માધુરી દીક્ષિતનો 'શેકી' ડાન્સ વાયરલ, સિંગર સંજુ રાઠોડે આપી આવી કંઈક પ્રતિક્રિયા! | મુંબઈ સમાચાર

માધુરી દીક્ષિતનો ‘શેકી’ ડાન્સ વાયરલ, સિંગર સંજુ રાઠોડે આપી આવી કંઈક પ્રતિક્રિયા!

માધુરી દીક્ષિત પોતાના ચાહકોના દિલ જીતવાની એક પણ તક છોડતી નથી. આ માટે તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકો સાથે વીડિયો અને ફોટા શેર કરે છે. આ દરમિયાન, ધક ધક ગર્લનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સંજુ રાઠોડ અને ઈશા માલવિયાના લેટેસ્ટ પોપ્યુલર ગીત “શેકી” પર ગુલાબી રંગની સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે.

ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોના કેપ્શનમાં માધુરીએ લખ્યું હતું વાઇબ્સ- શેકી મૂવ્સ- અનસ્ટોપેબલ. આ સાથે, અભિનેત્રીએ ફાયર ઇમોજી શેર કર્યું છે. તે જ સમયે, ચાહકોએ હાર્ટ ઇમોજી દ્વારા પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: માધુરી દીક્ષિતની કોણ હત્યા કરવા માગતું હતુંઃ પૉડકાક્ટ એપિસોડમાં થયો ખુલાસો

“દિવા, દિવા, દિવા,” એક યુઝરે લખ્યું, જ્યારે બીજા યુઝરે લખ્યું, “નંબર વન.. મારા એમડી. હંમેશા આભારી. ખૂબ જ સુંદર, ક્યૂટ, ક્યૂટ. એક જ સમયે બધું અદ્ભુત કેમ છે? હું તમને ખૂબ પ્રેમ કરું છું!”

માધુરીના આ વીડિયોને પાંચ કલાકમાં 18 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

તમને જણાવી દઈએ કે, ‘ગુલાબી સાડી’થી ઈન્ટરનેટ પર ધૂમ મચાવ્યા બાદ, ગાયક સંજુ રાઠોડનું નવું ટ્રેક ‘શેકી’ તાજેતરમાં યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું હતું, જેમાં તેની ઈશા માલવિયા સાથે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી. ‘શેકી’ ગીત સંજુ રાઠોડે લખ્યું અને કંપોઝ કર્યું છે અને સાથે જ તેમણે પોતાનો અવાજ પણ આપ્યો છે. આ ગીત તેમની સંગીત કુશળતાનો બીજો પુરાવો કહી શકાય. જી-સ્પાર્કે આ ગીતનું નિર્માણ કર્યું છે.

જેઓ નથી જાણતા તેમના માટે, ગાયક સંજુ રાઠોડનું ગીત ‘ગુલાબી સાડી’ 6 ફેબ્રુઆરી 2024 ના રોજ રિલીઝ થયું હતું, જેના વીડિયોને 70 મિલિયન (70 કરોડ) થી વધુ વ્યૂઝ મળ્યા છે. સંજુ રાઠોડે પણ માધુરીના વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેણે લવ અને ભાવુક બંને ઈમોજી સાથે લખ્યું, ‘ખુબ સુંદર’. માધુરીનો આ વિડીયો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર પણ કર્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button