Uncategorizedઆમચી મુંબઈમહારાષ્ટ્ર

કુર્લા કિલર બસ એક્સિડન્ટઃ બસની અંદરના ફૂટેજ વાઈરલ, જોઈ લો વીડિયો…

મુંબઈઃ કુર્લા પશ્ચિમ વિસ્તારમાં બેસ્ટની બસે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા અને ૪૨ લોકો ઘાયલ થયા હતા. કિલર બસે લગભગ અનેક વાહનચાલકની અને રાહદારીઓને કચડી નાખતી બેસ્ટ બસની અંદરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે બતાવે છે કે અકસ્માત પહેલા અને પછી બસની અંદર શું થયું હતું.

આ પણ વાંચો : કુર્લા બસના અકસ્માત અંગે હવે આરટીઓના અધિકારીએ આપ્યું મહત્ત્વનું નિવેદન

બસની અંદર લાગેલા સીસીટીવી દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે કંડક્ટર લોકોને ટિકિટ આપી રહ્યો છે ત્યારે બસ અમુક જગ્યાએ ઉભી છે. થોડી વાર પછી બસ ચાલવા લાગે છે, થોડી વારમાં બસની સ્પીડ વધે છે અને તેની બારીઓમાંથી દેખાય છે કે તે એકદમ વ્યસ્ત ટ્રાફિકવાળા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે.

અચાનક બસમાં જોરથી ધક્કો લાગે છે. બસની ઝડપ વધે છે અને સખત હલવા લાગે છે. બસની બીજી દિશામાં ડ્રાઈવરની પાછળ લાગેલા કેમેરામાં લોકો પણ આંચકાને કારણે જોર જોરથી હલતા જોવા મળે છે.

બસમાં હાજર મુસાફરો ગભરાયેલા દેખાય છે. તેમને સમજાતું નથી શું થઈ રહ્યું છે. અચાનક બસ ઝટકા સાથ ઊભી રહી જાય છે. લોકો નીચે ઉતરવા આતુર જોવા મળ્યા હતા, પરંતુ બસનો દરવાજો બંધ જોવા મળ્યો હતો. જોકે, બીજી તરફ લગાડેલા કેમેરામાં લોકો એક મોટી બારીમાંથી બહાર કૂદવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : 14 ડિસેમ્બર સુધીમાં મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ થવાની શક્યતા; દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર દિલ્હીમાં પીએમ મોદીને મળશે…

બસની પાછળ લગાવવામાં આવેલ અન્ય કેમેરા બસની પાછળનો રસ્તો બતાવે છે, જેમાં બસ પૂરપાટ ઝડપ જોવા મળી હતી. અંતે બસ એક વાહનને કચડીને અટકી જાય છે. પાછળ એક સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત વાહન દેખાય છે. લોકો દોડીને બસની નજીક આવે છે. આસપાસ ભીડ એકત્ર જોવા મળી હતી. બસની અંદરના અન્ય સીસીટીવી ફૂટેજમાં બસ ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય એક વ્યક્તિ બારીમાંથી કૂદતો દેખાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button