બે કચ્છી સર્જકોને મળશે ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર
![Two Kutch writers receive Gujarat Sahitya Akademi Gaurav Award](/wp-content/uploads/2025/02/Two-Kutch-writers-receive-Gujarat-Sahitya-Akademi-Gaurav-Award.jpg)
ભુજ: ગાંધીનગર સ્થિત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે આપવામાં આવતા કચ્છી ભાષા ગૌરવ પુરસ્કારની આ અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં જાહેરાત કરવામાં આવી છે. જેમાં વર્ષ 2023માટે બે જાણીતા કચ્છી સર્જકોને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે.
કચ્છી ભાષાના સંવર્ધનમાં મહત્વનું યોગદાન આપવા બદલ વિશ્રામ ગઢવીને સાહિત્ય ગૌરવ, તો ડો. પૂર્વિ ગોસ્વામીને યુવા ગૌરવ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હોવાનું ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
વિશ્રામ એમ.ગઢવીનું સન્માન
માંડવીના મોટા લાયજાના કચ્છી ભાષાના પ્રથમ પંક્તિના ગદ્યકાર વિશ્રામ એમ.ગઢવીએ તેમના આગવાં કચ્છી સર્જનો દ્વારા એક ઓળખ ઊભી કરી છે. કચ્છી નવલકથા રત જા રૂંગા'નું "લોહીના આંસુ" નામે ગુજરાતી સંસ્કરણ સ્થાનિક અખબારમાં હપ્તાવાર પ્રગટ થઇ ચૂક્યું છે. કચ્છી વાર્તાસંગ્રહ
ઓમાણ’ કચ્છી લલિત નિબંધ સંગ્રહો ખીરોલા' અને
માનીયારી’ સહિત 15 જેટલા કચ્છી ગુજરાતી પુસ્તકનું સર્જન-પ્રકાશન કર્યું છે. તેમના પાંચ પુસ્તક સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યાં છે.
ઓમાણ વાર્તાનો અંગ્રેજી અનુવાદ
કચ્છશક્તિ નેશનલ એવોર્ડ (સાહિત્યરત્ન) મુંબઇ-2024, બેનામ સંગીત-સાહિત્ય પારિતોષિક, તારામતી ગાલા કલા સાહિત્ય લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૨ સહિત અનેક માન-અકરામ મેળવાના બે જાણીતા ઉદ્ઘોષક-વક્તા છે. તેમની નવલકથા રત જા રૂંગાના ગુજરાતી તથા હિન્દી અનુવાદ તથા ઓમાણ વાર્તા સંગ્રહનો અંગ્રેજી અનુવાદ The Deposit નામે થયો છે. કચ્છી સાહિત્ય કલા સંઘના ઉપપ્રમુખ તરીકે સેવા આપતા વિશ્રામ ગઢવી કચ્છી જાણ-સુજાણ પરીક્ષાના સંયોજક પણ રહી ચૂક્યા છે.
ડો. પૂર્વિ ગોસ્વામીનું સન્માન
બીજી તરફ, ડો. પૂર્વિ ગોસ્વામીએ વર્ષ 2016થી પૂર્ણ સભ્ય માટે લેખન કાર્યને આદરી કચ્છના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. કચ્છની ખમીરવંતી નારીના જીવનચરિત્ર વિશે કરેલાં કટાર લેખન બદલ તેમને વર્ષ 2022માં વૂમન એચિવર એવોર્ડ એનાત કરાયો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તેમણે કચ્છની વીરાંગનાઓ અને યુસુફ મહેરઅલી ગૌરવગાથા શ્રેણીનું આલેખન કર્યું હતું. કવિ મહેશ સોલંકી `બેનામ’ની સ્મૃતિમાં શરૂ કરાયેલા એવોર્ડ શ્રેણીના પ્રથમ વર્ષમાં તેમને બેનામ સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.