IND vs ENG 3rd ODI: ટોસ જીતીને ઇંગ્લેન્ડે આ નિર્ણય કર્યો; ભારતની પ્લેઇંગ-11માં મોટા ફેરફાર | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs ENG 3rd ODI: ટોસ જીતીને ઇંગ્લેન્ડે આ નિર્ણય કર્યો; ભારતની પ્લેઇંગ-11માં મોટા ફેરફાર

અમદવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી (IND vs ENG 3rd ODI, Ahmedabad) છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ટોસ બાદ બટલરે કહ્યું કે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. રોહિત શર્માએ જણાવ્યું કે ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં 3 ફેરફાર છે. રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમીના સ્થાને વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.

Also read: IND vs ENG 3rd ODI: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે કે સ્પિનર્સને મદદ મળશે? જાણો પિચ રિપોર્ટ અને વેધર રીપોર્ટ

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન:
ફિલ સોલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), ટોમ બેન્ટન, લિયામ લિવિંગસ્ટોન, ગુસ એટકિન્સન, આદિલ રશીદ, માર્ક વુડ, સાકિબ મહમૂદ.

ભારતની પ્લેઇંગ ઇલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ. ભારતીય ટીમ પહેલી અને બીજી વનડે જીતીને સિરીઝ જીતી ચૂકી છે, તો પણ આ મેચ મહત્વની રહેશે કેમ કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા બંને ટીમોની આ છેલી ODI મેચ છે, આ મેચનો અનુભવ અને પ્રદર્શન ચેમ્પિયન્સ ટ્રોફીમાં મદદરૂપ થઇ શકે છે.

Back to top button