પશ્ચિમ રેલવેમાં આ વીકએન્ડમાં ‘મેજર જમ્બો’ નાઈટ બ્લોક: 250થી વધુ લોકલ ટ્રેન રદ, જાણો સંપૂર્ણ વિગત

મુંબઈઃ પશ્ચિમ રેલવેના પ્રવાસીઓની હાલાકીનો કોઈ અંત નથી. હજુ બે દિવસના બ્લોકમાંથી પ્રવાસીઓ બહાર આવ્યા નથી, ત્યાં વીકએન્ડમાં સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરાશે. કાંદિવલી-બોરીવલી વચ્ચેના નિર્ધારિત બ્લોકને કારણે વધુ બે દિવસના બ્લોકને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડશે. કાંદિવલી અને બોરીવલી સેક્શન વચ્ચે છઠ્ઠી લાઇનનું બાંધકામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વે 20/21 ડિસેમ્બર, 2025ની રાતથી 18 જાન્યુઆરી, 2026 સુધી 30 દિવસનો બ્લોક લઈ રહી છે. આ બ્લોક વીકએન્ડમાં હાથ ધરવામાં આવવાથી લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની ટ્રેનસેવા પર અસર થવાથી પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે.
ઉપરોક્ત કાર્યના સંદર્ભમાં 09/10 જાન્યુઆરી, 2026ના રાતના કાંદિવલી સ્ટેશન પર 11.15 કલાકથી વહેરી સવારના 03:15 કલાક સુધી અપ ફાસ્ટ લાઇન પર અને રાતના 01:00 કલાકથી સવારના 04:30 કલાક સુધી ડાઉન ફાસ્ટ લાઇન પર પોઇન્ટ દાખલ કરવા અને ડિસમેન્ટલિન્ગ માટે બ્લોક લેવામાં આવશે.
આ પણ વાંચો : બ્લોક પે બ્લોકઃ આવતીકાલે પશ્ચિમ રેલવેમાં 13 કલાકનો નાઈટ જમ્બો બ્લોક: જાણો વિગતો
ઉપરાંત, 10/11 જાન્યુઆરી, ૨૦૨૬ની રાત્રે કાંદિવલી અને મલાડ સ્ટેશન વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર પોઇન્ટ 101 દાખલ કરવા માટે મેગાબ્લોક લેવામાં આવશે. આ બ્લોક અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર 01:00 વાગ્યાથી 06:30 સુધી અને અપ સ્લો લાઇન પર 01:00 વાગ્યાથી 04:00 સુધી રહેશે. બે દિવસના નાઈટ બ્લોકને કારણે 250થી વધુ ટ્રેન રદ રહેશે, જેમાં પંદર કોચની ટ્રેન સહિત એસી લોકલનો સમાવેશ થશે. આ ટ્રેનમાં સૌથી વધુ સ્લો કોરિડોરની ટ્રેન રદ થવાથી આગામી દિવસોમાં પ્રવાસીઓને હાલાકી પડશે.
ઉપરોક્ત બ્લોક, 5મી લાઇન સ્થગિત કરવા અને સ્પીડ રિસ્ટ્રિક્શન લાદવાના કારણે કેટલીક ઉપનગરીય સેવાઓ રદ રહેશે જ્યારે કેટલીક મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોને પણ અસર થશે. 10 જાન્યુઆરી, 2026ના શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનમાં નંદુરબાર-બોરીવલી એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા. 19426) વસઈ રોડ પર ટર્મિનેટ થશે. અમદાવાદ – બોરીવલી એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા. 19418) વસઈ રોડ પર ટર્મિનેટ થશે.
આ પણ વાંચો : જમ્બો બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને હાલાકી
11 જાન્યુઆરી, 2026ના શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનોમાં બોરીવલી – અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડથી ઉપડશે. બોરીવલી – નંદુરબાર એક્સપ્રેસ વસઈ રોડથી ઉપડશે. 10 જાન્યુઆરીના અમુક ટ્રેન પર અસર થશે. ટ્રેન સંખ્યા. 12902 અમદાવાદ-દાદર એક્સપ્રેસ 20 મિનિટ મોડી ઉપડશે. ટ્રેન સંખ્યા 19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 45 મિનિટ મોડી ઉપડશે, એટલે કે તે વેરાવળથી 12:35 વાગ્યે ઉપડશે.
રવિવારે 11 જાન્યુઆરી, 2026ની બે ટ્રેન રિશેડ્યૂલ કરવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ (ટ્રેન સંખ્યા. 22953) 30 મિનિટ માટે રિશેડ્યુલ કરવામાં આવશે, એટલે કે, તે 06:10 વાગ્યે ઉપડશે. બાંદ્રા ટર્મિનસ – ગોરખપુર એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા. 22921) 1 કલાક માટે રિશેડ્યુલ કરવામાં આવશે, એટલે કે આ ટ્રેન 06:10 વાગ્યે ઉપડશે. આગામી દિવસોમાં રદ રહેનારી ટ્રેનની યાદી આ પ્રમાણે રહેશે, જેની નોંધ લેવી.



