આમચી મુંબઈ

2013ના જીવલેણ મોટરબાઈક એક્સિડન્ટમાં દોષી જાહેર કર્યા બાદ હાઇકોર્ટે પ્રોબેશન પર મુક્ત કર્યો

મુંબઈ: અગિયાર વર્ષ પહેલાં એક મહિલાને મોટરબાઈકથી ટક્કર મારીને તેમનું મૃત્યુ નિપજાવવાના કેસમાં મુંભઈ હાઈ કોર્ટે સોમવારે 28 વર્ષના યુવાનને દોષી ઠેરવ્યો હતો અને પછી તેને પ્રોબેશન પર મુક્ત કરતાં નોંધ્યું હતું કે અકસ્માત વખતે તે ફક્ત 18 વર્ષનો હતો અને અકસ્માત નિપજાવવાનો તેનો કોઈ ઈરાદો નહોતો.

જસ્ટિસ એસ. જી. મેહરેની ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગરમાં) ખંડપીઠે અકસ્માત માટે દોષી ઠેરવતા કહ્યું હતું કે અક્ષય ખાંડવેને દોષી ઠેરવવાનું યોગ્ય અને ન્યાયી હતું. જોકે તેની નાની ઉંમર અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને તેને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટનો લાભ મળવો જોઈએ.

આ પણ વાંચો : Good News: Mhadaના મુંબઈના PMAY ઘર માટે આવક મર્યાદામાં વધારો

અકસ્માત થયો ત્યારે તે ફક્ત 18 વર્ષનો હતો, ટીનેજર હતો. તેણે જોશ અને ખુશીમાં કદાચ પહેલી વખત નવું વાહન ચલાવ્યું હતું અને નિયંત્રણ ગુમાવ્યું હતું. તેની ઉંમર અને જે રીતે અકસ્માત થયો તે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે. ઉપરાંત તેને સજા આપવા થી તેનું ઉજ્જવળ ભાવિ રોળાઈ શકે છે તે બાબતને ધ્યાનમાં લેવાથી પ્રોબેશન એક્ટ હેઠળ તેમને રાહત મળવી જોઈએ. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker