Uncategorizedઉત્સવ

મિજાજ મસ્તી: ઇશ્કનું અઠવાડિયું: ચાહત- ચોકલેટ’થીચુંબન’ સુધી…

  • સંજય છેલ

ટાઇટલ્સ:
સાચા પ્રેમમાં પણ જૂઠ્ઠું બોલવું પડતું હોય છે. (છેલવાણી)

અંગ્રેજીનો મહાકવિ રિલ્કેના છેલ્લા દિવસોમાં એને મળવા ઇજીપ્તની વિખ્યાત સુંદરી નિમેટ ઇલોયુ આવી. રિલ્કેને એ બહુ ગમતી. રિલ્કે નિમેટ માટે બગીચામાં ગુલાબ ચૂંટવા ગયા ને ડાળખી પરના કાંટાનો ડંખ લાગ્યો, પછી એનો હાથ પાકી ગયો, ધીમે ધીમે આખા શરીરમાં ઝેર ચઢ્યું અને એ મૃત્યુ પામ્યો! ઉફ્ફ, સ્ત્રીમિત્ર માટેના ગુલાબના ડંખથી મોત મળે એનાથી વધારે સુંદર વિદાય એક કવિ માટે શું હોય? અને મજા જુઓ કે એ જ રિલ્કેએ કોઇ જુવાન નવા કવિને સલાહ આપતા પત્રોમાં લખેલું કે

`શરૂ-શરૂમાં પ્રેમકવિતાઓ લખવી નહીં…’ (જો કે આપણે ત્યાં તો બૂઢાપામાં કવિઓને આવી સલાહ આપવી જોઇએ.)

ગઈ કાલે 7 ફેબ્રુઆરીના `રોઝ ડે’ ગયો ને આશિકોએ ગુલાબોની ગુપચુપ આપ-લે કરી. આમ તો બધાં જ ફૂલો ખૂબસૂરત હોય છે, પણ ગુલાબ, ફૂલોમાં નવાબ છે. પહેલા પ્રેમની કબૂલાતથી માંડીને કિતાબમાં સાચવેલ સુકાયેલ ગુલાબની પાંખુડીઓમાં આપણા ઇકલૌતા ઇશ્કનો ઇતિહાસ છુપાયેલો હોય છે.

વળી હાલ તો ઇશ્કનું અઠવાડિયું' ચાલી રહ્યું છે.રોઝ ડે’, પ્રપોઝ ડે',ચોકલેટ ડે’, પ્રોમિસ ડે',કિસ ડે’, હગ ડે',વેલેન્ટાઈન ડે’ વગેરે, વગેરે. વસંતનાં આગમનથી આશિકોનાં દિલ ઊભરાય છે ને ખિસ્સા છલકાય છે. વેલેન્ટાઈન ડે પર પ્રેમને નામે લાખોનો બિઝનેસ થાય છે. માણસજાતની ખાસિયત છે કે એ કોઈપણ લાગણીમાંથી વેપાર ઊભો કરી શકે છે!

ચોકલેટથી નવી પ્રેમિકાને પટાવાય ને જૂની રિસાયેલ પ્રેમિકાને મનાવાય છે. ચોકલેટ, ગમે ખાસ કરીને જ્યારે કોઇએ વ્હાલથી ફ્રીમાં આપી હોય ને એટલે જ ચોકલેટ ડે' ઉજવાય છે. ચોકલેટ વિશે ચાહત ને ચીટિગનો ગોસિપદાર કિસ્સો છે. ગુજરાતી નાટકોની પરિણીત અભિનેત્રીનું, કોઇ પ્રેમી સાથે છુપું અફેર ચાલતું. પતિ, નોકરીએ જાય એટલે પ્રેમી, અભિનેત્રીને મળવા ચૂપચાપ એના ઘરે જતો. જોકે આમાં પ્રોબ્લેમ એક જ હતો કે અભિનેત્રીને નાની દીકરી હતી! તો એ બાળકી, બાપ સામે બબાલ ના કરે એટલે પેલો પ્રેમી રોજ બેબી માટેચોકલેટ’ લાવે. બાળકી ખુશ ને ચૂપ. ચાહતમાં ચોકલેટની નાનકડી રિશ્વત ચાલી જાય. મહિના સુધી ચોકલેટના સહારે પરણીતાની પ્રેમલીલા ચાલી.

