બાંગ્લાદેશના આગામી PM તરીકે તારિક રહેમાન ‘પ્રબળ’ દાવેદાર: 17 વર્ષ બાદ થશે ઘરવાપસી

ઢાકા/લંડનઃ બાંગ્લાદેશમાં ચૂંટણીને લઈ રાજકીય અસ્થિરતાનું ફરી નિર્માણ થયું છે. લોકશાહીનું પતન કર્યા પછી શેખ હસીનાએ સત્તા ગુમાવી હતી, જેમાં વચગાળાની સરકારનું ગઠન થયું છે, પરંતુ અત્યારે ફરી પરિસ્થિત કથળી છે. મોહમ્મદ યુનુસની સરકાર બાંગ્લાદેશને સંભાળવામાં નિષ્ફળ સાબિત રહી છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી ચૂંટણીની લોકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ અનેક અસ્થિરતાઓ વચ્ચે ચૂંટણી કઈ રીતે યોજાશે એ ચર્ચાનો વિષય છે. અનેક અસ્થિરતાઓ વચ્ચે અત્યારે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના કાર્યવાહક અધ્યક્ષ અને પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના દીકરો તારિક રહેમાન 17 વર્ષે પછી બાંગ્લાદેશમાં વાપસી કરે છે, જે વડા પ્રધાનપદના પ્રબળ દાવેદાર છે, ત્યારે તારિક રહેમાનની વાત કરીએ.
17 વર્ષ બાદ બાંગ્લાદેશ પાછા આવશે તારિક રહેમાન
લંડનથી 17 વર્ષ બાદ બાંગ્લાદેશ પાછા આવી રહેલા તારિક રહેમાન માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં 50 લાખ લોકોની ભીડ આવે તે માટે બીએનપી દ્વારા તૈયારી કરવામાં આવી છે. આ રેલી દ્વારા બીએનપી પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માંગે છે. એટલું જ નહીં પરંતુ તારિક રહેમાન આગામી બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં વડા પ્રધાનના પદ માટેના પ્રબળ દાવેદાર છે, જેથી આ રેલી તેમના માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થવાની છે.
રેલીમાં 50 લાખની ભીડ લાવવા બીએનપી દ્વારા તૈયારી
રાજકીય વિશ્વેષકોનું માનવું છે કે, બાંગ્લાદેશની આ સામાન્ય ચૂંટણીમાં બીએનપી પાર્ટીની આગળ રહેવાની છે. આ વખતે સત્તામાં બીએનપી પાર્ટી આવશે તેવા રાજકીય સમીકરણો સર્જાઈ રહ્યાં છે. વચગાળાની સરકારને બાદ કરતા 1991થી લઈને અત્યાર સુધી બાંગ્લાદેશમાં શેખ હસીના અને ખાલિદા ઝિયાની પાર્ટી જ સત્તામાં આવી છે.
શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યાં બાદ હવે ખાલિદા ઝિયાની પાર્ટી બીએનપી પાર્ટીનો દબદબો રહ્યો છે. આ વખતે બીએનપીને સૌથી વધારે બેઠકો પર જીતી શકે છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, આગામી ચૂંટણીમાં ઇસ્લામી જમાત-એ-ઇસ્લામી પાર્ટી પણ ટક્કર આપી શકે છે. જો કે, હસીનાની પાર્ટીને ચૂંટણીમાંથી બાકાત કરી દેવામાં આવી છે. જેથી રહેમાનનું બાંગ્લાદેશમાં 17 વર્ષ બાદ પાછા આવવું બીએનપીનો સત્તામાં આવવાનો સંકેત છે.
સત્તા પરિવર્તન બાદ ખાલિદા ઝિયાની પાર્ટીનો દબદબો વધ્યો
બીએનપી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, તે લોકો એક મોટી રેલીનું આયોજન કરી રહ્યાં છે. આ રેલીમાં 50 લાખથી પણ વધારે લોકો જોડાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, રેલી દરમિયાન તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને પણ મહત્વ આપવામાં આવશે, કારણ કે આ રેલી બાંગ્લાદેશમાં નિર્ણાયક રાજનીતિનો સાક્ષ બનશે.
બીએનપીના કાર્યકારી અધ્યક્ષની વાત કરવામાં આવે તો તારિફ રહેમાન 2008થી લંડનમાં રહેતા હતાં. તેનું કારણ એ છે કે, રહેમાનને અનેક પ્રકારના ગુનાઓમાં સજા આપવામાં આવેલી છે. આ કેસમાં મની લોન્ડરિંગ અને હસીનાની હત્યાના કાવતરાનો પણ સમાવેશ થાય છે.
જો કે, હસીનાની સરકાર પડી ત્યાર બાદ રહેમાનને તમામ પ્રકારના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. એટલા માટે જ હવે તેઓ બાંગ્લાદેશમાં પાછી આવી રહ્યાં છે, હવે બાંગ્લાદેશમાં રહેમાનને કોઈ પણ પ્રકારની કાનૂની પરેશાની થવાની નથી.
આપણ વાંચો: 23,000 ફૂટની ઊંચાઈએ નર્સ બન્યો દેવદૂત: વિમાનમાં પ્રવાસીનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ



