Uncategorized

ક્રિશ ફ્રેન્ચાઇઝની ચોથી ફિલ્મમાં આ બે કલાકારો ફરી દેખાશે, જાણો સંપૂર્ણ વિગતો

મુંબઈઃ ક્રિશ 4 બોલિવુડની સુપરહિટ સુપરહિંરો ફિલ્મ ક્રિશ ફ્રેન્ચાઇજીની ચોથી ફિલ્મ છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા Hrithik Roshan છે. ફિલ્મ આવે તે પહેલા એક મોટી અપડેટ અત્યારે મળી છે. ક્રિશ 4માં જૂના કલાકારો તો જોવા મળશે જ પરંતુ તેની સાથે સાથે બે નવા ચહેરા પણ જોવા મળશે. જેથી ક્રિશ 4 લોકોને વધુ ઉત્સાહિત કરી શકે છે. ક્રિશ ફિલ્મ સાબિત કરી બતાવ્યું છે, બોલિવુડ પણ માર્વેલ અને ડીસી જેવી ફિલ્મો બનાવી શકે છે.

રેખા અને પ્રીતિ ઝિન્ટા ફરી એકવાર આ ફિલ્મમાં જોવા મળશે

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ક્રિશ 4માં પ્રિયંકા ચોપરા ફરી એકવાર તેના જૂના રોલમાં જોવા મળવાની છે. આ સાથે રેખા અને પ્રીતિ ઝિન્ટા પણ આ ફિલ્મનો ભાગ બનશે. રેખા આ પહેલા આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ અને ‘ક્રિશ’માં રિતીકની માતાની ભૂમિકામાં જોવા મળી હતી. તે આ વખતે પણ એ જ પાત્ર ભજવશે.જ્યારે પ્રીતિ ઝિન્ટાની વાપસી ફિલ્મમાં એક રંગ જમાવશે. આ ફિલ્મમાં ખરેખર દર્શકો માટે ખૂબ જ રોમાંચિત રહેવાની છે.

ફિલ્મનું પ્રી-વિઝ્યુલાઇઝેશન YRF સ્ટુડિયોમાં શરૂ થઈ ગયું

ક્રિશ 4માં રિતીક અલગ અલગ ત્રણ રોલમાં જોવા મળશે, આ ફિલ્માં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણેય કાળને દર્શાવતી કહાણી છે. ફિલ્મની કહાણી એક મોટા વૈશ્વિક ખતરા આસપાસ ફરશે, જેનો સામનો કરવા માટે ક્રિશને ઘણા સ્વરૂપો લેવા પડશે. આ ફિલ્મામાં શાનદાર એક્શન અને ઉત્તર પ્રકારના VFX સાથે ધારદાર કહાણી જોવા મળશે. આ ફિલ્મની કહાણી આદિત્ય ચોપરાની ટીમ સાથે લખવામાં આવી છે. ફિલ્મનું પ્રી-વિઝ્યુલાઇઝેશન YRF સ્ટુડિયોમાં શરૂ થઈ ગયું છે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે કામ ચાલી રહ્યું છે.

ક્રિશ 4 ભારતની સાયન્સ-ફિક્શનની મોટી ફિલ્મ બનશે

હોલિવુડની ફિલ્મનો ટક્કર આપવા માટે હવે ભારતીય સિનેમા તૈયાર છે. માર્વેલ અને ડીસીની ફિલ્મો અત્યારે સુધી વધારે વખણાય છે. પરંતુ હવે આ હરોળમાં ભારતીય ફિલ્મોનું નામ પણ સામેલ થશે. કારણે કે, ‘ક્રિશ 4’ ફક્ત એક સુપરહીરો ફિલ્મ નથી, પરંતુ તે એક એવી ફિલ્મ છે જે ભારતીય સિનેમામાં કાલ્પનિક અને સાયન્સ-ફિક્શનને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેમાં શાનદાર સ્ટાર કાસ્ટ, મજબૂત વાર્તા અને શાનદાર દ્રશ્યો જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button