મહિનાના અંતે કરિયાણાનું બિલ આવ્યું ત્યારે પતિએ બિલ ચેક કર્યું તો ખબર પડી કે ઘઉં, ચોખા, સાકર વગેરે સાથે રોજ 50 રૂ.ની ચોકલેટ ખરીદવામાં આવેલી! એટલે કે પેલો પ્રેમી, પતિના જ ખાતામાંથી કરિયાણાવાળા પાસેથી ચોકલેટ' ખરીદતો ને એની પ્રેમિકાની પતિની જ પુત્રીને પધરાવતો ને એની જ પરણીતાને પ્રેમ કરતો! આને કહેવાયચોકલેટ’નો સૌથી સ્માર્ટ ઉપયોગ કે `ઓન-એકાઉંટ અફેર’, ચોકલેટના સહારે!

ઇનશોર્ટ, જે કામ ચોકલેટ' કરી શકે એને બીજું કોઇ ના કરી શકે. ચોકલેટ, પ્રેમ કે પેશનનું પ્રતીક છે અને કહેવાય છે, ડાર્કચોકેલેટથી મૂડ સુધરે છે, પ્રેમેચ્છા પનપે છે. ગુજરાતમાં દારૂબંધીને કારણે ઘણીવારદારૂ’ માટે લોકો ફોન પર ચોકલેટની વ્યવસ્થા થઇ' જેવી ખૂફિયા ભાષા વાપરે છે. માન્યું કે ઘણી યુરોપિયન ચોકલેટોમાંનીવાઇન ચોકલેટ’થી નશો પણ ચઢે છે ને ઘણી ડાર્ક ચોકલેટ્સ કડવી હોય છે, પણ કડવી શરાબ માટે `ચોકલેટ’ જેવો શબ્દ વાપરવો એ ગુજ્જુ ક્રિએટીવ દિમાગની અલ્ટીમેટ ઉડાન છે!

ઇન્ટરવલ:

દૂર કોઇ દર્પણ ટૂટે,
તડપ કે મૈં રહ જાતા હૂં. (આનંદ બક્ષી)

આપણે ત્યાં જાહેરમાં કિસ કરવાની છૂટ નથી એવામાં `કિસડે’ કે ચુંબન દિન વિશે માત્ર વાતો કરીને મુખસુખ માણીએ! શુંગાર-શાસ્ત્રમાં ચુંબન, ઊંડો ને રસાળ વિષય છે પણ આજેય આપણો દેશ શરમાળ કે દંભી કે પછી બેઉ છે. પ્રેમની ફિલિંગ્ઝને વ્યક્ત કરતી હજારો વાર્તાઓ, નવલકથાઓ, કાવ્યો છે, પણ એક કાતિલ ને કર્ણ સત્યઘટના કહું?

મુંબઇની એક ચાલમાં બે ટપરી મુન્નો' નેગુલ્લુ’ એક જ છોકરી કોયલ'ના પ્રેમમાં. વળી, કોયલને પણ બંને ટપોરીઓ ગમતા! કોયલ, બેઉ સામે ટહૂકા કરીને રમાડે. આખરે એકવાર બેઉએ કોયલને પૂછી નાખ્યું,નક્કી કર કે અમારા બેમાંથી. તને વધુ કોણ ગમે છે?’

કોયલે કહ્યું, `ગણેશ વિસર્જનને દિવસે કહીશ.’

એ સાંજે વિસર્જનની ભીડમાં મુન્નો' નેગુલ્લુ’ મન મૂકીને નાચતા હતા, બેઉની આંખોમાં ખુન્નસ હતું. છેવટે બેઉ અચાનક લડી પડ્યા. એકમેકની જાન પર આવીને કુશ્તી કરવા માંડ્યા. જ્યારે ટપોરી મુન્નો, કુશ્તીમાં ગુલ્લુ સામે જીતવાનો જ હતો એણે દૂરથી કોયલનો અવાજ સાંભળ્યો: `મુન્ના બસ… મારા ગુલ્લુને છોડી દે!’ અને કુશ્તી જીતી ચૂકેલા મુન્નાના હાથપગ ઢીલા થઇ ગયા… જાણી કરીને પોતાની હાર માની લીધી અને પછી ગણેશજીની મૂર્તી માથે ઉંચકીને સામે દરિયામાં એણે ધીમે ધીમે ચાલીને જળસમાધિ લઇ લીધી!

અહીં બેમાંથી વધારે પ્રેમ કોનો? કોઇને થશે કે આવા સેલ્ફલેસ પ્રેમને એક વેલેંટાઇન્સ ડે' જેવા એક જ દિવસમાં કેવી રીતે સમાવી શકાય...ખં ને? દર વરસે દલીલ થાય છે કે સાચો પ્રેમ, એક દિવસની ગિફ્ટનો મોહતાજ નથી, એને માટે તો આખું જીવતર ઓછું પડે. એની વે, એડવાંસમાંહેપ્પી વેલેન્ટાઈન ડે’

એંડટાઇટલ્સ:

આદમ: તું મને ચાહે છે?
ઇવ: `ના’ કહીશ તો માની જઇશ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button