નડિયાદમાં જેસલમેર જેવી દુર્ઘટના, ડ્રાઈવરની સમયસૂચકતાથી મુસાફરોના જીવ બચ્યા | મુંબઈ સમાચાર
Uncategorized

નડિયાદમાં જેસલમેર જેવી દુર્ઘટના, ડ્રાઈવરની સમયસૂચકતાથી મુસાફરોના જીવ બચ્યા

રાજસ્થાનના જેસલમેરમાં બસમાં આગ લાગવાની દુઃખદ ઘટનાના 24 કલાક પૂરા નથી થાય ત્યાં ગુજરાતના નડિયાદમાં પણ આવી જ ઘટના બની. મંગળવારે (14 ઓક્ટોબર) જેસલમેરમાં બસમાં આગથી 20થી વધુ લોકોના મોત થયા હતા, પરંતુ નડિયાદમાં ડ્રાઇવરની તત્પરતાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

સૂત્રોની માહિતી પ્રમાણે નડિયાદ-આણંદ રોડ પર ભૂમેલ નજીક રેલ્વે ઓવરબ્રિજ પર મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પાવાગઢથી બાવળા જતી આ બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, અને જોતજોતામાં ધૂમાળાએ વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટનાથી રસ્તા પર અફરાતફરી મચી ગઈ, પરંતુ સદનસીબે કોઈ મુસાફરને નુકસાન થયું નહીં.

બસમાં સર્જાયેલી ખામીની જાણ થતાની સાથે ડ્રાઇવરે તાત્કાલિક બસને રોકી દીધી અને તેમાં સવાર 20થી 25 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ડ્રાઈવરની સમયસૂચક નિર્ણયના કારણે મોટી જાનહાનિ ટળી, અને બધા મુસાફરો સલામત બચી શક્યા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા, પરંતુ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, અને તપાસ ચાલુ છે. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરી, પરંતુ બસનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો. આ ઘટનાએ ખાનગી બસોની સલામતી અને નિયમિત તપાસની જરૂરિયાત પર ફરી એકવાર ધ્યાન દોર્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહ્યી છે.

આપણ વાંચો:  જેસલમેર બસ એક્સિડેન્ટઃ આખો મેઘવાલ પરિવાર જીવતો ભૂંજાયો અને વૃદ્ધ મા દીકરીના પરિવારની રાહ જોતી રહી

સંબંધિત લેખો

Back to top button