Uncategorized

નેહા કક્કડનું નવું ગીત ‘લોલીપોપ કેન્ડી શોપ’ વિવાદમાં, ભાઈ ટોનીએ ટ્રોલર્સને આપ્યો જવાબ

મુંબઈ: બોલીવૂડની લોકપ્રિય સિંગર નેહા કક્કડ અને તેના ભાઈ ટોની કક્કડ હંમેશા તેમના ગીતોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. ક્યારેક ચાહકો તેમના ગીતોને ખુબ પસંદ કરે છે, તો ક્યારેક તેઓ ભારે ટીકાનો ભોગ પણ બને છે. હાલમાં આ જોડી તેમના લેટેસ્ટ ગીત ‘લોલીપોપ કેન્ડી શોપ’ (Lollipop Candy Shop) ને કારણે વિવાદોમાં ઘેરાયા છે. સોશિયલ મીડિયા પર આ ગીતના ડાન્સ સ્ટેપ્સ અને શબ્દોને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, અને યુઝર્સ આ ગીતને અશ્લીલ ગણાવી રહ્યા છે.

સામાન્ય રીતે સેલિબ્રિટીઓ ટ્રોલિંગથી બચતા હોય છે, પરંતુ ટોની કક્કડે આ વખતે મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ટોનીએ જણાવ્યું હતું કે, તેને ટીકાત્મક કોમેન્ટ્સ વાંચવામાં મજા આવી રહી છે. તેણે કબૂલ્યું કે પોપ મ્યુઝિકમાં થોડું ટ્રોલિંગ તો થવાનું જ છે.

ટોની કક્કડે ટ્રોલર્સને વળતો જવાબ આપતા કહ્યું કે, લોકો ભલે ગીત વિશે વાત કરે, તેને ગાળો આપે કે પ્રેમ આપે, અંતે તો તેને ‘વ્યુઝ’ થી જ મતલબ છે. તેણે ચાહકોને વિનંતી કરી કે આ ગીતને વધુમાં વધુ વાયરલ કરો. ટોનીના મતે આ એક બિઝનેસ મોડલ છે જેને ઇગ્નોર કરી શકાય નહીં. જોકે, સિંગરના આ બેબાક નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર નવી ચર્ચા છેડાઈ છે કે શું કન્ટેન્ટ કરતા માત્ર વ્યુઝ જ મહત્વના છે?

‘કેન્ડી શોપ’ ગીત ટોની કક્કડે પોતે જ લખ્યું છે અને મ્યુઝિક પણ તેણે જ આપ્યું છે. આ ગીતમાં નેહા કક્કડના અમુક ડાન્સ સ્ટેપ્સ જોઈને દર્શકો નારાજ થયા છે. લોકોનું કહેવું છે કે આવા સ્ટેપ્સ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી અને તે માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ છે. ગીતમાં ‘લોલીપોપ’ શબ્દનો વારંવાર ઉપયોગ અને દ્વિઅર્થી સંવાદો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે, જેના કારણે લોકો કક્કડ પરિવારની સર્જનાત્મકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button