શિંદે જૂથને ફટકો: દાદા પવાર સેંકડો કાર્યકરો સાથે શિવસેના (યુબીટી)માં જોડાયા…

મુંબઈ: રાજ્ય મહાનગરપાલિકાની ચૂંટણી માટે થોડા દિવસો બાકી છે. આ ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં અનેક ઈચ્છુક ઉમેદવારોએ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં પ્રવેશ કર્યો હોવાનું જોવા મળી રહ્યું છે. કેટલાકે તો ઉમેદવારી જાહેર થયા પછી પણ પક્ષ છોડી દીધો હતો, જેના કારણે છેલ્લી ઘડીએ નવા ઉમેદવારો શોધવા માટે તમામ રાજકીય પક્ષો સંઘર્ષ કરી રહ્યા છે.
મહાનગરપાલિકા ચૂંટણીની રસાકસી વચ્ચે શિવસેના (એકનાથ શિંદે જૂથ)ને મોટો ફટકો પડ્યો છે. શિવસેના શિંદે જૂથના સહ-સંપર્ક પ્રમુખ દાદા પવારે ઠાકરે જૂથમાં પ્રવેશ કર્યો હતો. તેમણે પોતાના સેંકડો કાર્યકરો સાથે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નો ભગવો ધારણ કર્યો હતો.
આ પણ વાંચો…ઈલેક્શન-તૂ તૂ મૈં મૈંઃ ઉદ્ધવ ઠાકરેના એક લાખના પડકાર સામે ફડણવીસે કહ્યું તત્કાળ પૈસા મોકલો…
ઠાકરે જૂથના ઉપનેતા શરદ કોળીની હાજરીમાં શિવસેના જૂથમાં જોડાયા બાદ દાદા પવાર ભાવુક થઈ ગયા હતા અને તેમના આંસુ રોકી શકાયા નહોતા. “શિવસેના ઠાકરે જૂથમાં જોડાયા પછી, મને એવું લાગે છે કે હું ઘરે આવી ગયો છું. શિવસેના શિંદે જૂથમાં જોડાતી વખતે અમને જે વચનો આપવામાં આવ્યા હતા તેમાંથી કોઈ પણ પૂર્ણ થયું નથી, તેથી અમે ફરીથી ઘરે આવી ગયા છીએ. હવે મરણપર્યત શિવસેના ઠાકરે જૂથ છોડી નહીં,” દાદા પવારે પ્રતિક્રિયા આપી હતી.



