જન્મદિવસ પર અક્ષય કુમાર મહાકાલ દરબાર પહોંચ્યો; ક્રિકેટર શિખર ધવન પણ સાથે જોવા મળ્યો
બોલીવુડના ‘ખિલાડી’ અક્ષય કુમાર આજે શનિવારે પોતાના જન્મદિવસ નિમિત્તે પરિવાર સહીત ઉજૈનના મહાકાલ દરબારમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ મહાકાલ દરબારમાં જોવા મળ્યો હતો.
મધ્ય પ્રદેશના ઉજૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલ મંદિરમાં આજે સવારે ભસ્મ આરતી દરમિયાન અક્ષય કુમાર બાબા મહાકાલની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. તેઓ ‘ભોલે શંભુ ભોલેનાથ’ના જય જયકાર સાથે અને નાચતા જોવા મળ્યા હતા. તેમણે બાબા મહાકાલ પાસે તેમની આગામી ફિલ્મ મિશન રાનીગંજની સફળતા માટે કામના કરી હતી. આ દરમિયાન તેમની સાથે તેમણો પુત્ર આરવ, ભત્રીજી સિમર અને બહેન અલકા હિરાનંદાની પણ હાજર હતા.
ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ આજે મહાકાલની ભસ્મ આરતીમાં જોડાયો હતો, જ્યાં તે સફેદ રંગના શોલેમાં જોવા મળ્યો હતો, તેણે પણ બાબા મહાકાલની પૂજા-અર્ચના કરી હતી, તેણે બાબા પાસે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના વિજયની કામના કરી હતી.
આજે સવારે ભસ્મ આરતી દરમિયાન, ભક્તો તેમની વચ્ચે અક્ષય કુમાર અને શિખર ધવનને જોઈને ખુશ થયા હતા. કુમાર જોકે ભક્તોને શિખર ધવન અને અક્ષય સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા.