નોરતાંથી બદલાઈ જશે આ રાશિના જાતકોના દિવસો, મા આદ્યશક્તિ કરશે પૈસાનો વરસાદ…

નવરાત્રિએ હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વનો અને ધાર્મિક મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વખતે નવરાત્રિ 22મી સપ્ટેમ્બરથી શરૂ થશે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતે નોરતા નવ દિવસને બદલે 10 દિવસના રહેશે. આ સિવાય આ વર્ષે નવરાત્રિ દરમિયાન ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પણ સારી રહેશે જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે આ સમયગાળો સારો રહેશે.
શારદીય નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની ઉપાસના કરવાનું અનેરું મહત્ત્વ છે. એવું કહેવાય છે કે મા દુર્ગા જેમના પર પ્રસન્ન થાય છે તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીનું આગમન થાય છે. આ વખતે નવરાત્રિ કેટલી રાશિઓ માટે લાભદાયી રહેવાની છે. ચાલો જોઈએ મા નવદુર્ગા આ વખતે કોના પર પોતાની કૃપા વરસાવશે.
આ પણ વાંચો: આજનું રાશિફળ (19-09-25): વૃષભ સહિત ચાર રાશિના જાતકોને આજે થશે અણધાર્યો લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે કે નહીં?
વૃષભ રાશિના જાતકો પર આ સમયે માતા રાણીની વિશેષ કૃપા જોવા મળશે. આ સમયે તમારી મનોકામનાઓ પૂરી થશે. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે મજબૂત બની રહી છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. રોકાણ કરવાથી આ સમયે તમને સારો એવો લાભ થઈ રહ્યો છે.
તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો અપરંપાર લાભ કરાવનારો રહેશે. આ સમયે તમને લાભ જ લાભ થઈ રહ્યો છે. મા દુર્ગાના આશિર્વાદ પ્રાપ્ત થતાં જીવનમાં ખુશહાલીઓ આવશે. જીવનના તમામ કષ્ટ દૂર થઈ રહ્યા છે. કરિયરમાં પ્રગતિ થતાં તમારું મન પ્રસન્ન રહેશે. વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.
ધન રાશિના જાતકો માટે આ સમયગાળો ખુશહાલી લઈને આવી રહ્યો છે. આ રાશિના જાતકો માટે આ સમયે મા દુર્ગાની વિશેષ કૃપા વરસશે. જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ રહ્યા છે. આ સમયે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. પૈસા સંબંધિત સમસ્યા દૂર થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.