અમેરિકામાં મોટી દુર્ઘટના ટળી: રનવે પર ટેક-ઓફ સમયે વિમાનમાં લાગી આગ, 179 યાત્રીઓનો આબાદ બચાવ | મુંબઈ સમાચાર

અમેરિકામાં મોટી દુર્ઘટના ટળી: રનવે પર ટેક-ઓફ સમયે વિમાનમાં લાગી આગ, 179 યાત્રીઓનો આબાદ બચાવ

બોઈંગ 737 મેક્સ ડેનવરથી મિયામી જવાનું હતું

વોશિંગટન ડીસી: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાનમાં ટેક્નિકલ ખામીઓનો અનેક બનાવો સામે આવ્યા છે. વિમાનના કોઈ ભાગમાં આગ લાગી હોય એકાદ બનાવો તો એવા પણ છે. વિમાનમાં આગ લાગવાની ઘટનામાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. શનિવારે અમેરિકા ખાતે એક વિમાનમાં ટેક-ઓફ સમયે આગ લાગી હતી.

બોઈંગ 737 મેક્સના લેન્ડિગ ગિયરમાં આગ લાગી

આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, અમેરિકાના ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમેરિકન એરલાઈન્સનું વિમાન AA3023(બોઈંગ 737 મેક્સ) શનિવારે બપોરે ડેનવરથી મિયામી જવા માટે રવાના થવાનું હતું. વિમાનમાં પાયલટ્સ સહિત કુલ 179 યાત્રીઓ સવાર હતા. AA3023 વિમાન(બોઈંગ 737 મેક્સ) ડેનવર એરપોર્ટના 34L રનવે પરથી ટેક-ઓફ કરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે તેના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી હતી.

વિમાનના ટાયરમાં આગ લાગતા તેને રનવે પર જ રોકવામાં આવ્યું હતું અને પાયલટ્સ સહિત તમામ યાત્રીઓને સલામત રીતે વિમાનની બહાર લાવીને એરપોર્ટ ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ડેનવર ફાયર વિભાગે લેન્ડિગ ગિયરમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે,આ ઘટના દરમિયાન એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, AA3023 વિમાન(બોઈંગ 737 મેક્સ) બપોરે 1:12 વાગ્યે ગેટ C34થી રવાના થવાનું હતું પરંતુ 2:45 વાગ્યે લેન્ડિંગ ગિયરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અમેરિકન એરલાઈન્સે પુષ્ટી કરી છે કે, લેન્ડિંગ ગિયરમાં મેન્ટેનન્સની સમસ્યા હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો…VIDEO: સાઉદી એરલાઈન્સના વિમાનમાં આગ લાગી, પેશાવરમાં ઈમરજન્સી લેન્ડિંગ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button