બિગ બોસ 19માં કોણ જીતશે? ફિનાલે પહેલાં ફરાહ ખાને કરી ભવિષ્યવાણી, જાણો કોણ છે…

મુંબઈ: રિયાલિટી શો ‘બિગ બોસ 19’ તેના અંતિમ પડાવમાં પહોંચી ગયો છે. આ સિઝનમાં કોણ જીતશે તે અંગે દર્શકોમાં ઉત્સુકતા વધી છે. કેટલાક દર્શકો અમાલ મલિકને તો કેટલાક દર્શકો ફરહાનાને સપોર્ટ કરી રહ્યા છે. આવા સંજોગોમાં જાણીતા ડિરેક્ટર અને હોસ્ટ ફરાહ ખાને આ સિઝનના સંભવિત વિજેતાને લઈને મોટી આગાહી કરી છે.
ફરાહ ખાને કોના કર્યા વખાણ
સલમાન ખાનની ગેરહાજરીમાં ઘણીવાર ફરાહ ખાન ‘વીકેન્ડ કા વાર’ હોસ્ટ કરે છે. ફરાહ ખાને તાજેતરમાં સોહા અલી ખાનના પોડકાસ્ટમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેણે બિગ બોસ 19 વિશે વાત કરી હતી. જોકે, શો સાથે નજીકથી જોડાયેલ હોવાને ફરાહ ખાને સત્તાવાર રીતે કોઈ એક સ્પર્ધકનું નામ વિજેતા તરીકે જાહેર કરવાનું ટાળ્યું હતું, પરંતુ એક સ્પર્ધકના ભારે વખાણ કર્યા હતા.
પોડકાસ્ટમાં જ્યારે સોહા અલી ખાને ફરાહને સંભવિત વિજેતા વિશે પૂછ્યું, ત્યારે ફરાહ ખાને જણાવ્યું કે, “હું કોઈના પર મારો અભિપ્રાય આપવા માંગતી નથી, કારણ કે હું બિગ બોસની ખૂબ નજીક છું. જોકે, મને લાગે છે કે આ સીઝન ગૌરવ ખન્નાની સીઝન છે, કારણ કે સંયમ અને ગૌરવપૂર્ણ રીતે અત્યાર સુધીમાં આગળ વધતો રહ્યો છે.”
તે ઘણા લોકોને ખટકી રહ્યો છે
ફરાહ ખાને ગૌરવની રમતની પ્રશંસા કરતા કહ્યું કે તે ખૂબ જ પ્રતિષ્ઠિત છે, તે અપશબ્દો બોલીને કોઈ સાથે દુર્વ્યવહાર કે ઝઘડો કરતો નથી. તે ખૂબ સારું રમી રહ્યો છે, જેથી તે ઘણા લોકોને ખટકી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો ગૌરવ ખન્ના ટીવી જગતમાં મોટા સ્ટાર તરીકે પંકાઈ ગયો છે. ટીવી સીરિયલ ‘અનુપમા’માં તે ‘અનુજ’ની ભૂમિકા ભજવીને ખૂબ જ લોકપ્રિય થયો હતો.
તે અગાઉ ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ પણ જીતી ચૂક્યો છે. બિગ બોસ 19માં ગૌરવની શાંત અને સંયમિત રમતને દર્શકોનો સંપૂર્ણ ટેકો મળ્યો છે અને તે સતત વોટિંગ ટ્રેન્ડ્સમાં આગળ છે. ચાહકો પણ માની રહ્યા છે કે આ જ કારણોસર તે આ સિઝનનો વિજેતા બની શકે છે. જોકે, સીઝનનો વિજેતા કોણ બનશે, એ ફિનાલે બાદ જ ખબર પડશે.
આ પણ વાંચો…યુટ્યૂબર મૃદુલ તિવારી ‘બિગ બોસ 19’માંથી બહાર! ફેન્સે શો પર લગાવ્યો ‘બાયસ્ડ’ હોવાનો આરોપ…



