ઉત્સવ

અમેરિકન ગુજરાતીઓ અને રીયર વ્યુ મિરર-૩

આજે આટલું જ -શોભિત દેસાઈ

ઝીંદગી સે બડી સઝા હીં નહીં
ઔર ક્યા જૂર્મ હૈ પતા હી નહીં
ક્રિશ્ર્ન બિહારી ‘નૂર’
ના પાડી જ નથી મેં. મળે જ છે જરૂર જિંદગીમાં કંઈક ને કૈંક… But at What Cost!અક્ષરજ્ઞાન, બારાખડી,alphabet જેવા શરૂ થયાં કે ઉડતો જીવ જમીન પર આવી જાય ૩-૪ વરસની ઉંમરથી, અને પાંચ વરસથી ઠેઠ મોત લગી પુરવાર જ કર્યે જવાનું. જાણે જિંદગી, મારી જિંદગી બીજા માટે જ ન જીવતો હોઉં! મનમાં આવા વિચારો ચાલતા હોવાની એક ક્ષણે એક અદ્ભુત મુક્તક રચાયું’તું…

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય
સર્વ યાદોને ભૂલવાનો સમય
ખૂબસૂરત પ્રસવ મરણનો, અને –
હોવાની કેદ ખૂલવાનો સમય
અને પ્રાપ્ત કરવાની મથામણમાં એ તો ભુલાઈ જ જાય કે કેટલું ઝૂંટવી લીધું, કશુંક લેવા માટે કેટલું આપવું પડ્યું, કેટલા નિકૃષ્ટ બનવું પડ્યું, ખુદની નજરમાંથી કેટલીય વખત કેટલા નીચે ઊતરવું પડ્યું, કોને કેટલા દુભવ્યા અને આટલું મેળવ્યા પછીય પરિતોષ કેમ નથી આવતો… કાં દોડ્યા જ કરવાનું મન થયા કરે છે… ઉર્ધ્વગામી ઉડાનના સપના કાચી ઉંમરે નંદવાયા, એનું શું!?

સબકો હમારા રહનસહન ઔર ખાનાપીના દિખતા હૈ
હમને અપને કચ્ચે પક્કે સપને બેચે – ઉસકા ક્યા?

  • ખલિલ ધનતેજવી
    વાત આપણે આપણા ચંદુ ઉર્ફે ચંદ્રકાંત શાહની મહાકવિતા Rear View Mirrorની કરવાની જ છે. પણ એમ ને એમ એ કવિતા મુકાય એ પહેલાં એના પ્રદેશ-વિસ્તાર-પરીઘથી તમે પરિચિત થાઓ તો એ વધારે અંતર્ગત બનશે તમને.

લગભગ તો સાહિર લુધિયાનવીનો છે આ મહાન શેર મારા આજના અત્યાર સુધીના તમામ વિવરણને ઓપ આપતો…
જો તાર સે નિકલી હૈ વો ધુન સબને સુની હૈ
જો સાઝ પે ગુઝરી હૈ વો કિસ દિલ કો પતા હૈ?!

તો… માત્રામેળ છંદમાં લખાયેલી આ દીર્ઘ કવિતાનો મુખ્ય સૂર આ જ છે કે ભારતથી આવતા ભાંડુ -મિત્ર- સ્નેહીને જે ઝાકઝમાળ દેખાય છે એ, એ યધ્વાતધ્વા અમેરિકન ગુજરાતી પરિવારના એની પાછળ અપાયેલ ભોગનું દર્શન છે. આ કવિતામાં દરેક અમેરિકન ગુજરાતી જે નથી કહી શક્યો એ કહેવાયું છે. નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી વ્યથાની અત્યાર સુધી અવ્યક્ત રહેલી રજૂઆત છે આ કવિતા.

અને આશ્રય લેવાયો છે ગરાજ (Garage) માંથી ગાડીને સબડિવિઝન (સોસાયટી)માં કાઢી ત્યાંથી બહાર રસ્તા પર લઈ જઈ ત્યાંથી મોટા રસ્તા પર લઈ જઈ, ત્યાંથી Freeway(હાઈ વે) પર લઈ જઈ ગંતવ્ય સ્થાન પર પહોંચતી સફરનો… યુવાનીથી મોત સુધીના ટુકડાઓમાં વિભાજિત સમયનો… એક હસતી અને સાથે સાથે એક કાયમની ગમગીન એવી બે આંખના સમન્વયનો…
Houseના અંદરના દરવાજાની અડોઅડ ઊભેલી Car માં બેસી Car થી જેવો તમે ગરાજનો દરવાજો ખોલ્યો કે પહેલી નજર પડે તમારી Rear View Mirror પર, પછી inside Mirror પર. બહાર ગાડી કાઢી તમે લગભગ સતત rear view mirrorમા જોયા કરો છો ત્યારે તમને ખ્યાલ જ નથી કે પાછળ દેખાતું બધું જ તમારાથી છૂટી રહ્યું છે. આધિભૌતિક સર્વ તમારે કમને છોડવાનું છે. જેમ લાંબું જીવાય એમ વધુ છોડતા જવાનું છે. Investments – Savings. Main Streetછે ને! તમારી પાસે પર્યાય છે જ… સ્મશાનના, કબ્રસ્તાનનાં કે અન્ય. પણ એક કાયા વગરનો મહાકાય તમને અને તમારા ૩૮-૫૦-૭૦-૮૭-૯૨-૯૯ વર્ષોને ગળી જવા તૈયાર ઊભો જ છે.
જીવનનો અર્થ બીજો કૈં નથી, ગાડીમાં બેઠો છું,

ઝડપથી ઝાડવા ગણતાં ઘણી તકલીફ પહોંચી છે.

-વિરુ પરોહિત
આવતા રવિવારથી ચંદુનીRear View Mirror મહાકવિતા શરૂ જ શરૂ.
આજે આટલું જ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…