Uncategorized

અમદાવાદના થલતેજમાં કરોડોના બંગલાઓ બચાવવા માલિકોની આત્મવિલોપનની ચીમકી, જાણો વિગતે…

અમદાવાદઃ અમદાવાદ શહેરના થલતેજ વોર્ડમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. આ તમામ મકાન ગેરકાયદે હોવાનું કહીને કોર્પોરેશન દ્વારા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે સોસાયટીના રહીશોએ આ અંગે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીના રહીશોનો દાવો કર્યો હતો કે, તેઓ 40 વર્ષથી રહે છે અને બિલ્ડર પાસેથી બે લાખ રૂપિયામાં મકાન ખરીદ્યા હતા. જે 25 મકાનમાંથી 20 જેટલા મકાન ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓએ ખરીદ્યા હતા. સોસાયટીમાં રહીશો મકાન તૂટે નહીં તે માટે ગેટ પર એક થઈને ધરણા પર બેઠા છે. રહીશોએ આત્મ વિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

સોસાયટીની જે મૂળ જગ્યા છે તેના માલિક ધર્મેશ પટેલ

આ અંગે મળતી વિગત મુજબ, અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ વિસ્તાર અને થલતેજ વોર્ડમાં ઘાટલોડિયાના ગુલાબ ટાવર પાસે આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં આવેલી 25 મકાન આવેલા છે.આ સોસાયટીની સ્થાપના 1982માં થઈ હતી. વર્ષ 1982માં અંજના એસોસિયેટ બિલ્ડર દ્વારા 25 મકાનની સોસાયટી બનાવીને આપવામાં આવી હતી. કાંતિલાલ પટેલ નામના બિલ્ડરે બે લાખ રૂપિયાના ભાવથી 25 મકાન વેચ્યા હતા.25 પૈકી 20 મકાન ઓએનજીસીના કર્મચારીઓએ લોનથી ખરીદ્યા હતા. બિલ્ડર કાંતિ પટેલે મકાન વેચ્યા બાદ સોસાયટીમાં 40 વર્ષથી રહીશો રહેતા હતા. જો કે, થોડા સમય અગાઉ રહીશોને જણાવવામાં આવ્યું હતું કે સોસાયટીની જે મૂળ જગ્યા છે તેના માલિક ધર્મેશ પટેલ છે એટલે કે કાંતિલાલ પટેલે ખોટી રીતે બનાવીને મકાન વેચ્યા હતા.

પ્રોપર્ટી કાર્ડ આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો

ધર્મેશ પટેલ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને કેસ જીતી ગયા હતા. જેથી આ તમામ મકાનો તોડવા માટે કોર્પોરેશનની મદદ પણ મેળવી હતી. કોર્પોરેશન દ્વારા આ મકાન તોડવા માટે સોસાયટીના 25 રહીશોને નોટિસ પણ આપવામાં આવી છે. જોકે રહીશોએ અગાઉ લોનથી મકાન ખરીદ્યા હતા. સોસાયટીના રહીશો વર્ષોથી ટેક્ષ ભરે છે અને પ્રોપર્ટી કાર્ડ આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…થલતેજની ઈમારત માટે મનપાએ કરી રૂ. 103 કરોડની એફસઆઈ ડીલ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button