Uncategorized

BZ SCAM: ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતની હરાજી કરીને રોકાણકારોના પૈસા પાછા અપાશે

અમદાવાદ: BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડમાં જેમના પૈસા ફસાયેલા છે તેમના માટે CIDએ રાહતના સમાચાર આપ્યા છે. CIDએ જણાવ્યું હતું કે BZ કૌભાંડમાં રોકાણકારોને રૂપિયા પરત આપવામાં આવશે. પાંચેક દિવસની અંદર રોકાણકારોને રૂપિયા પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જરૂર પડ્યે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે.

મિલકતની હરાજી કરવામાં આવશે

BZ કૌભાંડ મામલે CIDએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપી છે. CIDએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે BZ કૌભાંડમાં રોકાણકારોને રૂપિયા પરત મળશે.

પાંચેક દિવસની અંદર રોકાણકારોને રૂપિયા પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વધુમાં CIDએ જણાવ્યું છે કે જરૂર પડશે તો ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વસાવાવવામાં આવેલી મિલકતની હરાજી કરવામાં આવશે. BZ કૌભાંડને લગતા તમામ દસ્તાવેજ CID ક્રાઇમે કબજે કરી લીધા છે, જેમાં મહત્વના ખુલાસા થયા છે.

આપણ વાંચો: Breaking News : BZ કૌભાંડના મુખ્ય આરોપી Bhupendra Zala ની મહેસાણાથી ધરપકડ

સરકાર રોકાણકારોને વળતર અપાવશે

CID ક્રાઇમના DIG પરિક્ષીતા રાઠોડે જણાવ્યું હતું કે કૌભાંડમાં રોકાણ કરેલા તમામ રોકાણકારોની માહિતી પોલીસને મળી છે. પોલીસે એક CAને સાથે રાખીને તપાસ હાથ ધરી છે.

સરકાર રોકાણકારોને વળતર અપાવશે. 11 હજારમાંથી 3500 લોકોને નાણાં પરત આપવાના થાય છે. જરૂર પડશે તો ભૂપેન્દ્ર ઝાલાએ વસાવેલી મિલકતની હરાજી કરવામાં આવશે.

આપણ વાંચો: BZ કૌભાંડની તપાસમાં ચોંકાવનારા ખુલાસા: 11,000 લોકોનું રોકાણ અને 3 ક્રિકેટર સામેલ…

ફરાર એજન્ટને પકડવા તપાસ શરૂ

ભૂપેન્દ્ર ઝાલાની મિલકતની હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત આપવામાં આવશે. BZ કૌભાંડને લગતા તમામ દસ્તાવેજ CID ક્રાઇમે કબજે કરી લીધા છે અને પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. હાલ CID ફરાર એજન્ટને પકડવા માટેની કામગીરી કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button