PM લેવલની સિક્યોરિટી મળે છે આ રાજ્યના મુખ્ય પ્રધાનને, નામ જાણીને ચોંકી ઉઠશો…

હાલમાં દેશના બિહાર રાજ્યમાં ચૂંટણીઓ યોજાઈ, પરિણામો આવ્યા અને આજે ચૂંટાઈ આવેલી સરકારનો શપથ વિધિ સમારોહ પણ યોજાયો. ચૂંટણીમાં વિજય મેળવીને નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા અને આ ભવ્ય સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડા સહિત એનડીએના અનેક માથાઓ હાજર રહ્યા હતા. જોકે, શું તમન ખબર છે કે દેશના કયા રાજ્યના મુખ્ય પ્રધાનને સૌથી ખતરનાક સિક્યોરિટી કવર આપવામાં આવ્યું છે? ચાલો તમને જણાવીએ…
મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીને દેશના તમામ રાજ્યના મુખ્ય પ્રધાન કરતાં પણ સૌથી વધારે એડવાન્સ સિક્યોરિટી કવર આપવામાં આવ્યું છે. યોગી આદિત્યનાથને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે. હવે તેમની સિક્યોરિટીની જવાબદારી સીઆરપીએફની સ્પેશિલ સિક્યોરિટી વિંગ અને યુપી પોલીસને પણ સોંપવામાં આવી છે. પહેલાં સીએમ યોગીની સુરક્ષા માટે એનએસજી કમાન્ડો તહેનાત હતા, પરંતુ 2024માં વીઆઈપી સિક્યોરિટીમાંથી એનએસજી કમાન્ડોને હટાવીને સીઆરપીએફને જવાબદારી સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો: મોહન ભાગવતને એએસએલ સુરક્ષા અને શરદ પવારને ઝેડ-પ્લસ બંને વચ્ચે શું તફાવત છે?
સીએમ યોગી આદિત્યનાથના તમામ કાર્યક્રમમાં એએસએલ જેવી પીએમ લેવલની સિક્યોરિટી ચેકિંગ થાય છે. આ સિવાય યોગી આદિત્યનાથની સિક્યોરિટીનું આ મોડેલ દેશના કોઈ પણ સીએમની સરખામણીએ સૌથી મોટું માનવામાં આવે છે.
જોકે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ એકલા એવી સીએમ નથી કે જેમને આટલી ટાઈટ સિક્યોરિટી આપવામાં આવી હોય. યોગી આદિત્યનાથ સિવાય આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાને પણ ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે. પહેલાં હેમંતા બિસ્વાને માત્ર નોર્થ ઈસ્ટમાં જ ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવતી હતી, પરંતુ હવે તેમને આખા દેશમાં ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવે છે.
આ પણ વાંચો: યોગી, રાજનાથ સહિત આ 9 લોકોની સુરક્ષામાં થશે બદલાવ, હવે બ્લેક કેટ કમાન્ડોનું સ્થાન લેશે આ યુનિટ…
આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સિવાય દિલ્હીનાં સીએમ રેખા ગુપ્તા પર પણ હાલમાં થયેલાં હુમલાં બાદ તેમની સુરક્ષા વધારવામાં આવી છે. રેખા ગુપ્તાને પણ હવે ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે અને દિલ્હી પોલીસ દ્વારા પણ એમના માટે ટુ લેયર સિક્યોરિટી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને પણ યુપીના સીએમની જેમ જ ઝેડ પ્લસ સિક્યોરિટી અને એએસએલ સિક્યોરિટી પૂરી પાડવામાં આવે છે. આ સિવાય તેમને બિહાર વિશેષ સુરક્ષા બળ અધિનિયમ 2000 હેઠળ પર કવર આપવામાં આવ્યું છે. તેમની સુરક્ષામાં 200 ટ્રેઈન કમાન્ડો તહેનાત રહે છે.



