ગુજરાતની મહિલા પાસેથી સાયબર ફ્રોડ દ્વારા રૂ. 11 કરોડ પડાવી લેનારા ઝડપાયા

અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ફ્રોડના વધતા કેસ ચિંતા જગાવનારા છે ત્યારે રૂ. 11.42 કરોડના ફ્રોડ કરનારા પકડાતા જેમના પૈસા ગયા છે તેમના મનમાં પણ આશા જાગી છે. આ ડિજિટલ ફ્રોડ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ થઈ હતી અને તેમને ચાર દિવસની રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.
ગાંધીનગર સાયબર સેલમાં નોંધાયેલી આ ફરિયાદ અનુસાર 1લી ઑક્ટોબરે આરોપીઓએ મહિલાને ફોન કરી પોતે ટ્રાઈમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ તેમને સીબીઆઈ અને રૉ જેવી એજન્સીનો ડર બતાવ્યો હતો. આરોપીઓએ લગભગ 80 દિવસ સુધી મહિલાની કનડગત કરી, તેને ડરાવી રૂ. 11.42 કરોડ જેવડી મોટી રકમ પડાવી લીધી હતી.
ફરિયાદ નોંધાયા બાદ સાયબર સેલ કામે લાગ્યું હતુ અને ત્રણ આરોપી દિનેશ લિંબચિયા, કશ્યપ બેલાની અને ધવલ મેવાડાની ધરપકડ કરી હતી. આરોપીઓ એક ફાઉન્ડેશન ચલાવતા હતા અને આવા ફ્રોડથી મેળવેલા પૈસા તેમના ફાઉન્ડેશનના અકાઉન્ટમાં જમા કરાવતા હતા. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે તેમના પર દેશભરમાં 11 જેટલા ગુના નોંધાયા છે, જેમાં ત્રણમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે જ્યારે 8 ગુનામાં કાર્યવાહી ચાલુ છે.
લીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ એક ફાઉન્ડેશન ચલાવતા હતા અને ફ્રોડથી મેળવેલી રકમનો નાણાકીય વ્યવહાર તેના એકાઉન્ટમાં કરતા હતા. આ આરોપીઓ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં અન્ય સાયબર ગુનાઓમાં પણ સંડોવાયેલા છે. તેમના પર મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત અન્ય રાજ્યોમાં 11 જેટલા સાયબર ગુનાઓ નોંધાયા છે, જેમાંથી 3 ગુનાઓમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને 8 ગુનાઓની તજવીજ ચાલુ છે.
ધરપકડ બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે, જેથી કરીને પોલીસ આ ફ્રોડના મૂળ સુધી પહોંચી શકે. પોલીસે આરોપીઓ પાસેથી 10 જેટલા મોબાઈલ ફોન અને 2 કમ્પ્યુટર સહિતના ડિજિટલ સાધનો પણ કબજે કર્યા છે. જોકે રકમ પરત લેવા મામલે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.
આપણ વાંચો : ચૈતર વસાવાની પદયાત્રા મામલે ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થઈ ગઈ રકઝક