Uncategorizedટોપ ન્યૂઝનેશનલ

ભારતીય સૈન્ય આવનારા 24 કલાકમાં સ્ટ્રાઈક કરશેઃ પાકિસ્તાન ધ્રુજયુ

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સતત દહેશતમાં છે અને ભારતીય સૈન્ય ક્યારે અને કઈ રીતે તેમના પર આક્રમણ કરે છે તેના પર સતત નજર રાખી રહ્યું છે. પુલવામાં અટેક બાદ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી તેમને એટલો મોટો ધક્કો આપ્યો હતો કે હવે ભારત કયા રસ્તે અને કેવી રીતે બદલો લેશે તે મામલે વિચારી પાકિસ્તાની લશ્કર થરથર કાંપી રહ્યું છે. તેમના પ્રધાનો જે રીતે અમેરિકા સહિતના દેશોનો અપીલ કરી રહ્યા છે તે જ તેમના ડરને જાહેર કરી રહ્યો છે. તેવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે હાઈલેવલ બેઠક બોલાવી હતી અને ભારતીય સૈન્યને વળતો જવાબ આપવા માટે પૂરી છૂટ આપી દીધી હતી.
પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સીએ ઈનપુટ્સ આપ્યા છે અને તે પ્રમાણે આવનારા 24થી 36 કલાકમાં ભારતીય સેના તેમના પર તૂટી પડશે તેમ લાગે છે.
પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાતુલ્લાહ તાતરે જણાવ્યું હતું કે પાકિસ્તાને પહેલગામમાં થયેલા હુમલામાં દેશનો હાથ હોવાનો સાફ ઈનકરા કર્યો છે અને ભારત પોતાની જ માન્યતા પ્રમાણે વરતી રહ્યું છે. માત્ર આ પાયાવિહોણી માન્યતાને ધ્યાનમાં રાખી ભારત આવનારા 24થી 36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરવાનો હોવાની માહિતી અમારા ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટને મળી છે. પાકિસ્તાન પોતે ત્રાસવાદનો શિકાર બન્યું છે અને આ દુઃખને અમને સારી રીતે સમજીએ છીએ. અમે વિશ્વમાં કોઈપણ જગ્યાએ થતાં કોઈપણ પ્રકારના આતંકવાદને હંમેશાં વખોડ્યો છે. અગાઉ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે પણ જણાવ્યું હતું કે ભારતના હુમલાની પૂરી શક્યતા વચ્ચે અમે ઈસ્લામાબાદને હાઈ એલર્ટ પર મૂક્યું છે.
પહેલગામ હુમલા બાદ ભારત સખત એક્શનમાં આવ્યું છે. હુમલાના બીજા જ દિવસે ભારતે સિંધુ કરારથી માંડી બીજા પાંચ નિર્ણયો લઈ પાકિસ્તાનને ભીંસમાં લેવાનો નિર્ણય લીધો હતો. આ સાથે 16 જેટલી યુ-યુટ્યુબ ચેનલ પણ બ્લોક કરી છે. ભારતે હજુ આતંકવાદીઓ હુમલો કરવાની પેરવીમાં હોવાની ખબર મળતા કાશ્મીરમાં 48 પર્યટન સ્થળો પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ જાહેર કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button