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું
ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું
જોવાનું એટલું કે –
આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું…
આપણે હતાં
ને હતું ટુ-કાર ગરાજ હોમ
પા એકર લોન
પેઈવ્ડ ડ્રાઈવ-વે
ડિઝાઈનર કિચન
Living room family room
ડિઝાઈનર કિચન
Four season porch
Patio
Attic

તથા
Half finished basement
અને
ઢગલાબંધ રૂમ્સ
late 60s Early 70s માં
એક જ રૂમમાં જેટલા
Students Room Partners રહેતા
એનાથી પણ વધારે રૂમ્સ
અને એ પણ Empty Nester ઘરમાં
એક શ્ર્વાસ લેવાનો રૂમ
એક ઉચ્છવાસ કાઢવાનો રૂમ
એક્સવાયઝેડ રૂમ
વ્હાઈટ, બ્લ્યુ ને રેડ રૂમ, બેડરૂમ
બેડરૂમમાં બાથરૂમ અટેચ્ડ
એક સોફા હતો-
ને હતા સોફામાં આપણે અટેચ્ડ
પછી આપણને કંઈકેટલું અટેચ્ડ!
યુએસએ આવ્યાં તે વેળાની
ઈમ્પોર્ટેડ એકલતા
હાઈ-ટેક અગવડ
ઑડ જોબ માટે પણ માઈલોનું ચાલવું
ઑડ જોબ પણ કેવા
Graveyard shift કહેવાતા
Packers
Packagers
Dishwashers
Security Guard

અને
Petrol pump attendants
એવા
ઑડ જોબ માટે પણ માઈલોનું ચાલવું
ને ખૂણામાં બેસીને આંસુનું સારવું
USમાં ના રહેવું
India પાછા જવું
એવી રોજ રોજની વિટમ્બણા
પછી
પહેલો પે-ચેક
અને
પહેલ-વહેલું સિક્સ-પેક
સાલ્વેશન આર્મીનું બ્લેઝર
ને પહેલવહેલી ગાડીનું પ્લેઝર…
(આવતા રવિવારે Rear View Mirror નું સમાપન )
આજે આટલું જ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker