પાટીદાર દીકરીએ સોશિયલ મીડિયા પર રડતાં -રડતાં રાજકારણ અને પોલીસ પર આક્ષેપો! જુઓ વીડિયો

રાજકોટઃ એક બોલીવુડ અભિનેત્રી અને પાટીદાર સમાજની દીકરીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને મોટો આક્ષેપ લગાવ્યો છે. આ વીડિયો અભિનેત્રી ક્રિસ્ટીના પટેલનો છે, જે રાજકોટની રહેવાસી છે અને હાલ મુંબઈમાં રહીને કામ કરે છે. ક્રિસ્ટીના પટેલનું કહેવું છે કે, તેના પરિવારને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાં છે. આ મામલે ક્રિસ્ટીના પટેલે રડતાં રડતાં સમગ્ર હકીકત જણાવતો વીડિયો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પોસ્ટ કર્યો છે. આ વીડિયામાં તેણે ગુજરાતના રાજકારણ અને પોલીસ પર મોટો આક્ષેપ લગાવ્યો છે.
‘રાજકારણમાં હોય તો તમે શું કોઈને મારી પણ નાખી શકો છો?: ક્રિસ્ટીના
ક્રિસ્ટીના પટેલનું કહેવું છે કે, તેના તેના મોટા પપ્પા ભાજપમાં હોવાથી પોલીસ તેમની ફરિયાદ નથી લેતી! કહ્યું કે, ‘રાજકારણમાં હોય તો તમે શું કોઈને મારી પણ નાખી શકો છો? આ વીડિયોમાં તેણે પોતાના પિતાની હત્યાથી હોવાનો પણ આરો લગાવ્યો છે. તેનો આરોપ છે કે તેના પિતાના પરેશ અમૃતલાલ અમૃતિયાની હત્યા કરાવવામાં આવી હશે. વધુમાં ક્રિસ્ટીના પટેલે કહ્યું કે, ‘હું મુંબઈમાં રહું છું અને મારી માતાર રાજકોટમાં રહે છે. મારી માતા પર હુલમો કરવામાં આવ્યો છે, જો તેને કઈ થયું હોય તો મારું શું થાત’. જેથી ક્રિસ્ટીના પટેલે ગુજરાત પોલીસને વિનંતી કરી છે તેની માતાને સુરક્ષા આપવામાં આવે.
રાજકોટ પોલીસ ફરિયાદ ના લેતા હોવાનો આક્ષેપ લગાવ્યો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ક્રિસ્ટીના પટેલના માતા અંજુબેન અમૃતિયાએ રાજકોટ પોલીસ કમિશનરને અજી કરેલી છે. આ અરજીમાં આનંદ દિનેશ અમૃતિયા, દિનેશ અમૃતભાઈ અમૃતિયા, બિપિન અમૃતિયા અને અશોક અમૃતિયાના નામ આપ્યા છે. આ મામલે ક્રિસ્ટીની પટેલનું કહેવું છે કે, ‘મારા પિતાનાં પરિવારજનોએ તેમની બધી મિલકત લઇ લીધી છે, મને એનાથી પણ કોઈ ફેર નથી પડ્યો, અમે કોઈ રિએક્શન નથી આપ્યું, અમે લીગલ એક્શન લીધા છે, જે બધા લોકો લેતા હોય છે’. તે અરજીના કારણે તેમના ઘરે હુમલો થયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ આ મામલે પોલીસે કોઈ એક્શન ના લીધું અને ફરિયાદ પણ લીધી નથી. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે કેવી કાર્યવાહી થાય છે.