ઊડતી વાત : મોટી લૂંટની મહા મોટી મોંકાણ

- ભરત વૈષ્ણવ
‘કુછ તો કરના પડેગા.’
અબ્દુલે ચુપકીદી તોડી. સલીમ, મોહમ્મદ, જાવેદ અને અબ્દુલ અડધા કલાકથી ચિકનની ટાંગ ચૂસતા હતા, તળેલા કાજુ ખાતા હતા અને દેશી પોટલી ખાલી કરતા હતા. આ બધાની સાથે ચિલમની તમાકુમાં ગાંજો મેળવી ધુમાડો છોડતા હતા.
‘ભાઇ તું સહી બોલ રહાચ.’ સલીમ ચિકનાએ હાથ મસળ્યા તો બે મચ્છર મરી ગયા.
‘યાર, કિસી કે સામને હાથ પગ ફેલાને કી બજાય કુછ તો કરનાચ પડેગા.’ મોહમ્મદ પવાલામાંથી દેશી દારૂનો મોટો ઘૂંટ મારતા કહ્યું.
‘વો સબ તો ઠીક હૈ. લેકિન કુછ કા મતલબ ક્યાં? કયાં કરે ઓર દો પાંદડેવાલે બન જાવેએં?’ જાવેદે સૌની ગડમથલ જાહિર કરી.
‘હમ હાથ પૈર હિલા રહે હૈ. પર કમબખ્ત કિસ્મત હમે ઠેર કે ઠેર છોડ દેતી હૈ,’ અબ્દુલે અફસોસ જાહિર કર્યો.
‘યાર, મૈંને શોપિંગ મોલ કે પાંચવે માલે પર પંકચર કી દુકાન ખોલી થી. મૈં લિફ્ટ કે દરવાજે ખુલતી હૈ કોઇ બંદા સાઇકલ, મોટર સાઇકલ યા કાર કા ટાયર કા પંકચર કરવાને વાસ્તે આયેંગે ઐસાં સોચતા થા. પર કભી ભી બૌની નહી હુઇ. ચાય ભી ખુદ કી પૈસો પીની પડતી થી.’ સલીમ ચિકનાએ સ્વરોજગારની નિષ્ફળ કથા કહી.
‘અરે હમને કહાં ઝંડા ગાડા હૈ? સુબહ શામ ફટફટીકો ઠીક કરતે હૈ. હાથ કે સાથ દિલ ભી કાલાકલૂટા હો જાતા હૈ. બદન થકાનસે તૂટ જાતા હૈ. ઉપરસે ખુસડ બુઢા યાકુબ મા-બેન કી ગાલી બકતા હૈ. મન મેં આતા હૈ કી ઉસકો ટપકા દૂં. લેકિન દિલશાદ ખાલા કા માસૂમ ચહેરા આંખો કે સામને આ જાતા હૈ. બડી પાક ઓરત હૈ. જો ઇસ ખુસડ બુઢે કી બીવી હૈ.’ જાવેદે મન કી બાત કહી.
‘સાલી જિંદગી ઝંડ બન ગઇ હૈ. મૈંને સોચા કિ હાથ પગ ફૈલાને યા હાથ પૈર હિલાને સે બહેતર હૈ કી હાથ પૈર માર લૂ. માં કસમ મૈંને ચેઇન સ્નેચિંગ ચાલુ કિયા. ઇન્સાલ્લાહ. અલ્લાહ કી મહેરબાની સે દો તીન લાખ કમાયે ભી. બેઇમાની કા પૈસા કબાબ, શરાબ ઔર શબાબમેં ચલા ગયા.’ અબ્દુલે પોતાના હાલહવાલ બેહાલ બતાવ્યા.
‘હમને ડકૈતી-ફિરોતી મેંભી હાથ અજમાયા. લેકિન સાલે કમીને પુલિસવાલેને મેરે ધંધે કી વાટ લગાલી. સાલે એક લાખ કા ભરણ માંગ રહે થે. મુશ્કિલસે દો તીન મહિનેમેં એક બકરા મિલતા થા. વોહ ભી પુલિસ કે ભરણ મેં ચલા જાતા થા નતીજા? ‘ખાયા પિયા કુછ નહી ઔર ગિલાસ તોડે બારહ આના’ જૈસી પતલી હાલત હો ગઇ હૈ.’ મોહમ્મદે તેની કહાણી કહી.
આજે એ લોકો કોઇ રોજામાં ભેગા થયા હતા. બધાના જમણા હાથમાં ખંજવાળ આવતી હતી. મુફલિસને બદલે ખ્વાજાની જેમ જીવવાની ખુજલી આવતી હતી. નાના મોટા ધંધા, ચોરી ચપાટી કરીને તંગ આવી ગયેલ.
એક મોટો હાથ મારી દલ્લો મેળવી બાકીની લાઇફ સેટલ કરવાની ખ્વાહિશ હતી.
‘મિલ ગયા મિલ ગયા…’ સલીમ ચિલ્લાયો. માનો કે અકબર બાદશાહનો ખજાનો મળ્યો ન હોય.
‘ક્યાં મિલ ગયા?’ ત્રણે જણે પૂછયું. કોઇ ચમત્કાર થયો કે સલીમને જાદુઇ છડી મળી કે ઘુમાવો એટલે માંગો તે મળે.
‘અરે બુધ્ધુઓં, હમારી કિસ્મત ચમકાને કા કરિશ્મા મિલ ગયા.’ સલીમે કહ્યું.
‘પર હુઆ કયાં?’ બાકીના ત્રણેય જણાના મોં ખુલ્લા રહી ગયા.
‘અરે પૂછો કે કયાં નહીં હુઆ?’ સલીમે રહસ્યને વધુ ઘેરું કર્યું.
‘પહેલિયા મત બુજાવ. જો કહેના હૈ સાફ લબ્જોમેં કહો.’ બાકીના ત્રણેયે ઓર્ડર કર્યો.
‘હમ કહાં બેઠે હૈ?’ સલીમે પૂછયું.
‘કોઇ રોજા કે નીચે.’
‘અબ રોજા કી ઉપર દેખો. કુછ લાઇટ જલી?’ સલીમના અવાજમાં ઉત્સાહ છલકતો હતો. ત્રણેયે રોજાની ટોચે જોયું. ત્રણેયને કાંઇ ખબર ન પડી.
‘સલીમ, હમે મામુ મત બનાવ,’ ત્રણેયે સોઇ ઝાટકીને કહ્યું.
‘અરે મેરે ઘોંચું ચાચુજાન, રોજા કે ઉપર જો બડા ગોલ ગુંબજ હૈ. વોહ ગોલ ગુંબજ સોના કા બના હુઆ હૈ. ઉસ જમાનેમેં સોનેમેં દૂધ મેં પાની મિલાને કી તરહ મિલાવટ નહીં હોતી થી.’ સલીમે કહ્યું.
‘તો?’ ત્રણેય બોલી ઊઠયા
‘અરે અક્કલકે અંધો, હમ યેહ સોને કા ગુંબજ ચૂરા લે તો અખ્ખી જીંદગી હાથપૈર ફેલાને નહીં પડેંગે, હાથ પૈર હિલાને નહીં પડેંગે, યા તો હાથપૈર મારને નહીં પડેંગે.’ સલીમે આઇડિયા બતાવ્યો.
‘માશાલ્લાહ.’ ત્રણેયના મો આફતાબની જેમ ચમકી રહ્યા હતા…પછી તો મોટી લૂંટ વખતે જે જરૂર પડેે બધી સામગ્રીનો મેળ પાડ્યો.
એક રાતે બે ત્રણ વાગ્યે…સલમાને લાંબું દોરડું હવામાં ઉછાળ્યું. ગુંબજ પાસે બેસેલા જાવેદ અને મોહમ્મદે દોરડાંનો ફાંસીના ફંદો જેવો ગાળિયો બનાવ્યો. અબ્દુલે દોરડાંનો ગાળિયો ગુંબજને પહેરાવ્યો. અબ્દુલ સિવાય જાવેદ અને મોહમ્મદ નીચે ઊતરી ગયા. સલીમ, જાવેદ અને મોહમ્મદે જોરથી દોરડું ખેંચ્યું. ગુંબજ ગબડતો ગબડતો સલીમના ચરણે પડ્યો. સલીમે ગુંબજને વર્લ્ડ કપની જેમ ચૂમ્યો. ગુંબજને કોથળામાં ભરીને કોથળાનું દોરડું બાંધ્યું.
બીજે દિવસે સોની પાસે ગુંબજ વેચવા ગયા. સોની એકાદ લાખ ઓછા આપે તો પણ ગુંબજ વેચવાની સૌની તૈયારી હતી.
‘ભંગારનો ભાવ વીસ રૂપિયા છે. ગુંબજનું વજન ચાર સો કિલો છે. એટલે લગભગ આઠ હજાર મળશે.’ એમ સોનીએ કહ્યું. મતલબ કે સલીમ, જાવેદ, અબ્દુલ અને જાવેદના કિસ્મતમાં ચોરીચપાટી, પંકચરની દુકાન, ગેરેજની નોકરી અને ઓમલેટની લારી જ લખાયેલ હતી!
કિસ્મતનું પાંદડું ખસ્યું પણ એવું ખસ્યું કે એ પાંદડા પાછળ મોટું જંગલ પથરાયેલું નજરે ચઢ્યું!



