સ્પોર્ટસ

Video: કે એલ રાહુલે વારંવાર સલાહ આપી પણ પ્રસિદ્ધ કૃષ્ણા ન માન્યો, ટીમને મળી શરમજનક હાર!

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3જી ડિસેમ્બરના રોજ રાયપુરમાં રમાયેલી ODI મેચમાં ભારતીય ટીમે 358 રન બનાવ્યા હોવા છતાં હાર મળી, દક્ષિણ આફ્રિકાની ટીમે 49.2 ઓવારમાં 4 વિકેટ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કરી લીધો. ભારતીય ટીમના હારના કારણોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, પણ દેખીતી રીતે જ નબળી બોલિંગ અને ફિલ્ડીંગને કારણે ટીમને હાર મળી.

બીજી ODIમાં ભારતીય બોલર પ્રસિદ્ધ કૃષ્ણા મોંઘો સાબિત થયો, તેણે 8.2 ઓવરમાં 10.20ના ઇકોનોમી રેટથી 85 રન આપ્યા. એવામાં એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં ટીમનો કેપ્ટન કેએલ રાહુલ પ્રસિદ્ધ કૃષ્ણાને ખોટા એરિયામાં બોલિંગ ન કરવા વારંવાર ચેતવણી રહ્યો છે, પરંતુ પ્રસિદ્ધ તેની વાત માનતો નથી. પરિણામે, તેણે વધુ રન આપ્યા અને ટીમને હાર થઇ.

રાહુલે પ્રસિદ્ધને આપેલી સુચના સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઇ ગઈ છે. વિડિયોમાં જોવા મળે છે કે રાહુલ પ્રસિદ્ધને કહી રહ્યો છે, “મેં તને કહ્યું ત્યાં બોલ ફેંક. મેં તને કહ્યું છે કે ક્યાં બોલિંગ કરવી. હાલ માટે માથાની નજીક બોલ ન બોલ કર.”

આ પણ વાંચો : રાયપુરમાં બે સેન્ચુરી ફટકારી છતાં આપણે હારી ગયા! હવે બોલિંગ ટીમ ઇન્ડિયાને બેહાલ કરી રહી છે

જોકે, પ્રસીદ્ધે કેપ્ટન કે એલ રાહુલની સલાહ ન માની અને પોતાની મરજી મુજબ બોલિંગ કરતો રહ્યો. જેને, કારને કે એલ રાહુલ આખરેગુસ્સે થયો. તેણે કહ્યું, “પ્રસિદ્ધ, મેં તને હમણાં જ કહ્યું હતું, છતાં તું હજુ પણ માથાની નજીક બોલિંગ કરી રહ્યો છે, ભાઈ.”

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button