Uncategorizedઆમચી મુંબઈમહારાષ્ટ્ર

ગિરીશ મહાજન અને અજિત પવાર વચ્ચે થયો નવો વિવાદ, જાણો શું છે મુદ્દો?

મુંબઈ: ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી પક્ષની યુતિ હોય કે વિપક્ષની યુતિ બંને બાજુ બેઠકોની વહેંચણીને લઇને વિવાદ થતો હોય છે. જોકે મહાયુતિમાં ભાજપ અને અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) વચ્ચે નવો જ વિવાદ ઊભો થયો છે.

હાલમાં જ યોજવામાં આવેલી પ્રધાનમંડળની બેઠકમાં ભાજપના ગ્રામ વિકાસ ખાતાના પ્રધાન ગિરીશ મહાજન અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે નાણાં ભંડોળની વહેંચણી મુદ્દે બોલાચાલી થઇ હતી. આ વિવાદને પગલે શરદ પવાર જૂથની એનસીપીના વિધાનસસભ્ય ગિરીશ મહાજનથી નારાજ થયા છે.

આ પણ વાંચો: અજિત પવારના જન્મ દિવસે સુપ્રિયા સુળેનું ટ્વિટ ચર્ચામાં

પ્રધાનમંડળની બેઠકમાં ગિરીશ મહાજને પોતાના ખાતા માટે વધુ ભંડોળ ફાળવવાની માગણી કરી હતી. અજિત પવારે સિન્નર તાલુકાના એક સ્મારક માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવ્યું કઇ રીતે આપ્યું એવો સવાલ પણ મહાજને પૂછ્યો હતો. જેને પગલે પવાર અને મહાજન વચ્ચે બોલાચાલી થઇ હતી.

જોકે હવે શરદ પવારના કાર્યકરો આ ઘટનાને પગલે મહાજનથી નારાજ છે અને તેમના સિન્નર બેઠકના વિધાનસભ્ય માણિકરાવ કોકાટેએ આક્રમક થઇને મહાજન વિરુદ્ધ રસ્તા પર ઉતરી વિરોધ વ્યક્ત કરવાની ચીમકી પણ આપી છે. કોકાટેના પ્રસ્તાવિત સ્મારક માટે અજિત પવારે નાણાં ભંડોળ મંજૂર કર્યું હતું, જેનાથી આ વિવાદ ઊભો થયો.

આ પણ વાંચો: શું એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ ખતમ થશે? રક્ષા ખડસેએ કહ્યું, “બંને નેતાઓને…”

નારાજ કોકાટેએ પ્રધાનોની ટીકા કરવાનું પણ શરૂ કરી દીધું હતું અને કહ્યું હતું કે પ્રધાનો કોઇનું પણ કામ યોગ્ય રીતે નથી કરતા. બધા વચ્ચે સ્પર્ધા શરૂ છે. કોણ શું કરે છે કંઇ જાણ થતી નથી. પ્રધાનો જવાબદારીપૂર્વક કામ નથી કરતા. આ વિશે મેં અનેક વખત ફરિયાદ કરી છે. બધા જ પ્રધાનોએ સુધરવું જોઇએ અને વિધાનસભ્યોના જે કામો છે તે પ્રધાનોએ કરી આપવા જોઇએ. પ્રધાનો મંત્રાલયમાં આવતા નથી અને લોકોના કામો નથી કરતા. વિધાનસભ્યો વિકાસ માટે ભંડોળ માગે છે, પરંતુ એ આપવા માટે પ્રધાનો નખરા કરે, ઝઘડા કરે, ફાઇલો અટકાવી રાખશે તો અમારે રસ્તા પર ઉતરવું પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો