Uncategorized
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
શું મારવા છતાંય વાગતું નથી?
- આંખ-ફાંકો-ડંફાંસ
દશા અને દિશા કયારે બદલાય? - સંબંધના ભરચક ટ્રાફિકમાંથી ટર્ન લો ત્યારે…
ગુલ અને ફૂલ કોણ ખીલવે? - ગુલ મજનૂ ખીલવે અને ફૂલને માળી.
રવિ ના પહોંચે ત્યાં પહોંચે કવિ. પછી કવિ ક્યાં જતા હશે? - કવિ સંમેલનમાં…અને પ્રકાશકને ત્યાં.
ગુસ્સાથી ચહેરો લાલ- પીળો થઈ જાય. બીજો રંગ કેમ નહીં? - ટ્રાફિક સિગ્નલની જેમ કહે છે : થોભો…!
આજકાલ પાંવ જમીન પર નહીં હોતે….કવિ શું કહેવા માગે છે? - એ જ કે પડોશણના પતિએ કવિને એવો ઠપકાર્યો છે કે બેઉ પગે પાટા આવ્યા છે!
જોર જુલમ અને જોરૂ જુલમમાં ફરક શું? - એક જાહેરમાં અને બીજો ઘરમાં…
રાજયોગની જેમ રાણી યોગ મળે? - કોઈને રાજ યોગ મળે પછી જ એને રાણી યોગ ફળે…
હવે ડિવોર્સ મોંઘા થઈ રહ્યા છે… - આ અમસ્તી જ વાત કરો છો કે અંગત અનુભવ?
લગ્નની જેમ ડિવોર્સ વખતે વરે અણવર લઈ જવો પડે? - ના, વકીલ લઈ જવા પડે…
પરીક્ષાની જેમ પ્રેમમાં એટીકેટી મળે તો? - રિપીટર વધી જાય…
ભાગદોડ એટલે શું ? - દોડીને ભાગી જાવ એ…
સંપેતરાં મોકલવામાં પેંતરો રચે એને શું કહેવાય? - સંપેતરાંબાજ.
આ પણ વાંચો…રમૂજી સવાલના મનમોજી જવાબ…



